________________
શારદા સાગર
આગ ચાંપી દીધી છે. વિયાગની વેદના અને રેષથી પવનજીનું શરીર ધ્રુજતું હતું. બેટા! શું બન્યું છે તે કહેત્યારે પવનજીએ કહ્યું-શું કરું? તમે કહેવા જેવું શું રાખ્યું છે? નિર્દોષ, નિષ્પા૫ અંજના સતીને તેં કલંક્તિ કરીને દુખના દાવાનળમાં હામી દીધી. તે પણ મારી ગેરહાજરીમાં! તમે કાઢી મૂકી તે બહુ ખોટું કર્યું છે. એ મારાથી ગર્ભવતી બની હતી. હું આવ્યું હતું તે વાત તેણે તમને નહોતી કરી? એણે તમને મુદ્રિકા હેતી બતાવી? પવનછ ખૂબ ગુસ્સે થયા છે. માતા તે પુત્રના વચન સાંભળી થંભી ગયા. હવે પવનજીને શું જવાબ આપશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં- ૮૩ આસે વદ ૩ ને બુધવાર
તા. રર-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેનો
અનંત જ્ઞાની શાસ્ત્રકાર સર્વજ્ઞ ભગવતે જગતના અને પડકાર કરીને કહે છે, કે હે ભવ્ય જીવો! તમે જેને રાગ કરી જેના માટે પાપકર્મ કરે છે તે તમારા દુઃખમાં સહાયક થવાના નથી.
न तस्स दुक्खं विभयन्ति नाइओ, न मित्तवग्गा न सुया न बन्धवा । एक्को सयं पच्चणु होइ दुक्खं, कत्तारमेव अणुजाइ कम्मं ॥
ઉત્ત. સ. અ. ૧૩, ગાથા ૨૩ પાપ કરનાર વ્યકિતને જયારે કરેલા કર્મોને ઉદય થાય છે ત્યારે તેના જ્ઞાતિજનો મિત્રજને, પુત્ર, પત્ની, ભાઈ, બહેન, માતા-પિતા આદિ કોઈ સ્વજને તેમાં ભાગ પડાવતા નથી. પાપ કર્મ કરનાર આત્મા એકલે દુખ ભેગવે છે. કારણ કે કર્મ કરનારની પાછળ જાય છે. સૌ પૈસામાં ભાગ પડાવશે. પણ પાપ કર્મને ઉદય થતાં જે દુખ ભોગવવું પડે છે તેમાં કોઈ ભાગ પડાવશે નહિ. “માલ ખાવા સહુ આવશે પણ માર ખાવા કોઈ નહિ આવે.” માટે જે તમારા આત્માને સુખી કર હોય તે સમજી જાઓ. અમને તે તમારી દયા આવે છે. કારણ કે તમે અમારી નજીકમાં વસનારા છે. સાધુનું ગુણસ્થાનક છઠ્ઠ છે ને શ્રાવકનું ગુણસ્થાનક પાંચમું છે. એટલે તમે અમારાથી દૂર ખરા? ના, ભગવાન કહે છે, હે મારા સાધક! તું સાધનાના પહાડ ઉપરથી ગબડી ન પડે તેને ક્ષણે ક્ષણે ખ્યાલ રાખજે. ભગવાન જે વાત સાધુને કહે તેમાં શ્રાવકે પણ સમજી જવું જોઈએ. આ વાત ફકત સાધુ માટે છે એમ નથી પણ તમારે સમજવાની જરૂર છે. તમે અમારા પાડોશી છે. પાડોશી કે હું જોઈએ. એક નાનકડા દષ્ટાંત દ્વારા સમજાવું.
બે મિત્રોએ બાજુબાજુમાં દ્રાક્ષના ખૂબ સુંદર બગીચા બનાવ્યા છે. દ્રાક્ષ બે ને