________________
શારદા સાગર
૧૬૩ મોક્ષ પ્રાપ્તિ હોય છે. શરીરને નાશ થાય ત્યાં સુધી આકરી તપશ્ચર્યાઓ, ક્રિયાઓ, પરિષહ અને ઉપસર્ગો સહન કરવાની જેઓની ભાવના અને શકિત હોય છે. પંચાચાર પાલન એ જેમને રાજીદે વ્યાપાર છે. અનતિચારપણાથી જીવવું એ જેઓનું સ્વાગ્ય છે. આત્મ-ધ્યાનની તન્મયતા એ જેઓની ચેષ્ટા છે. પંચ મહાવ્રતનું પાલન એ જેઓને શ્વાસ છે ને ક્ષણે ક્ષણે આત્મગુણ રક્ષણની પૂર્ણ ચિંતા છે.
મહાનિર્ગથ અનાથી મુનિએ આ શુદ્ધ સંયમ માર્ગને સ્વીકાર્યો છે. શ્રેણીક રાજાના કેવા મહાન પુણ્યનો ઉદય કે તેઓ બગીચામાં આવ્યા ને આવા મહાન સંતને ભેટ થશે. તે મુનિના ચરણમાં નમી પડયા ને બે હાથ જોડીને કહે છે અહે મુનિરાજ ! હું આપને એક પ્રશ્ન પૂછવા માંગું છું. જે આપને શાતા હોય તે પૂછું. ધ્યાનમાંથી મુકત બનેલા મુનિરાજ કહે છે પૂછે, ત્યારે રાજા શું પ્રશ્ન પૂછે છે!
तरुणो सि अज्जो पन्वइओ, भोगकालम्मि संजया। उवढिओसि सामण्णे, एयमझें सुणेमि ता ॥
ઉ. સૂ. અ. ૨૦, ગાથા ૮. અહે હે મુનિરાજ! આપ તે હજુ નવયુવાન છે. ભોગ ભોગવવાને સમય છે આ યુવાનીમાં તમે દીક્ષા શા માટે લીધી? આ શ્રેણુક રાજાને પ્રશ્ન છે. કારણ કે રાજા ભેગને છેડવા તે મહાન દુષ્કર વાત સમજતા હતા. આજે જગતના મોટા ભાગના જ ભોગ સાધનામાં પડેલા છે. અને ભોગની ભૂખ છે તેટલી યોગ સાધનાની નથી. બસ, એક રટણ છે કે ઈન્દ્રિઓને મનગમતા વિષયે કેમ મળે ને તેને કેમ ભેગવવા! પિતાને ગમતા શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, લક્ષ્મી, સત્તા-સન્માન આદિ પદાર્થોનો ભેગવટે કેમ થાય? એનાથી ઈન્દ્રિઓ અને મનને કેમ રાજી રખાય ? બસ, આ એક લગની છે ને એ માટેના પ્રયત્નમાં રાત-દિવસ રક્ત રહે છે. અને એ સુખમાં આનંદ માન્યા કરે છે. પછી એમાં એ ખંચી જાય છે કે જીવનના અંત સુધી તેમાંથી નીકળવું તેને મુશ્કેલ બને છે. જિંદગીને અંત આવે પણ એ વિષયાસતિને અંત ન આવે એવી જીવની દશા થઈ છે. એનું પરિણામ શું આવે છે તે તમે જાણે છે? એનું પરિણામ એ આવે છે કે ના જન્મ પામતાની સાથે આ બધી વિષમ વૃત્તિઓને વિલાસ ચાલુ થવા માંડે છે. એટલે ગર્ભમાં આવતાની સાથે સર્વ પ્રથમ ખાવાની લગની હોય છે. ગમે તેવા અશુચી પદાર્થોમાંથી એ ખોરાક લેતે રહે છે ને આનંદ અનુભવે છે. એ બરાક પાચન થઈને તેનું શરીર વધતું જાય છે ને બધી ઈન્દ્રિઓનું નિર્માણ થતા એના વિષયેના ભેગવટામાં એ મસ્ત રહે છે કે એ જિંદગીના અંત સુધી એની એ ભેગ સાધના ચાલુ રહે છે.