SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર જીભ ને હેઠ સુકાઈ જાય છે. જીવ ગભરાય છે. ત્યારે દાસીએ રાણીને કહે છે બા ! એ પાણી માગે છે. ત્યારે રાણી કહે છે તેને પાણી પણ પાશો નહિ. જાવ, કહી દે. એનું કાળું મેટું લઈને ચાલી જાય. આપણે તો એને પાણી નથી આપવું પણ બીજા 1 કેઈને ય પીવડાવવા નહિ દઈએ. બંધુઓ ! અંજનાના કેવા કર્મને ઉદય છે! દાસીઓ આવીને કહી દે છે કે અહીં તમને પાણીનું ટીપું પણ નહિ મળે. જલદી ચાલ્યા જાવ. માતાને તારા લીધે ખૂબ દુઃખ થાય છે. અંજના કહે માતાને દુઃખ થાય તેવું મારે કરવું નથી. અમે ચાલ્યા જઈએ છીએ. જે માતાની આશા હતી તેને વસ્ફથી પણ આવા કઠોર કાળજુ કંપાવતા શબ્દ સાંભળવા મળ્યા. હવે કયાં જવું? અંજના અને વસંતમાલા ખૂબ રડયા. પાણી વિના કંઠ સૂકાય છે. આંખે અંધારા આવે છે. હવે કયાં જવું તે સમજ પડતી નથી. વસંતમાલા અને અંજના ઉડતા-કકળતા કયાં જશે ને શું બનશે તેના ભાવ અવસરે. - વ્યાખ્યાન નં. ૫૧ તપ મહોત્સવ ભાદરવા સુદ ૧૦ ને રવિવાર તા. ૧૪-૯-૭૫ બા. બ્ર. હર્ષિદાબાઈ મહાસતીજીના ૩૧ ઉપવાસની મહાન તપશ્ચર્યા સુજ્ઞ બંધુઓ, સુશલ માતાઓ ને બહેને! - રાગ-દ્વેષના વિજેતા અને પરમ માર્ગના પ્રણેતા એવા વીતરાગ પ્રભુએ જગતના જને અનાદિકાળના અંધકારથી મુક્ત કરવાને માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. આજે આપણે આંગણે તપશ્ચર્યા કરી આત્માને ઓજસ્વી બનાવનાર એવા તપસ્વી બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીની ૩૧ ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યાનું વાલકેશ્વર સંઘ બહુમાન કરે છે. આજે બા. બ્ર. પૂ. હર્ષિદાબાઈ મહાસતીજીને ૩૦મે ઉપવાસ છે ને ૩૧ કરવાની તેમની ભાવના છે. તપ એ આત્માને ઉજજવળ કરવાનું અમેઘ શસ્ત્ર છે. આત્મા ઉપર રહેલી કર્મની મલિનતા દૂર કરી ઉજજવળતા પ્રાપ્ત કરવી હશે તે તપ-ત્યાગની ભકીમાં ઝંપલાવવું પડશે. આ દુનિયામાં તમે દષ્ટિ કરશે તે સમજાશે કે દરેક વસ્તુને કસોટીની એરણ ઉપર ચઢવું પડે છે. ત્યારે તે મહાન બની શકે છે. તમે જેને વડુ કહે છે ને પ્રેમથી ખાઓ છો તે વડાને પણ અગ્નિ ઉપર ચઢવું પડયું. અગ્નિપરીક્ષાએ ચઢયું ત્યારે તે વડુ કહેવાયું. ઘડે પણ અગ્નિપરીક્ષામાંથી પસાર થાય છે ત્યારે પનિહારીને માથે ચઢવાનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થાય છે. જુવાર કે મકાઈ ભાંડમુંજાની ભઠ્ઠીમાં શેકાઈને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy