SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૪ શારદા સાગર કૃષ્ણ અને બલભદ્ર જેવો પ્રેમ હતે. પવિત્ર ને પ્રેમના ભરેલા ભાઈએ પણ મને દુખથી મુકત કરી શક્યા નહિ. હવે આગળ બીજી અનાથતાનું વર્ણન કરશે તેના ભાવ અવસરે. ચારિત્ર – જેની દષ્ટિ સવળી છે તે બધું સવળું દેખે છે. તે અનુસાર સતી અંજનાની દષ્ટિ પણ સવળી હતી. તે કયારે પણ કેઈન દેષ કાઢતી નથી. કુળવાન કન્યાને સાસરે ગમે તેવા દુઃખ પડે તે પણ કદી બહાર વાત કરતી નથી. આનું નામ જાતિવંત. અંજના સતી ખાનદાન અને જાતિવાન હતી. આજે તે જાતિ નથી જોવાતી પણ રૂપ જોવાય છે. કેમ બરાબર ને? અંજનાને સંતના દર્શન થવાથી કોઈ અનેરો આનંદ થયો. તેણે સંતને પૂછ્યું, કે અહે ગુરુદેવ! મેં એવા શું શું કર્મો કર્યા કે મારા માથે આવા કલંક ચઢ્યા ને મને આવા દુખ પડ્યા? “મહાન ચારિત્રસંપન મુનિએ અંજનાને કહેલો પૂર્વભવ”: ઋષિ કહે તમે સાંભળે શકય તણે ભવે કીધું છે કર્મ તે, તુ હતી ધર્મની દ્રષણ, અહોનિશ કરતી જિનધર્મ દ્વેષ તે, સાધુ તણે એ ચેરી, તેર ઘડી રાખ્યો પાડોશણે એમ તે. જિહા લગી સાધુ વહેરે નહિ, તિહાં લગી અન્નપાણું તણે મુજનેમ તે-સતીરે... મુનિ કહે છે સાંભળો, તેં પૂર્વભવમાં શેય ઉપર ખૂબ દેષ કર્યો છે. કનકપુર નગરમાં કનકરથ રાજાને એક લક્ષ્મીવતી અને બીજી કનકેદરી નામની બે રાણીઓ હતી. તેમાં લક્ષ્મીવતીને જેનધર્મ પ્રત્યે ખૂબ શ્રદ્ધા હતી. એની રગેરગમાં જૈન ધર્મ રુચેલ હતો. આવી લક્ષ્મીવતી રાણી તારી શકય હતી. તું જૈનધર્મની દુશ્મન હતી. લક્ષ્મીવતી તે જૈન સંતને દેખે ને ગાંડીઘેલી થઈ જાય. એને ખબર પડે કે સંત પધાર્યા છે તે દેડતી ધર્મસ્થાનકે જાય ને ગૌચરી-પાણીને લાભ દેવા ખૂબ આગ્રહભરી વિનંતી કરતી. સંત પિતાને ત્યાં પધારે ને જેટલા દ્રવ્ય વહેરે તેટલા દ્રવ્ય પોતે ખાતી ને ગામમાં સંત હોય અને દાન દેવાને લાભ ના મળે તે વિગયને ત્યાગ કરતી. લક્ષ્મીવતીના આંગણે આવેલા કેઈ દુઃખી કે સ્વામી કે ભિખારી કદી ખાલી હાથે જતા ન હતા. ખાલી આવ્યા હોય તે કંઈક લઈને જતા. રડતે આવેલ માનવી હસતે થઈને જ. તે પ્રસન્ન મુખે અને સમતા ભરેલા હૈયાથી સને આદર સત્કાર કરતી હતી અને સહુને ધર્મનો મહિમા સમજાવતી હતી. આવા તેનામાં સદ્દગુણ હોવાથી લોકેમાં તેની પ્રશંસા ખૂબ થઈ ને આખા ગામમાં ગુણ ગવાયા. મુનિ કહે છે, હે અંજના. લક્ષ્મીવતીની ઘેર ઘેર પ્રશંસા થાય, સહું તેને માન આપે, તે તું (કનકેદારી રાણી) સહન કરી શકી નહિ. કહેવત છે ને કે મનુષ્યને તલવારના ઘા સહન કરવા સહેલા છે, ઉગ્ર તપશ્ચર્યાના કષ્ટ સહન કરવી સહેલી છે પણ બીજાને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy