________________
૨૪૬
શારદા સાગર
આવા મહાન આત્માથી સંત અનાથી નિગ્રંથને ભેટે થયો છે. હવે તેમનું જીવન કેવું બની જશે તે વાત આગળ આવશે. કે નિમિત્ત નૈમિત્તિક સબંધ ભેગા થયા જીવનું ઉપાદાન શુદ્ધ હોય તે નિમિત્ત મળતાં જાગી જાય છે. પણ ઉપાદાન શુદ્ધ કરવું તે પિતાના હાથની વાત છે.
બંધુઓ ! તે પારસમણિ સમાન છે. પણ સંતની સાથે પ્રીત કરતાં વચમાં પડેદ ન હોવા જોઈએ, એક વખત એક ભકત યોગીની ખૂબ સેવા કરવા લાગ્યું. ભકતની સેવાથી યોગી પ્રસન્ન થયા. એમના મનમાં થયું કે આને એવું કંઈક આપું કે જેથી તેનું દારિદ્ર ટળી જાય. વિચાર કરીને પેલા ભક્તને કહયું કે ભાઈ ! પેલી બીમાં એક લેખંડની ડબ્બી છે. તેમા પારસમણિ છે. તે તું અહીં લઈ આવ. હું તને તે આપું. ત્યારે પેલા ભકતના મનમાં થયું કે લોખંડની ડબ્બીમાં પારસમણિ રહે તે ડબ્બી શું સેનાની ન બની જાય ? આ સાચે પારસમણિ નથી. ગુરુએ તેને પારસમણિ આપે પણ તેને શ્રધ્ધા નથી. ગુરૂ તેનું મુખ જોઈને સમજી ગયા કે એને શંકા છે એટલે તેમણે પારસમને વીંટાળે કાગળ હતું તે કાઢીને લેઢાની ડબ્બીમાં મૂક એટલે ડબ્બી સેનાની બની ગઈ ને શિષ્યની શંકાનું સમાધાન થઈ ગયું.
પારસમણિમાં લોખંડને સુવર્ણ બનાવવાની તાકાત છે પણ કયારે? લોખંડ અને સેનાની વચમાં પડદા ન હોવા જોઈએ. તમે પણ ઘણી વાર કહે છે ને કે સંતની પાસે તે ખૂબ જઈએ છીએ પણ આપણું કલ્યાણ કરાવતા નથી. પણ ભાઈ! તમે સંતની પ્રીત કરી છે પણ વચમાં વાસનાનો પડદે રાખે છે પછી ક્યાંથી કલ્યાણ થાય? તમે વ્યવહારમાં પણ બેલે છે ને કે “પ્રીત ત્યાં પડદા નહિ, પડદે ત્યાં નહિ પ્રીત, પડદો રાખી પ્રીત કરે તે વેરીની રીત. જ્યાં સાચી પ્રીતિ છે ત્યાં પડદે હોતે નથી. તમે સંત પાસે આવે છે પણ અંતરમાં સંસારની વાસનાને પડદો ભેગો લઈને આ છો પછી કલ્યાણ ક્યાંથી થાય? પારસમણિ કરતાં પણ સંતે મહાન ઉત્તમ છે. પારસમણિ અને સંતમાં ફેર છે.
“પારસમણિ ઔર સંતમેં, બડે અંતર જાણ,
વે લેહ કા ના કરે, તે કરે આપ સમાન”. પારસમણિ તો લેઢાને સેનું બનાવે છે પણ પારસ નથી બનાવતે પણ સંતે પિતાની પાસે આવનારને પિતાના સમાન બનાવે છે. પણ હજુ તમને સંસાર સુખની આકાંક્ષા છૂટી નથી. સંસારના ભૌતિક પદાર્થોમાંથી સુખ મેળવવા રાત-દિવસ મહેનત કરે છે પણ વિચાર કરે, જે પદાર્થો પતે નાશવંત છે તે તેમાંથી મળતું સુખ પણ નાશવંત હેય ને? સંસારમાંથી સુખ શોધવું તે ઉકરડામાંથી હીરાકણીઓ શોધવા જેવું છે. આત્માને પરમાત્મા બનાવ હોય તે આ સંસારસુખનો રાગ છેડ પડશે. ને