________________
શારદા સાગર
ગુણજનેકે દેખ હૃદયમેં, મેરે પ્રેમ ઉમડ આવે
બને જહાંતક ઉનકી સેવા, કરકે યહ મન સુખ પાવે છે. જેમ મધમાખી ફૂલ દેખે ત્યાં તે જાય છે ને ફૂલને રસ ચૂસે છે. તેમ ગુણના રાગી ગુણ દેખે ત્યાં દેડીને જાય છે ને તે ગુણરૂપી પુષ્પની સુગંધ પિતાના જીવનમાં ઉતારે છે. ગુણવાનને જોઈને તેના દિલમાં પ્રેમના ઝરણું વહે છે ને તેના પ્રત્યે બહુમાન જાગે છે કે હું તેની શું સેવા-ભકિત કરું ? તેને શું આપી દઉં? જ્યાં ગુણની પૂજા છે ત્યાં નાના કે મોટા, શ્રીમંત કે ગરીબના ભેદભાવ હોતા નથી. શ્રેણક રાજા સમકિત પામ્યા ન હતા. તે વખતે તેના બગીચામાંથી ભંગી કેરી ચેરી જાય છે. રાજા તેને ફાંસીની શિક્ષા ફરમાવે છે. ત્યારે બુદ્ધિમાન અભયે તેને બચાવવા માટે યુક્તિ કરી. તેને પૂછ્યું તે કેરી કેવી રીતે લીધી? અને ચોરી કેમ કરી? ત્યારે ભંગીએ કહ્યું, ઊચી વસ્તુ હોય તેને નીચે લાવવાની વિદ્યા મને આવડે છે. શ્રેણીક રાજાને અભયે વાત કરી કે એની વિદ્યા શીખવા જેવી છે. (ભંગી પાસેથી વિદ્યા શીખવા માટે કેવી ગુણદષ્ટિ કેળવી તે વાત પૂ. મહાસતીજીએ વિસ્તારથી રજૂ કરી હતી.)
બંધુઓ ! આ દષ્ટાંત ઉપરથી બીજી એક વાત પણ સમજવા જેવી છે. આ ભંગીને રાજાના બગીચામાંથી ચોરી કરીને કેરી લેવાનું મન કેમ થયું? એને એમ લાગ્યું હશે કે જે હું રાજા પાસે માંગવા જઈશ તો નહિ મળે ઊલટી રાજા શિક્ષા કરશે તે જ ચેરી કરવા ગયે હશે ને? આજે આપણા ધર્મસ્થાનકમાં પણ ચેરીઓ થાય છે. શા માટે? આવા સુખી શ્રીમંત જેને આજે સ્વધમી બંધુની સંભાળ લેવાનું ભૂલી ગયા છે. અગાઉના વખતમાં શ્રીમંત શ્રાવકે કેવા ધીર અને ગંભીર હતા. એક જિનદાસ નામના શેઠ થઈ ગયા તે કેવા હતા!
. એક વખત પર્યુષણ પર્વના દિવસે ચાલતા હતા. જે ભાઈ-બહેને ઉપાશ્રયમાં ન આવતા હોય તે પર્યુષણમાં આવે છે. શ્રીમંત-ગરીબ-મધ્યમ બધા આવે છે. તેમાં પણ છેલલા સંવત્સરીના દિવસે તો કઈ બાકી ન રહે. સંવત્સરીના દિવસે બધા ભાઈઓ પ્રતિક્રમણ કરવા એકત્ર થયા છે તે સમયે પાપકર્મના ઉદયથી દુઃખમાં ઘેરાયેલે ને આપત્તિના મજામાં સપડાયેલે એક જૈન યુવાન પણ સંવત્સરી પ્રતિક્રમણ કરવા આવેલો. એ વિચાર કરવા લાગ્યું કે અહે ! મારા કેવા કર્મોને ઉદય છે ! હું દુઃખથી ઘેરાઈ ગયે છું. મને રેટીના સાંસા પડયા છે. કેઈ નેકરી પણ આપતું નથી. તે હવે મારે શું કરવું? છેલ્લે વિચાર કર્યો કે હવે મારે ચોરી કર્યા સિવાય છૂટકો નથી. મારા બંધુએ ! વિચાર કરે. એ શ્રાવક કેટલે દુઃખી હશે કે તેને ચેરી કરવાનું મન થયું. એક સંસ્કૃત સુભાષિતમાં પણ કહ્યું છે કે “મુક્ષિતો fક રોતિ પામ્” (ભૂખ્યો માણસ શું પાપ નથી કરત) આ યુવાનને ચેરી કરવાનું મન થયું તે ક્યાં થયું ? ને કયા દિવસમાં