SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૪૫ વ્યાખ્યાન - શ્રાવણ વદ ૧ ને શુક્રવાર તા. ૨૨-૮-૭૫ અનંત જ્ઞાની મહાન પુરુષોએ જગતના છ ઉપર કરુણા કરી શાસ્ત્રની પ્રરૂપણ કરી. તે વાણી સાંભળવા મળવી દુર્લભ છે. કારણ કે તમને એ વાણીનું વિવેચન, અર્થ અને પરમાર્થ કોણ સમજાવે? સંતને વેગ મળે ત્યારે સાંભળવા અને સમજવાનું મળે ને? સંત સમાગમ થ તે પણ દુર્લભ છે. માનવ જે સંતના સમાગમમાં રહે તે પિતાનું જીવન સુંદર બનાવી શકે છે. સત્સંગ કરવાથી અધમમાં અધમ માનવ પણ મહાન બની જાય છે. રેજના સાત સાત જીની ઘાત કરનાર અર્જુનમાળી ભગવાન મહાવીરના સમાગમમાં આવતાં સુધરી ગયો. મનુષ્યની આંગળીઓ કાપીને તેની માળા બનાવીને ગળામાં પહેરનાર મહાન પાપી અંગુલિમાલે પણ ચૈતમબુદ્ધને ભેટે થતાં પિતાનામાં રહેલા દુર્ગાને ત્યાગ કર્યો. બંધુઓ ! સત્સંગને પ્રભાવ કે મહાન છે ! સત્સંગથી માનવને માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. હૃદયની મલીનતા, અસ્થિરતા, અને અજ્ઞાનતા ચાલી જાય છે. સંતોએ બતાવેલા માર્ગે ચાલવાથી માનવ પિતાના શુદ્ધ આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરી શકે છે. એક સંસ્કૃત લેકમાં પણ કહ્યું છે કે - जाडयं धियो हरति सिग्चति वाचि सत्यं मानोन्नति दिशति पापमपाकरोति । चेतः प्रसादयति दिक्षु तनोति कोतिम्, सत्संगतिः कथय किं न करोति पुंसाम् ।। સત્સંગતિ બુદ્ધિની જડતાને નાશ કરે છે. વાણીને સત્યથી સિંચે છે. પાપને નાશ કરે છે. ચિત્તને પ્રસન્નતા પ્રાપ્ત કરાવે છે. તથા સંસારમાં યશ ફેલાવે છે. બોલે, સત્સંગ મનુષ્યને માટે શું નથી કરી શકતા? અર્થાત બધું કરે છે. આટલા માટે જ્ઞાની કહે છે કે આત્મોન્નતિના ઈચ્છુક પ્રત્યેક જીવે સંતને સમાગમ કરવું જોઈએ. તેમને ઉપદેશ અને તેમની જીવનચર્યા દ્વારા આપણે બેધ લેવું જોઈએ. સંતેના સંપર્કમાં આવવાથી તમને ખબર પડશે કે તે કેટલું બૈર્ય અને સાહસ ખેડીને ક્ષમા દયા-સત્ય અને સદાચારાદિ શસ્ત્રોથી સજજ બનીને કર્મરૂપી શત્રુઓની સાથે યુદ્ધ કરે છે. ને આત્મિક સાધનામાં કેવી રીતે આગળ વધે છે. સાધનાના માર્ગમાં ચાલતા સતેને કયારેક ઉગ્ર પરિષહ અને મારણાંતિક ઉપસર્ગો આવે છે. તેને આનંદપૂર્વક સહન કરે છે ને સ્વ-પર કલ્યાણમાં તત્પર રહે છે. ઉત્તરાધ્યયન સૂત્રનું વસમું અધ્યયન અનાથી નિગ્રંથ સ્વાર કલ્યાણ કરતાં મેડિકલ ઉધાનમાં પધાર્યા છે, ને રાજા શ્રેણુક ફરવા માટે આવ્યા છે, પણ ત્યાં તેમને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy