________________
૨૮૦
શારદા સુગર છે. જલ્દી પાછા આપી દે નહિતર જાનથી મારી નાંખીશ. ત્યારે વસંતમાલા કહે છે. હું ચાર નથી તારો પવન ચેર છે કે તે ચેરની જેમ આવીને ચાલ્યા ગયા. આથી-કેતુમતી વધારે ગુસ્સે થઈને જોરથી મારવા લાગ્યા એટલે અંજના આડા પડે છે. વસંતમાલા કહે છે બહેન! તું વચમાં આડી ન પડીશ નહિતર તને પણ મારી નાંખશે. તું જીવતી હોઈશ તો પવન અને સારો સંદેશો મળશે. કેતુમતી કહે છે આટલું જોર શાને કરે છે? હવે તમને વિદાય કરવાના છે. તેના માણસોને આજ્ઞા કરી કે જલ્દી રથ તૈયાર કરાવો. રાજાની આજ્ઞા થતાં તત રથ તૈયાર કરાવવામાં આવે.
કાળે રે રથ અણવી, કાળા તુરંગ-ઓડયા છે હોય તે, કાળા રે વસ્ત્ર પહેરાવીયા, કાળી ધોંસરી દીધી છે સેય તે, કાળી રે મસ્તકે દામણું, કાળા હે બાજુબંધ બાંધ્યા છે હોય તે, અંજના પીયર હે ચાલીયા, જે ભાઈ કર્મતણું ખેલ રે....સતી રે
અંજના માટે કાળો રથ મંગા, રથ કાળે તેને ઘોડા પણ કાળા જોડયાં. સારા વચ્ચે ઉતરાવીને કાળા વસ્ત્રો પહેરાવ્યા. રથની ધૂંસરી પણ કાળી, મસ્તકે દામણ પણ કાળી ને હાથે બાજુબંધ પણ કાળા બંધાવ્યા. ને બંગડી પણ કાળી પહેરાવી દીધી. કેતુમતીને ખબર નથી કે મારો દીકરો જીવતે છે ને આને વિધવાપણુના દર્શન ક્યાં કરાવું છું! વચ્ચે બદલાવતી જાય છે ને છાતી ફાટી જાય તેવા શબ્દો સાસુ બોલતી જાય છે.
સે સો ભાઈની એક લાડીલી બહેનડીને આજે દુઃખને પાર નથી. આંખમાંથી બેર બેર જેવા આંસુ પડે છે. દીકરીને માતા-પિતા ગમે તેટલું સારું જોઈને પરણાવે પણ કર્મ આગળ કેઈનું ચાલતું નથી. કહેવત છે કે “દીકરી અને ગાય જ્યાં દોરે
ત્યાં જાય.” ખૂબ સારું કુળ જેઈને પરણાવી. ત્યારે મા-બાપને ખબર ન હતી કે મારી દીકરીના માથે આવા દુઃખના ડુંગરા તુટી પડશે. સાસુ કહે છે જાવ, હવે જલ્દી રથમાં બેસી જાઓ. મારે તમારું કાળું મુખ જેવું નથી. આ સમયનું અંજનાનું રૂદન જોયું જતું નથી. સાસુજી તેના પર જુલમ કરે છે પણ ઉપરથી અંજના તે તેમના પગમાં પડે છે. બા! મારી ભૂલ હોય તે માફ કરજે. હું કલંકિત નથી છતાં આપની દષ્ટિમાં એવી દેખાઉં છું તેમાં આપને દેષ નથી. દેષ તે મારા કર્મને છે. રાજા પ્રહલાદ તો અંજનાનું રૂદન જોઈને મૂર્શિત થઈ ગયા. સતીએ સસરાને પ્રણામ કર્યા ને લથડતા પગે બળતા હૈયે રથમાં બેઠી. હવે રથ ત્યાંથી કયાં જશે ને શું બનશે તેને ભાવ અવસરે કહેવાશે.