________________
શારદા સાગર
૧૩૯ .
ગપ્પા મારતા આવે ને પછી આવીને બેસી જાવ. જે સાંભળ્યું તે ઠીક છે પણ મેડા પડવાથી ન સંભળાયું તેને હૈયે અફસેસ ખરે? અને બીજે દિવસે સમય ચૂકી ન જવાય તેની કાળજી ખરી?
ભગવાને ચાર જ્ઞાનના ધણી ગૌતમ સ્વામીને પણ કહ્યું છે કે “સમય જોયમ મા માયણ ” હે મૈતમ! એક સમય માત્રનો પ્રમાદ ન કર, દૈતમ સ્વામી જેવા એક પળને પણ પ્રમાદ ન કરનારને ભગવાન મહાવીર પ્રમાદ ન કરવાનું કહેતા હતા. ત્યારે આપણા પ્રમાદની તે વાત ક્યાં? અમાપ પ્રમાદ આજે આપણામાં પેસી ગયા છે. ચર્મચક્ષુથી તે ગણત્રી ન થાય. બીજી બાજુ તમે સમય જેવા શું રાખો છો? લગભગ ભાઈબહેનના હાથે ઘડિયાળ જેવામાં આવે છે. “Time to Time” સમયસર કામ કરનારા એવા ઘણું હોય છે કે જે અથાગ પરિશ્રમ વડે કાર્યમાં રત રહે છે. તેઓને પણ પૂછે કે જીવનમાં સમયની કિંમત કેટલી ? આજે તે કિંમત સમયની નહિ પણ ફેશનની થઈ રહી છે. પણ જ્યારે ફેશન જીવનને રાખ બનાવશે ત્યારે તેને સમયની મહત્તા જણાશે, ફેશન વધી, પ્રમાદની લિમિટ ન રહી. સંસારને રંગ વધતે ગયે. રાગમાં જેડા અને મોહ આવીને ઘર કરી ગયે. આવી રંગીલી દુનિયામાં મેહનીય કર્મથી મૂંઝાયેલા આત્માને પૂછીએ તો કહેશે કે હું શું કરું? કેવી રીતે છૂટું? પણ આ સંસારને ઠોકર મારીને નીકળી જાઉં એ વિચાર અમલમાં ન આવે તે ક્યાંથી છૂટી શકે ! ઘેનની પડીકી લેનાર માનવીને ભાન નથી રહેતું તેવી રીતે મેહની પડીકીથી ગ્રસ્ત થયેલાને સંસારમાં સારાસારનું ભાન નથી.
જેઓ મેહને હટાવી સંસારને લાત મારીને નીકળી ગયા છે તેવા મહાન મુનિ અનાથી નિગ્રંથ મંડીકુક્ષ ઉદ્યાનમાં પધાર્યા છે. શ્રેણીક રાજા તે મુનિને જોઈને આશ્ચર્ય પામી ગયા છે કે અહા! શું મુનિનું રૂપ છે! શું તેમની સામ્યતા ને શું તેમની ક્ષમા છે! રાજાએ મુનિ સાથે વાર્તાલાપ કર્યો નથી કે મુનિએ તેની સામે જોયું નથી. છતાં આ રાજાએ મુનિને જોતાં જાણી લીધું કે આ મુનિના મુખ ઉપર રહેલી સામ્યતાં જોતાં જ લાગે છે કે એ ક્ષમાવાન છે. ક્ષમાને બદલે ક્યાય કરનારા અને નમ્રતાને બદલે અભિમાન લઈને ફરનારા બહુ જોવા મળે છે. કષાય અને અભિમાન જીવને ચતુર્ગતિના ચકકરમાં ભમાવે છે. છોકરાઓ બલબેટ રમે છે એ તો તમે જુઓ છોને? બોલને કેમ ઊછળવું પડે છે? તેના પિટમાં હવા છે માટે. તેવી રીતે હે જીવ! તારામાં જ્યાં સુધી અહંકારની હવા ભરેલી છે ત્યાં સુધી તારે ચતુર્ગતિમાં ભમવું પડશે. અહીં જીવને ક્ષણે ક્ષણે માન અપમાન સતાવે છે. પણ પૃથ્વી-પાણી-અગ્નિ, વાયુ અને વનસ્પતિમાં ઉત્પન્ન થયે, કીડી મકોડામાં ઉપજે ત્યાં કયાં તારું માન હતું, તે વિચાર કર ભગવાન કહે છે આ જીવે માથાને એક વાળ મૂકે તેટલી જગ્યા ખાલી નથી રાખી કે જ્યાં જીવ ઉત્પન્ન થયે ન હોય.