SearchBrowseAboutContactDonate
Page Preview
Page 591
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ શારદા સાગર છે, ભાઈ ! ઊઠ. તારો બાંધવ પાણી લઈને આવ્યો છે. આમ બેલ્યા પણ કૃષ્ણ જવાબ ન આપ્યો. ખૂબ ઢઢે પણ જવાબ દેતા નથી. ત્યારે બલભદ્રજી શું કહે છે - - જાગે જાગેને એ કૃણવીર બલભદ્રજી આવીયા, પાણું લઈને આવ્યા તારે કાજ, જાગે ને જુઓ મારા ભાઈ રે, મારા વીરા ! ઊઠે, જાગે. પાણી પી લે. હજુ આપણે ઘણે લાંબે પંથ કાપવાને છે. પણ કોણ જવાબ આપે? અંદર ચેતનદેવ હેય તે બેલેને? ખૂબ લાવ્યા, ઢઢળ્યા તો પણ જવાબ ન મળે એટલે બલભદ્રજીએ માન્યું કે મને પાણી લઈને આવતા વાર લાગી તેથી મારે ભાઈ મારાથી રીસાઈ ગયું છે. બંધુઓ ! જુઓ તે ખરા ! જીવને મેહ કેટલે મુંઝવે છે? બલભદ્રજી એ કોઈ સામાન્ય ન હતા છતાં પણ જ્યાં સુધી રાગ હતું ત્યાં સુધી તેમણે કેવું કર્યું છે ! વળી પાછા બોલે છે - કેમ સૂતા રીસાઈને આજ, ઊ ને મારા બંધવા કંકરની શયા કેમ સહેવાય, સેનાના પલંગે પિતા ' અરેરે..મારે ભાઈ મખમલની શૈયામાં છત્રપલંગમાં પિઢનારે આજે કાંકરામાં સૂત છે. કૂલ શૈયામાં સૂના ભાઈ, વેળા વસમી પડી, પડયો આ જ વિકટ વેરાન, કર્મગતિ વાંકડી, મનગમતા ભેજન જમનાર, ખામી જરા ના હતી, દિવસ કાઢયા વનફળ ખાઈ, રહી ના સુખની ગતિ, કમળ ફૂલની શૈયામાં સૂના બાંધવ આજે વિકટ વેરાનમાં પડયો છે. મનગમતાં મીઠા ભોજન રોજ જમતું હતું. જેને કાંઈ ખામી ન હતી તે વનફળ ખાઈને દિવસ પસાર કરી રહ્યો છે. બલભદ્ર કહે છે વીરા ! તારી કમળ કાયામાં તને કાંકરા નથી વાગતા? ઊઠ ભાઈ, જલદી ઊઠ. આવા વનવગડામાં તું મારાથી રિસાઈને બેઠો છે પણ મને કેમ ગમશે? બંધુ વિણ તૂટી જમણી બાંય, નિરાધાર થઈ રહ્યો. આ વને નહિ કઈ રે આધાર, ભાઈ મારે સૂઈ રહ્યો. મારા બાંધવ વિના મારી જમણી બાંય તૂટી ગઈ છે. હું નિરાધાર બની ગયો છું. આ વનવગડામાં મારે બીજો કોઈ આધાર નથી. આવી રીતે ખૂબ કલ્પાંત કરવા લાગ્યા. બલભદ્ર પડયે મેહપાશ, રૂવે ચાધાર નીરે, દેખી ઉદાંધ ઉમટયે, જેમાં સમાય નહિ ચક્ષુએ જુએ, બલભદ્રને ભાઈને કેટલે મેહ છે ભાઈ બોલતું નથી તેથી ચોધારા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy