SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર તેની ધાણી બને છે. એટલે તે સફેદઈને પ્રાપ્ત કરે છે ત્યારે તેની કિંમત થાય છે. ' - એક કવિએ કલ્પના કરી છે, કે બજારમાં કેલસે રડે છે. કવિ કહે છે હે કેલસા તું શા માટે રડે છે? ત્યારે કેલસ ફરિયાદ કરે છે કે અપમાનિત અને તિરસ્કારભર્યું જીવન મને કંટાળાભર્યું લાગે છે. આવું દુઃખ સહન કરવા કરતાં મરી જવું સારું છે. કવિ કહે છે. તેને કંટાળો શા માટે આવે છે? તને શું દુખ છે? તારી કહાની મને કહે; ત્યારે કેલસ કહે છે. મારી કથની શું કહું? મને જીવવું ગમતું નથી, કારણ કે મને કોઈ બેલાવતું નથી. કેઈ મને હાથમાં લે કે તરત મને જોરથી નીચે પછાડી દે છે ને મને હાથમાં લેનારના હાથ પણ કાળા થાય છે, ને તેને સાબુથી હાથ સાફ કરવા પડે છે. મને એક સેકંડ વાર પણ કેઈ હાથમાં રાખતું નથી. માણસો મારા રંગને તિરસ્કાર ભરી દષ્ટિથી જુએ છે. આ તિરસ્કાર સહન કરે તેના કરતાં મરી જવું શ્રેષ્ઠ છે. ત્યારે કવિ કહે છે, જે તારે કાળાશનું કલંક દૂર કરીને ઉજજવળતા પ્રાપ્ત કરવી હોય તે હું તને એક ઉપાય બતાવું કે જેથી તારું જીવન સાર્થક બને. એમ કહીને કવિએ કેલો હાથમાં લીધે ને તે આગળ ચાલ્યા. બજારમાં કંદોઈની દુકાને ભઠ્ઠો સળગતે હતે ત્યાં જઈને કવિએ કેલસાને કહ્યું કે ભયને દૂર કરીને આ ભડભડતી જવાળામાં તું ઝંપલાવી દે તે ઉજજવળતા પ્રાપ્ત થશે. કેલા અગ્નિમાં પ્રાણની આહુતિ આપીને કહે છે કે તમારા વચન ખાતર મારું જીવન બળતી જવાળામાં ઝંપલાવું છું. થોડી વાર થઈ, ત્યાં કેલસાને રંગ કાળે ફીટીને લાલ થયો. કાળાશ મટીને તેનામાં લાલાશ આવી. તે તરત કૂદીને બહાર પડશે. ત્યારે કવિએ તેને ઊંચકીને પાછો ભટ્ટામાં નાંખીને કહ્યું કે જેના સંગ અને સ્પર્શથી કાળાશ દૂર થઈ તેને છેડવું તે વફાદારી નથી. ત્યારે કોલસો. કહે છે કે હું અહીં બળી મરું તે મારી શખ થાય તે માટે નરમાંથી નારી બનવું નથી. થોડા સમયમાં કેલસ બળી ગયો ને તેની રાખ થઈ. કેલસા કરતો રાખમાં વધારે ગુણ છે. તે અપેક્ષાએ અહીં રાખની કિંમત વધારે ગણી છે. પહેલાના જમાનામાં શિળસ આદિ નીકળે ત્યારે આખા શરીરે રાખ પડવામાં આવતી હતી ને તે દર્દ મટાડવામાં ઉપયોગી થતી, ચીકણા વાસણને સાફ કરવા માટે પણ શખને ઉપયોગ થાય છે. અનાજને સુરક્ષિત રાખવા માટે પણ અનાજને રાખમાં દાબે છે. પિતાના રૂપને ઢાંકી દેવા માટે સન્યાસીઓ તેમના શરીરે શખ ચોપડી દે છે. જેન સતે લેચ કરે છે ત્યારે પણ શખનો ઉપયોગ કરે છે. આ રીતે સાધુ પુરુષો પણ રાખને મસ્તક ઉપર ચઢાવે છે. જે મસ્તક કેઈને નમે નહિ તેના ઉપર રાખ ચઢે છે. માટે કવિ કહે છે કે હે કેલસા ! તારે ચિંતા કરવાની જરૂર નથી. તારે રંગ કાળો ફીટી ધળો થયે ને તું માનવને ઉપયોગી બની ગયે. આ સાંભળી કેલસાને આનંદ થયો. જ્ઞાની પુરુષે કહે છે, કે હે ચેતના તારે તારા ઉપર ચૂંટેલી કમની કાલિમાને , શત
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy