________________
૧૪૦
શારદા સાગર
न सा जाई, न जोणी न तं कलं न तं ठाणं ।
न जाया मुया जत्थ, सब्वे जीवा अणंतसो ॥ એક પણ નિ, એક પણ કુળ ને એક પણ જાતિ કે સ્થાન એવું નથી કે જ્યાં જીવ ઉત્પન થયે ના હોય! કાગે મનુષ્ય પણ ઓજ કરોડપતિ આવતી કાલે રોડપતિ બની જાય છે. આજને શ્રીમંત કાલે ગરીબ બની જાય છે. આજને સ્વરૂપવાન કાલે કદરૂપ બને છે. આજનો નિરોગી કાલે રોગી બની જાય છે. જુઓ, સનતકુમાર ચકવતિનું કેવું સૌન્દર્ય હતું. એને પિતાના રૂપ-સોન્દર્યનું અભિમાન હતું, પણ ક્ષણવારમાં તેના શરીરમાં સેળ રેગો એકીસાથે ઉત્પન્ન થતાં સૌન્દર્ય વિલીન થઈ ગયું. માટે કોઈ ચીજનું અભિમાન કરવા જેવું નથી.
શ્રેણીક રાજા વિચાર કરે છે કે આ મુનિમાં કેટલી નમ્રતા દેખાય છે! સંસારના ત્યાગી છે તેને કઈ જાતની મમતા કે લોભ હેતે નથી માટે તેમની નિર્લોભતા આશ્ચર્યકારી છે. તે ક્ષમાશીલ, નિર્લોભી અને કામના ત્યાગી છે. રાજાને મુનિના કામગનો ત્યાગ એટલે બધે આશ્ચર્યજનક એટલા માટે લાગ્યો કે તે પોતે કામોને ત્યાગ કરે બહુ મુશ્કેલ માનતા હતા. જેમ કે તમને પૈસા બહુ વહાલા છે એટલે પૈસાને છોડવા મુશ્કેલ લાગે છે અને તેથી કોઈ માણસ કરેડની સંપત્તિનો ત્યાગ કરીને સંયમી બને તે બહુ આશ્ચર્યકારી લાગે છે. આ રીતે રાજા કામોને પ્રિય માનતા હતા ને તેને ત્યાગ કરવો મુશ્કેલ માનતા હતા તેથી મુનિને કામગથી વિરક્ત થયેલા જોઈને તેમના આશ્ચર્યનો પાર ન રહ્યો. રાજાએ વિચાર કર્યો કે મુનિ આવા ગુણવાન છે તે હવે મારે નમસ્કાર કરવા જોઈએ. તેથી રાજાએ શું કર્યું?
तस्स पाए उ वन्दिता, काऊण य पयाहिणं । नाइदूर मणासन्ने, पंजली पडि पुच्छइ ॥
- ઉત્ત. સૂ. અ. ૨૦, ગાથા ૭. રાજા મુનિના ચરણમાં પડી ગયા ને પ્રદક્ષિણા કરીને વંદના કરી. આ રાજા શ્રેણિક કેવળ તેના રૂપ-રંગ જોઈને આકર્ષાયા નહોતા. પહેલા મુનિના ગુણ જોયા, તેમના ગુણોનું દર્શન કર્યા પછી દર્શન કર્યું છે. બંધુઓ ! તમારે કરિયાણાની જરૂર હોય તે જ ગાંધીની દુકાને જાય છે. કાપડ લેવું હોય તે કાપડિયાની દુકાને જાવ છો. મીઠાઈ ખરીદવી હોય તે સુખડીયાની દુકાને જાય છે. તેમ તમે ગુણના ગ્રાહક છે તે જ્યાં ગુણવાન વ્યકિતઓ હોય ત્યાં જવું જોઈએ. પેલી ચીજો ખરીદવામાં પૈસા આપવા પડે છે પણ ગુણો ગ્રહણ કરવામાં પૈસા આપવા પડતા નથી. ગુણગ્રાહક વ્યકિતને કોઈનામાં નાનકડે. ગુણ દેખે તે પણ કેવું આકર્ષણ થાય છે !