SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શારદા સાગર વ્યાખ્યાન નં. ૧૭ શ્રાવણ સુદ ૩ ને શનિવાર તા. ૯-૮-૭૫. અનંત ઉપકારી, શાસનપતિ, ચરમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુ વસુંધરા ઉપર વિચરતા વિચરતા આત્માના ઉત્થાન માટે અનેક વખત કહી ગયા છે કે આ સંસાર અસાર છે. संसारम्मि असारे, नत्थि सुहं वाहिवेयणा पउरे । जाणन्तो इह जीवो न कुणइ, जिणदेसिअ धम्मे ॥ તમને પૂછવામાં આવે કે સંસાર કે? તે તમે કહેશે કે સંસાર ખારે છે. પણ ખરેખર ખારે લાગ્યો છે? ના. એ તે ઉપરથી પ્રારે પણ હેયામાં સાકર જેવો ગાજે લાગે છે. મીઠા જેવો ખારે લાગતું નથી. સંસાર ખારે કોને લાગે? ઘરબાર, ધનવૈભવ, કુટુંબ કબીલાને ત્યાગ કરી સંયમ લે તેને સંસાર ખાર લાગે. જેમ છાશનું વલેણું કરનાર બાઈ માખણ કાઢી લે તેમ સાર કાઢતાં આવડતું હોય તે અસાર સંસારમાંથી આત્મા સાર કાઢી શકે છે. છાશમાંથી માખણ કાઢતાં ન આવડે તે બાઈ પુવડ કહેવાય તેમ જેને અસાર સંસારમાંથી સાર કાઢતા ન આવડે તેને શું કહેવું? સંસાર અસાર છે, ખારે છે, દાવાનળ જેવો છે. દાવાનળમાંથી બચવા માટે, એની ભયંકરતામાંથી મુક્ત થવા માટે જ્ઞાની ભગવતેએ અચિંત્ય માર્ગ બતાવ્યા છે, તે છે ચારિત્રને અમેઘ પંથ. તમને થવું જોઈએ કે એ પંથ મને ક્યારે મળે? એના સતત ચિંતન-મનન અને પરિશીલનમાં ઓતપ્રેત બનવું જોઈએ, સંસારમાંથી સાર કાઢતા શીખવું જોઈએ. જે આત્માએ સંસારમાંથી સાર કાઢીને આદર્શરૂપ બની ગયા તે મહાન વિભૂતીઓ બની ગયા. તે આપણા માટે માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની ગયા. સંસારના તમામ વ્યવહારમાં, ખાવા પીવામાં, પહેરવા ઓઢવામાં પણ સારાસાર મેળવી શકાય છે. તમારી સંસારની પ્રવૃત્તિઓમાં કલાકોના કલાકે અને દિવસના દિવસે પસાર થઈ ગયા પણ તમે શું સાર કાઢયો? લક્ષમી કયાંથી લાવું ને કેમ ભેગી કરું તેની હાયવરાળમાં રાત-દિવસ રચ્યા પચ્યા રહેવાથી ભૂખ-તરસ લાગે છે? બસ, એક ધૂમ છે કયારે લક્ષમી આવે! કયારે કરોડપતિ થાઉં! આમાં આત્માને શું સાર કાઢયે? જીવને સમયની કિંમત ક્યાં છે? દુકાન ખેલવા ટાઈમમાં ફરક પડે તે આકુળ વ્યાકુળ થઈ જાય પણ વીતરાગવાણી સાંભળવાની પળ ચૂકી જાય તે થાય ખરું કે હાય! મારું ચાલ્યું ગયું! તમે રેલ્વે સ્ટેશને મેડા પહોંચશે તે ગાડી ઊભી રહેશે ખરી? ના. ન ઊભી રહે. પછી ભલે ટિકિટ કઢાવેલી હોય કે રીઝલ્ટ હોય તે પણ નકામી થઈ જાય. કેમ બરાબર ને? પૈસા ય પાછા ન મળે. ત્યાં તમે મોડા ન જાવ કારણ કે સમય અને પૈસા બંનેની કિંમત છે. વીતરાગવાણી સાંભળવામાં મોડા પડે તે વીતરાગવાણુની ગાડી ઉપડી જતી નથી તે તમને ખબર છે તેથી હૈયામાં શાંતિ હય, ઉચાટ ન દેય. રસ્તામાં મ્હાલતા હાલતા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy