SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર પપ સેંકડો માણસા રહેતા હતા. પગ મૂકે ને ધરતી ધ્રુજાવે એવા ત્રિખંડ અધિપતિ કૃષ્ણ અને ખલભદ્ર અને વનની વાટે એકલાઅટૂલા ચાલ્યા જાય છે. ખુમ થાક લાગ્યા. પાણી વિના કૃષ્ણના કંઠે સુકાવા લાગ્યા. આંખે અંધારા આવવા લાગ્યા. કૃષ્ણુજી કહે છે, વીશ! મારાથી હવે ચલાતુ નથી. મને ગમે ત્યાંથી પાણી લાવી આપે. લદ્રભજી કહે છે ભાઇ! તું અહીં સૂઈ જા. હું તારા માટે પાણી લઈને આવુ છુ. કૃષ્ણ મહારાજા એક વૃક્ષ નીચે પગ ઉપર પગ ચઢાવીને સૂતા હતા. તેમના પગમાં પદ્મ હતું. દૂરથી જરાકુમારે હરણીયું માનીને ખાણ છોડયું ને તે કૃષ્ણુના પગના તળિયામાં વાગ્યું. લેહીની ધાર થઇ પણ કૃષ્ણે એક કાર સરખા પણુ કર્યો નહિ. ત્યારે જરાકુમારના મનમાં થયું કે મેં ખણુ માર્યું. પણ અવાજ કેમ ન થયા ? તરત જરાકુમાર ત્યાં આવ્યા ને કૃષ્ણને જોયા. અરેરે...ભગવાનના વચન સત્ય પડી ગયા –જરાકુમાર કૃષ્ણને જોતાં પછાડ ખાઈને પડી ગયા. અરર....ભાઇ ! તમે અહીં કયાંથી ? મને ખબર નહિ ને મેં ખાણુ માર્યું. હું કેવા પાપી ! કે મોટા ભાઈને મેં ખાણું માર્યું. ભગવાનના વચન સાચા પડયા. તમારા માટે બાર-બાર વર્ષથી રાજ્યના ત્યાગ કરીને વનમાં આવીને વસ્યા. છતાં આ અધમ પાપીએ તમને માણુથી વીંધી નાંખ્યા ? જરાકુમાર કરૂ સ્વરે છૂટા માઢે રડયા. ત્યારે કૃષ્ણજી કહે છે, ભાઈ! જે મનવાનું હતું તે ખની ગયું. તુ રડીશ નહિ. કલ્પાંત ન કરીશ. જ્ઞાનીના વચન ત્રણ કાળમાં મિથ્યા થતા નથી. પણ હવે તું અહીંથી જલદી ચાલ્યેા જા. હમણાં મેાટાભાઈ પાણી લઇને આવશે. તેમને મારા પ્રત્યે અતિ રાગ છે. એટલે આ બધુ જોશે તેા તને મારી નાંખશે. એમ કહીને પાતાના હાથમાં એક કિંમતી હીરાની વીંટી હતી તે કાઢીને આપી અને કહ્યું, કે આ વીંટી તું કુંતા ફાઈને આપજે તે કહેજે કે આ તમારા પિયરના છેલ્લે કરિયાવર છે. હવે તમારૂં પિયર પરવારી ગયું. આટલું કહી જરાકુમારને રવાના કર્યા. કૃષ્ણ મહારાજાએ ખાણ ખેંચતા ડેલા પ્રાણઃ-કૃષ્ણના પગમાં ખાણુ વાગ્યું હતુ તે ખેંચીને કાઢી નાંખ્યું. ખૂબ વેઢના થાય છે. થડીવારમાં કૃષ્ણે પ્રાણ છોડી દીધા. ઘેાડી વારે અલભદ્ર એક પાંદડાના પડામાં પાણી લઇને આવ્યા. પેાતાને પણ ખુબ તરસ લાગી હતી પણ મારા લઘુ મધવ પાણી વિના તરફડતા હાય ને એને મૂકીને મારાથી પાણી કેમ પીવાય ? ભાઇ પ્રત્યેના કેટલા પ્રેમ! દેવાનુપ્રિયા ! તમે આ જગ્યા એ પાણી લેવા ગયા હૈ। તે શું કરે? તમે તેા એમ વિચાર કરે કે તળાવે આવીને તરસ્યા કાણુ જાય 1 હું પાણી પીતા જાઉં ને ભાઈને માટે લેતે જાઉં. ખલભદ્રે પાણીનુ એક ટીપુ પણ ન પીધું ને ભાઈને માટે ઉતાવળા પાણી લઈને આવ્યા. પણ ભાઈ તા ગાઢ નિદ્રામાં પેાઢી ગયા છે. બલભદ્ર રડતા આંસુએ ભાઇને જગાડવા પ્રયત્ન કરે છેઃ- ખલભદ્ર કહે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy