SearchBrowseAboutContactDonate
Page Preview
Page 761
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર આ તા વૈષ્ણવ ધર્મની વાત છે. આપણે તે એમાંથી એ સાર ગ્રહણ કરવા છે કે એને એના ભગવાન પ્રત્યે કેટલી શ્રદ્ધા અને ભકિત હતી! એટલી શ્રદ્ધા અને ભકિત છે તમારામાં ? અમને સંયમ પ્રત્યે શ્રદ્ધા છે, વિશ્વાસ છે. કાઇ અમારા સત્કાર - સન્માન કરે કે કોઈ તિરસ્કાર કરે પણ અમે તે અમારા ભાવમાં રહીએ છીએ. જગતની સાથે કોઇ લેવાદેવા નથી. અમારા ચારિત્રમાં અતૂટ શ્રદ્ધા છે કે જો ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલીશું' તે જરૂર સંસાર સમુદ્ર તરી જઇશું. માનતુંગ આચાર્યને રાજાએ ૪૮માં એરડામાં પૂર્યો. પણ તેમની હૃદયની ભકિતથી તે ભકતામર સ્નાત્રના એકેક શ્લાક ખેલતા ગયા ને એરડાના તાળા તૂટતા ગયા. શ્રદ્ધા અને ભક્તિથી માણસ ઇચ્છે તે મેળવી શકે છે. ૭૨૨ વૈષ્ણવ ધર્મમાં ખરીષ નામના રાજાની કથા આવે છે. એ અમરીષ રાજા ભગવાનના પરમભકત હતા. હુમેશા ભગવાનની ભક્તિમાં લીન રહેતા હતા. તેની ભકિતથી પ્રસન્ન થઈને ભગવાને તેની અને તેના રાજ્યની રક્ષા કરવા માટે તેને ચક્ર આપ્યું હતુ. અમરીષ રાજાને નિયમ હતા કે મારે એકાદશી અગિયારસ ) કરવી. અખરીષ રાજાને નિયમ એટલે નિયમ. ગમે તેટલી મુશ્કેલી હાય, રાજ્ય ઉપર કોઈ દુશ્મન ચઢી આવે અગર યુદ્ધમાં જવું પડે તે પણ એકાદશી કરવાની ચૂકતા નહિ. એકાદશીનુ પારણું ખારસના દિવસે થાય. ખરીષ રાજાને નિયમ હતા કે ખારસના દિવસે કાઇ અતિથિને જમાડીને પારણુ કરવું. આ રાજાને નિયમ કેવા કડક હતા ! એકાદશીના ઉપવાસ કરીને પૌષધની માફ્ક રહેતા હતા. યુદ્ધમાં જવાનુ થાય તેા એવા વિચાર ન્હાતા કરતા કે પૂનમના દિવસે ઉપવાસ કરી લઈશું. આજે તે અમારા કંઇક શ્રાવકે આઠમ – પાખીના પૌષધ કરતા હાય. પણ તે દિવસે જો દીકરા કે દીકરીના ચાંલ્લા આવી ગયા તે પાષધ ન કરે. અને વિચાર કરે કે પાંચમના દિવસે પૌષધ કરી લઈશું, કયાં તમારા નિયમા છે? આજે તેા કઇંક શ્રાવકના દીકરાને આઠમ-પાખી કયારે હાય તેની પણ ખબર હાતી નથી. આઠમ-પાખીના દિવસે પાષધ કરવા જોઇએ તેના બદ્દલે શાક ખાવાનું પણ છેડતા નથી. પ્રતિજ્ઞામાં દૃઢ રહેનાર અંબરીષ – અખરીષ રાજાની કયારેક ખૂબ કસોટી થતી. તે પણ એકાદશી છેાડી નહિ, તે પોતાના નિયમમાં ખરાખર દૃઢ રહેતા. એક વખત રાજ્ય ઉપર દુશ્મન રાજા ચઢી આવ્યા. તે દિવસે એકાદશી હતી. એટલે રાજા યુદ્ધમાં જવાના ન હતા. દુશ્મને તેમને ઘેરે નાંખ્યું. લાકો ખેલવા લાગ્યા. આ દુશ્મન રાજાને આધીન થવું પડશે. આપણને લૂટી લેશે, મારી નાંખશે. લેાકેા રાજાને વિનંતી કરવા લાગ્યા કે મહારાજા! રાજ્યની રક્ષા કરવા માટે તે યુદ્ધ કરે. છતાં ખરીષ રાજા ડગ્યા નહિ. ત્યારે ભગવાને તેની ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને તેના રાયની રક્ષા કરવા માટે આપેલું ચક્ર છૂટયું. દુશ્મન રાજા ચક્ર જોઈને અમરીષના ચરણમાં નમીને આવ્યા હતા તેવા પાછો ચાલ્યા ગયા.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy