SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ગયા તે કામ કાઢી ગયા. કારણ કે પાત્રતા પ્રગટી હતી. ભગવાન પાત્ર જોઈને પીરસે છે. આપણે પણ પાત્રતા કેળવવાની જરૂર છે. જે પાત્ર તૈયાર હશે તે અંદર કઈ નાંખશે પણ પાત્ર નહિ હેય તે શું કરવાનું? મેઘકુમાર એક વખત ભાન ભૂલ્યા પણ પ્રભુના વચનથી ઠેકાણે આવ્યા. ને સંતોની સેવા માટે કાયા કુરબાન કરી સત્ય-અહિંસાને નાદ ગુંજાવી શાસ્ત્રના પાને નામ અમર કરી ગયા. અનાથી નિગ્રંથની પાસે શ્રેણીક રાજા ઊભા છે. મુનિના વચનની શ્રેણીક રાજાના દિલમાં ચોટ લાગી છે કે મને અનાથ કેમ કો? સમય જોઈને મુનિએ સગડી મારી. આ વચન શ્રેણીક રાજાના ઉદ્ધાર માટે હતું: મુનિ સમજતા હતા કે આ જીવ પાત્ર છે. પાત્રમાં ગમે તેટલું નાંખીશ તે સમાઈ જવાનું છે. ને તેના પરિણામે મહાન લાભ થવાને છે. તમે પણ કહે છે ને કે વહેપારમાં જેટલા નાણાં વધુ રોકાશે તેટલો લાભ થવાને છે. તેમ અહીં પણ શ્રેણીક રાજાની પાત્રતા જોઈને મુનિએ કહ્યું કે તું અનાથ છે. તેથી રાજાને ખૂબ આશ્ચર્ય તે થયું છતાં વિચાર કર્યો કે મારી પાસે કે વૈભવ છે તેની હું મુનિને જાણ કરું. હવે રાજા પિતાની પાસે કેટલે વૈભવ છે તેની જાણ કરશે તેના ભાવ અવસરે કહેવાશે. ચરિત્ર:- જયનાદે બરાબર તપાસ કરીને આવીને મહામંત્રીને બધી વાત કરી. મહામંત્રીએ જ્યનાદની વાત ખૂબ એકાગ્રતાપૂર્વક સાંભળી. પછી જયનાદને જવાની રજા આપીને પોતે ગંભીર વિચારમાં પડયા. અંજના નિર્દોષ છે એને પવનછથી ગર્ભ રહ્યો છે એ વાત તદ્દન સાચી છે. પણ કેતુમતી રાણીને કેવી રીતે સમજાવવા? એ એક મેટે પ્રશ્ન છે. મહામંત્રીએ આ બાબતમાં ખૂબ વિચાર કર્યો. વિચાર કરતાં મધરાત થઈ પણ ઊંઘ આવતી નથી. અંજનાની નિઃ સહાય સ્થિતિને વિચાર કરતાં મહામંત્રી ધ્રુજી ઉઠયા. કેતુમતી ન સમજે તે શું કરવું? મહામંત્રી નવકાર મંત્રનું સ્મરણ કરતાં નિદ્રાધીન થઈ ગયા. એકાદ પ્રહર ઉંધ્યા ન ઉંધ્યા ને પ્રભાત થયું. પ્રભાતિક કાર્યોથી પરવારીને મહામંત્રી રાજમહેલમાં ગયા. રાજા પ્રહૂલાદ અને રાણી કેતુમતી મહામંત્રીની રાહ જોતાં હતાં. રાજાને નમન કરીને મહામંત્રી આસન પર બેઠા. મૌન પથરાયું. ત્યાં તે કેતુમતી મીન તેડીને કેધથી ધમધમતા બોલ્યા કે મહામંત્રીજી! આજ ને આજ અંજનાને નગરમાંથી કાઢી મૂકવી જોઈએ. ત્યારે વાવૃદ્ધ મંત્રીએ કહ્યું જે અંજના દેષિત હોય તે એ વિચાર બરાબર છે. કેતુમતીએ કહ્યું કે શું તમને એ નિદોષ લાગે છે? મંત્રીએ કહ્યું. મેં ઝીણવટથી તપાસ કરી છે. અંજના મને દેષિત લાગતી નથી. ત્યારે રાણીએ કહ્યું. એ દોષિત છે. તપાસ વળી શું કરવાની? દિવા જેવી સ્પષ્ટ વાત છે કે મારો પુત્ર બાર બાર વર્ષથી એની સામે પણ તે નથી તે એની સાથે સંગમ તે થાય જ કેવી રીતે? શું બાર વર્ષે પણ અંજના પ્રત્યે સદ્દભાવ ન જાગી શકે? જાગતું હશે પણ મારે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy