SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૫૩ આંસુએ રડે છે. આંખોમાં આંસુ સૂકાતા નથી. પણ એમ ખબર નથી પડતી કે મારે ભાઈ જીવે છે કે મૃત્યુ પામ્યો છે? ભાઈને બોલાવવા ઘણું કર્યું પણ આંખ ન ખેલી. જવાબ ન દીધે ત્યારે ભાઈનું શબ ખભે લઈને બલભદ્ર ફરવા લાગ્યા. માર્ગમાં કઈ મળે તે તેને કહેતા કે મારો ભાઈ રીસાઈ ગયા છે તેને મનાવો ને? એ મારી સાથે બેલે તેમ કરે ને? ત્યારે કઈ કહે આ તે મરી ગયો છે. એમ કહે છે તેમને એ શબ્દ સાંભળવા ગમતા નહિ. આ રીતે છ મહિના સુધી બલભદ્ર કૃષ્ણના શબને ખભે લઈને ફર્યા. કેટલે ભાતૃપ્રેમ! વાસુદેવની એવી પુન્નાઈ હોય છે કે છ મહિના સુધી એનું શબ સડતું નથી કે ગંધાતું પણ નથી. આપણા શરીરમાંથી પ્રાણુ ચાલ્યા જાય એટલે બે ઘડીમાં જીવની ઉત્પત્તિ થઈ જાય છે. - બંધુઓ! સિદ્ધગતિને પ્રાપ્ત કરવા માટે શરીર સાધન છે. માટે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી કામ કાઢી લે, પણ એને મોહ ન રાખે. કૃષ્ણના શબને લઈને બલભદ્ર ફર્યા કરે છે. છેવટે તેમને મેહ છોડાવવા માટે દેવકમાંથી દેવ આવે છે ને એવી માયા રચે છે કે એક માણસ ગરસીમાં પાણી લઈને વલોવી રહ્યો હતો. તેને પૂછે છે કે ભાઈ! આ તું શું કરે છે? તે કહે કે પાણી લેવું છું. ત્યારે બલભદ્ર કહે કે મૂર્ખ ! પાણી વલે કદી માખણું મળતું હશે? ત્યારે તેને એ જવાબ મળે કે મરેલા જીવતા થતા હશે કે તું તારા ભાઈના શબને લઈને ફરે છે. ત્યાંથી આગળ ચાલે તે એક માણસ પથ્થર ઉપર હળ ખેડે છે. આ જોઈ બલભદ્રજી કહે ભાઈ! પથ્થર ઉપર તે કદી હળ ખેડાતા હશે? પથ્થરમાં કદી બીજ ઉગશે? બીજ તે જમીનમાં ઉગે છે. ત્યારે દેવ કહે છે, એ ન બને તે મડદા કદી જીવતા થતા હશે કે તું તારા ભાઈને લઈને ફરે છે. ત્યાંથી આગળ ચાલ્યા તે એક તેલી ઘાણીમાં તલને બદલે કાંકરા પીસી રહયો હતો. આ જેઈને બલભદ્ર કહે કે મૂર્ખ ! કાંકરા પીલે કદી તેલ મળે ખરું? તલ પીલે તેલ મળે. ત્યારે તેલી કહે છે ભાઈ કાંકરા પીલે-તેલ ન મળે તે હું છ છ મહિનાથી તારા ભાઈના શબને લઈને ફરે છે તે શું એ તારી સાથે બેલશે? આ રીતે દરેક જગ્યાએથી એક જવાબ મળતાં બલભદ્રજીને ભાન થયું કે મારો ભાઈ મરી ગયેલ . ખટ માસે દીધે અગ્નિદાહ, છેડી મેહ ફકને, પામ્યા અંતરથી વૈરાગ્ય, સંયમ લીધે રાગથી. છ મહિને કૃષ્ણના શબની અંતિમ ક્રિયા કરીને પોતે દીક્ષા લીધી. બેલે, તમને તમારા ભાઈ પ્રત્યે આટલે પ્રેમ છે. તમારી બધાની સગાઈ સ્વાર્થની છે. સંસારમાં જ્યાં જોઈએ ત્યાં સ્વાર્થ, સ્વાર્થ ને સ્વાર્થ ભર્યો છે. હવે આ સ્વાર્થની સાંકળને તેડી સમજણના ઘરમાં આવે ને પરભવનું ભાતું ભરી લો. અનાથી મુનિ શ્રેણક રાજાને કહે છે, હે મહારાજા! મારા ભાઈઓને મારા પ્રત્યે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy