SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૪૩૫ પણ ઓછી થઈ ગઈ છે. તે સિવાય તે આયંબિલ, ઉપવાસ ને તેને પારણે નવી આદિ તપ ખૂબ કરતી હતી. જેથી શરીર સુકાઈ જાય ને રૂપ પણ સુકાઈ જાય તેથી ઓળખાણ ન પડે તે વાત સહજ છે. ભવદત્ત નાગલાને પૂછ્યું કે બહેન ! આ ગામમાં ફલાણુ શેઠ-શેઠાણી અને તેમના પુત્રની વહુ નાગીલા રહેતા હતાને? ત્યારે નાગીલાને થયું કે મારા કુટુંબની પૂછ-પરછ કરનાર આ સાધુ કોણ હશે? ખૂબ વિચાર કરતા તેને લાગ્યું કે આ તેને પતિ છે. તેથી વધુ ખાત્રી કરવા માટે નાગીલાએ પૂછયું કે તમે કેણુ છો? ત્યારે મુનિએ કહ્યું કે હું નાગીલાને પતિ ભવદત્ત છું. એ બિચારીને રઝળતી મૂકીને મેં મોટાભાઈની શરમથી દીક્ષા લીધી હતી. આટલાં વર્ષો દીક્ષા પાળી પણ સંયમની સર્વ ક્રિયાઓ કરતાં મને નાગીલાનો નેહ ખૂબ યાદ આવ. હવે મટાભાઈ કાળધર્મ પામ્યા તેથી હવે હું ઘરમાં રહી નાગીલાને સુખી કરવા માટે આવ્યા . આ વાત સાંભળતાં નાગીલાને આંચકે લાગે. અહો ! આટલાં વર્ષો સંયમનું પાલન કર્યા પછી એ સંસારના ભાગમાં લપટાવા આવે છે? એનું ચારિત્રરત્ન ગુમાવીને જતી જિંદગીએ મારું પવિત્ર બ્રહ્માચય લૂંટવા આવી રહ્યો છે. નાગીલાના જીવનમાં બ્રહ્મચર્યની મજા તેના અંતરમાં રમી રહી હતી. અહે! કયાં શિયળની સુગંધ અને કયાં વિષયને દુર્ગધી કીચડ ! મેરુ પર્વતના શિખર ઉપર ચઢીને ગંધાતા ખાડામાં પડવાનું મન કોને થાય? ખરેખર, આ મુનિ મટી ભૂલ કરી રહ્યા છે. તેમનું ઉત્તમ જીવન આરંભ-પરિગ્રહ અને વિષયની ધૂળમાં ગોળી નાંખવા તૈયાર થયા છે અને સાથે મારું પણ બગાડશે. માટે મારાથી થાય તેટલા પ્રયત્ન કરીને તેમને બચાવી લેવા. એમની ખરાબ વાસનાને દૂર કરવું. મારા જીવનના સાથીનું મારાથી અધઃપતન કેમ થવા દેવાય? હવે નાગીલા તેના પતિને ભેગમાં પડત અટકાવવા માટે મનમાં શું શું વિચાર કરશે ને તેનું અધઃપતન થતાં કેવી રીતે અટકાવશે તેના ભાવ અવસરે. હવે થોડી વાર અંજના સતીનું ચરિત્ર લઈએ. ચરિત્રઃ જીવનના ગાઢ કર્મને ઉદય થાય છે ત્યારે નિકટના સગા પણ મેટું ફેરવી નાખે છે. સો સે ભાઈની એક બહેન માતાને કેવી વહાલી હોય ! તમારે ત્યાં પાંચ ભાઈઓની એક બહેન હોય તો પણ કેવી વહાલી હોય છે ! તે તે તમે જાણે છો ને? અંજના તે એક રાજકુમારી હતી. તેની તે શી વાત કરવી? પણ અત્યારે તેના એવા ગાઢ કર્મનો ઉદય હતું એટલે તેને જોઈને માતાએ તેને તિરસ્કાર કર્યો, તેની દાસીઓએ પણ તેને ન કહેવાના શબ્દો કહ્યા. એટલે અંજનાને ખૂબ આઘાત લાગ્યા ને તે બેભાન થઈને પડી ગઈ. વસંતમાલા પવન નાંખી તેને ભાનમાં લાવી. અંજના પેલી દાસીઓને કહે છે બહેન! મને ખૂબ તરસ લાગી છે. બાની ઈચ્છા નહિ હોય તો હું ચાલી જઈશ પણ મને એક પ્યાલે પાણી તો આપે. પણ વિના મારી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy