SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૮૧ વ્યાખ્યાન નં.- ૩૪ વિષયઃ “આત્માની સીડી સમ્યક્ત્વ” શ્રાવણ વદ ૫ ને મંગળવાર તા. ૨૬-૮-૭૫ અનંતજ્ઞાનીઓ ફરમાવે છે કે જ્યારે માનવીને પુણ્યને ઉદય થાય છે. ત્યારે તેને આપોઆપ ત્રદ્ધિ-સિદ્ધિ આવી મળે છે ને પાપને ઉદય થાય છે ત્યારે બધી રીતે માણસ પાયમાલ થઈ જાય છે. ધમની આરાધનાથી આત્મા પુણ્ય રૂપ ખજાનાને ભરે છે અને કર્મને નાશ પણ કરે છે. આત્માને પૂર્ણ સુખી કરનાર અને સાચું સુખ આપનાર જે કેઈ હોય તે તે ધર્મ છે. ધર્મના ત્રણ પ્રકાર છેઃ તત્ત્વાર્થ સૂત્રના પ્રથમ અધ્યાયના પ્રથમ સૂત્રમાં કહ્યું છે કે:- સદર્શનશાન વારિત્રામાં મોક્ષમઃ સમ્યગદર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક્ઝારિત્ર આ ધર્મના ત્રણ પ્રકાર છે અને એ ત્રણે મળીને મોક્ષને માર્ગ બને છે. આ ત્રણની આરાધનાથી આત્મા કર્મથી મુક્ત બને છે. જેમ કે એકલા ઘઉંના લેટથી લાડવે બનતું નથી. લાડુ બનાવવા માટે ઘી-ગોળ અને લેટ આ ત્રણ વસ્તુઓ ભેગી થાય ત્યારે લાડ બને છે. તે રીતે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર આ ત્રણ મળીને મોક્ષમાર્ગ બતાવે છે. એકલી શ્રદ્ધાથી, એકલા જ્ઞાનથી કે એકલા ચારિત્રથી કે મુકિત મેળવી શકયું નથી ને મેળવી શકતું પણ નથી. પણ સમ્યક્ શ્રદ્ધા, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર આવે ત્યારે આત્મા મુકિત મેળવી શકે છે. આ ત્રણ વસ્તુ પ્રાપ્ત કરવામાં મોહનીય કર્મના ક્ષપશમની પ્રથમ જરૂર છે. જે મોહનીય કર્મને સર્વથા ક્ષય થાય તે તત તે જન્મમાં આત્મા મુક્ત બની જાય છે તે હકીકત છે. બંધુઓ ! મોક્ષને આરાધક કેણ બની શકે? સમ્યગ્દષ્ટિ આત્મા આરાધકની કોટીમાં આવે છે. કારણ કે આત્મા જ્યારથી સમ્યક્રર્શન પામે ત્યારથી તે આરાધક ગણાય છે. આથી સમજી શકાય છે કે સમકિત કેટલું કિંમતી છે! સમક્તિ કેવી અજોડ ને અપૂર્વ વસ્તુ છે! આત્માને સમકિત પ્રાપ્ત થતાં જીવનનું પરિવર્તન થઈ જાય છે, કર્મબંધનમાં પણ ફેર પડી જાય છે, સંસારની રખડપટ્ટી મટી જાય છે. અને અલ્પ ભવમાં આત્મ મુકત થાય છે. આત્મા મિથ્યાત્વી મટીને સમકિતી થયે એટલે તેને માટે દુર્ગતિના દ્વાર બંધ થવાના. સમકિતષ્ટિ આત્મા સદગતિમાં ઉત્પન્ન થાય છે. ભવની ગણત્રી પણ સમકિતની પ્રાપ્તિ પછી થાય છે. તીર્થકર ભગવંતેમાં કોઈના ૩, કોઈના ૧૩ ને કોઈના ૨૭ ભવ થયા છે. જ્યારથી તેમને આત્મા સમક્તિ પામ્યા ત્યારથી આ ભવાની ગણત્રી કરવામાં આવી છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે જિનેશ્વરદેવના સિદ્ધાંત ઉપરની શ્રદ્ધા શું કામ કરે છે! જેનદર્શન કેવું અપૂર્વ છે તે સમજનાર સમજી શકે છે. જેનદર્શન માત્ર ધર્મના સ્વરૂપને સમજાવે છે એમ નહિ પણ આખા જગતના સ્વરૂપને સમજાવે છે. આ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy