________________
૨૪૪
શારદા સાગર
લખાણ બનાવીને ગરીબોના ગળા કાપત થઈ ગયું છે. એટલે દુનિયા એવા માણસને કલમના કસાઈ કહે છે. જેને દુનિયા મહાજન કહે છે તેવા વણિકને કલમના કસાઈનું બિરૂદ મળે છે. તે સિવાય કર્મબંધન થાય છે. એટલા માટે દરેક મનુષ્ય પોતાની કલમને રક્ષાબંધન બાંધતી વખતે દઢ પ્રતિજ્ઞા કરી લેવી જોઈએ કે આ કલમ વડે હું અસત્ય લખીશ નહિ. અનીતિના કામમાં આ કલમ ચલાવીશ નહિ અને જે શબ્દો લખ્યા છે તેનું પ્રાણના ભોગે પણ પાલન કરીશ.
ક્ષત્રિયે કેવી રીતે રક્ષાબંધન માને છે? ક્ષત્રિય રક્ષાબંધનના દિવસે પિતાની તલવારને રાખડી બાંધે છે. શા માટે? તે એટલા માટે કે તેની તલવાર પ્રત્યેક પ્રાણીની રક્ષા કરે. કોઈ અત્યાચારી મનુષ્ય દીન-દુઃખી અને નિર્બળ મનુષ્ય ઉપર અત્યાચાર ન કરી શકે ને કદાચ એ અવસર આવી જાય તે તેની તલવાર અત્યાચારનો સામને કરી શકે. ક્ષત્રિય કોને કહેવાય?
क्षतं दुःखं क्षतात् दुःजात् त्रायते इति क्षत्रियः । સાચે ક્ષત્રિય તે એ છે કે દુઃખીના દુઃખ મટાડે. આગળના સમયમાં રાજાઓને પ્રજાના દુઃખ મટાડવા માટે ને ન્યાયથી રાજ્ય ચલાવવા માટે મોટા યુદ્ધ કરવા પડે તે કરતા હતા કારણ કે પ્રજા વત્સલ અને ન્યાયી રાજાના દિલમાં સદા એવી ભાવના હેય છે કે પિતાના રાજ્યમાં એક પણ માણસ દુઃખી, ભૂખે કે કપડા વગરને ન રહે. જે રાજા એવી ભાવના રાખતા નથી ને પ્રજાના દુખ મટાડતા નથી તે રાજા નથી. જુઓ, આજની સરકાર પ્રજાને કેવી ચૂસી રહી છે, તુલસીદાસે કહ્યું છે કે
"जासु राजप्रियप्रजा दुखारी, सो नृप अवसि नरक अधिकारी।"
જે રાજાના રાજ્યમાં પ્રજા દુઃખી છે તે રાજા નરકન અધિકારી છે. પ્રાચીન કાળમાં ક્ષત્રિય ક્યારે પણ પિતાના કર્તવ્યને ત્યાગ કરતા ન હતા. દરેક ક્ષત્રિય સમય આવ્યે પિતાના પ્રાણુનું બલિદાન આપીને પણ બીજાનું રક્ષણ કરતા હતા અને જે શરણે આવે તેને સહાય કરતા. પછી શરણે આવનાર દુશ્મન પક્ષને કેમ ન હોય? મોટા ભાગના રાજાઓ ક્ષત્રિય હતા. વીરત્વ ક્ષત્રિયને મુખ્ય ગુણ છે, વણિકે કલમ ચલાવી જાણે છે પણ શરણે આવેલાનું રક્ષણ કરી શકતા નથી. જ્યારે ક્ષત્રિય અનાથ અને દુઃખીજનોની રક્ષા કરવામાં સમર્થ હોય છે. આ રીતે ક્ષત્રિય રક્ષાબંધન માને છે.
તમે પણ આજના દિવસે દુખીયારી બહેનનું રક્ષણ કરજે. ને તમારા આત્માને પાપથી પાછા વાળી આત્માની સાચી રક્ષા કરવા સત્ય તરફ વળો તો તમે સાચી રક્ષાબંધન ઉજવી છે. વધુ ભાવ અવસરે.