SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૭૯ મારા કુળને કલંક નથી લગાડવું. દુનિયા જાણે છે કે પવનજી અંજનાને બોલાવતા નથી. અને પવનજીના લંકા ગયા પછી તે ગર્ભવતી થઈ છે તે જાણે ત્યારે અમારી ઈજજતના તે કાંકરા થાય કે બીજું કંઇ? મહામંત્રી કહે છે આપણે લેકેને સાચી વાતથી વાકેફ કરી દઈએ પછી ઈજજતને પ્રશ્ન રહેતું નથી. મહામંત્રીજી! તમે એને બચાવ ન કરે. મને તે પહેલાં પણ એમ લાગતું હતું કે પવનકુમાર અંજના પ્રત્યે આ તીવ્ર અણગમે કેઈ ગંભીર કારણ વિના ધરાવે નહિ. એણે અંજનાના દૂષણો કદી આપણને કહ્યા નથી. પણ એણે ગુપ્તપણે એની ખરાબ ચાલ ચલગત જાણેલી હેવી જોઈએ અને તેથી એના પર ભારે રોષ હતો. છેલ્લે દિવસે જ્યારે લંકા જવા નીકળે ત્યારે પણ એની અવગણના કરીને ગમે છે ને પાછો આવીને ત્રણ રાત રહીને ગયે તે વાત તદ્દન અશકય છે. કેતુમતી પોતાની વાતને મક્કમપણે વળગી રહી. ત્યારે મહામંત્રીએ કહ્યું-શું એને આવી ગર્ભવતી અવસ્થામાં અહીંથી કાઢી મૂકવી ! તેમાં આપણું ફજેતી નહિ થાય? પવનછ ન આવ્યા હોય તેવું આપણે ચક્કસ કહી શકીએ નહિ. મનુષ્યનું મન કયારે બદલાય તે કહેવા આપણે શકિતમાન નથી. અને મેં જે તપાસ કરી છે તેમાં મને દઢ નિશ્ચય થયે છે કે પવનજી પાછા આવીને ત્રણ દિવસ રોકાઈને ગયા છે. અને જ્યારે તે યુદ્ધમાંથી પાછા આવશે ત્યારે આપણને તે વાતની ખબર પડશે. અત્યાર સુધી પ્રહલાદ રાજા મૌન હતા. રાણું અને મહામંત્રીની વચ્ચે થયેલી વાતચીત સાંભળી, વિચારીને બેલ્યા અંજના દોષિત છે કે નથી તેને નિર્ણય કરવામાં આપણે બહુ વહેલા છીએ. પવનજીના આવ્યા પછી સાચે નિર્ણય થઈ શકે. પણ અત્યારે તે કેતુમતીના ચિત્તનું સમાધાન થાય ને અંજનાને કેઈ માટે અન્યાય ન થાય તે માટે મને એક ઉપાય સૂઝે છે. બેલી ઉઠી શું ? આપણે અંજનાને તેના પિયર મેકલી દેવી. ત્યાં એ સુખપૂર્વક દિવસો પસાર કરશે અને તે અરસામાં પવન પણ પાછો આવી જશે. કેતુમતી સંમત થઈ. ત્યારે મહામંત્રીએ કહ્યું કે પવન આવે ત્યાં સુધી તે એને રાખે. પછી તમને-યેગ્ય લાગે તેમ કરજે. તે પણ તેને રાખવા તૈયાર થયા નહિ. બંધુઓ ! જ્યારે માણસના ગાઢ કર્મને ઉદય થાય છે ત્યારે ભલભલા સજજની મતિ પણ બદલાઈ જાય છે. સાસુએ વર્તાવેલ કાળે કેર - સાસુજીએ અંજનાને ન કહેવાના શબ્દ કહ્યા ત્યારે વસંતમાલાથી સહન ન થયું એટલે બોલી ઉઠી-બા જે બેલે તે વિચારીને બોલો. મારી સખી તદ્દન નિર્દોષ છે. તમારા શબ્દો અમારી છાતીમાં તીરની જેમ સસરા ઉતરી જાય છે. આટલું બેલી ત્યાં કેતુમતીનો પ્રકોપ વધી ગયે. ને વસંતમાલાને ચોટલો પકડીને થાંભલા સાથે બાંધી દીધી ને ખૂબ માર માર્યો. લેહીની શેરે ઉડવા લાગી ઉપરથી કહે છે હે પાપણી તે જ મારા દીકરાના દાગીના ચેરી લીધા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy