SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ થોરદી સાગર ઉગ્ર પુરુષાર્થ કરી ઘાતકર્મો ઉપર ઘા કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્યારે સંસાર ઉપરથી જીવને આસકિત ઉઠી જાય છે ને ભવભ્રમણને થાક લાગે છે ત્યારે આવે પ્રચંડ પુરુષાર્થ કરી શકે છે. અનંતકાળથી જીવ ભવભ્રમણ કરી રહ્યો છે તેનું કારણ શું? સંસાર પ્રત્યેની રૂચી, આશા અને તૃષ્ણા. આ સંસારમાં જીવને એક પછી એક ઈચ્છાઓ થયા કરે છે. ભગવાન મહાવીરે ઉત્તરાધ્યયન સૂત્રમાં ઈચ્છાને આકાશ સાથે સરખાવી છે. આ અપેક્ષા સચોટ છે. કારણ કે છ દ્રવ્યોમાં ધમાંસ્તિકાય વિગેરે કરતા આકાશ અનંત છે અને કાકાશ કરતા તે અલોકાકાશ તે અનંતાનંત ગણું છે, જેને પાર નથી. તેમ ઈચ્છા પણ અનંત છે. એને કઈ પાર પામી શકે તેમ નથી. બંધુઓ! જન્મ વિના જન્મતી હોય તે તે ઇચ્છા છે. એને સ્થળની, સમયની જરૂર નથી. એક ક્ષણમાં આળસ મરડીને ઊભી થાય ને તમારી સામે આવીને ઊભી રહે, અને કામે લગાડી દે. એક પછી એક ઈચ્છાઓ શરૂ થઈ જાય છે. માણસ બિચારે એ ઈચ્છાઓને પૂરી કરવા માટે પ્રયત્ન કર્યા કરે પણ ઈચ્છાઓ પૂરી થતાં પહેલા માણસ પૂરો થઈ જાય છે. કારણ કે તૃષ્ણ અનંત છે અને પદાથે પરિમિત છે. આયુષ્ય પણ પરિમિત છે એટલે તૃષ્ણાનો અંત આવતું નથી. આયુષ્યને અંત આવી જાય છે. આ વાતને સમ્યક્દષ્ટિ આત્મા સમજી શકે છે. સમ્યકત્વ એ શું ચીજ છે? એક અંતરની રૂચી છે. અંતરની ભૂખ છે. તેના અર્થની શ્રધ્ધા એ સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન આવ્યા પછી હેય-વ અને ઉપાદેયની પ્રતીતિ થાય છે ને આત્મા પ્રત્યેની રૂચી થાય છે. રૂચી હોય તે બધું ગમે છે આત્માની રૂચી હોય તો ધર્મસ્થાનકે આવવું ગમે અને ધર્મક્રિયાઓમાં રૂચી થાય કોઈ આત્માની વાત કરે તો સાંભળવી ગમે. આત્મતત્વને રસ ધરાવતા અને આગળ વધેલા આત્માઓને જોઈને એનું હૈયું આનંદિત બને, એની વાતો સાંભળે, એની ઉપાસના કરે અને મનમાં એવી ભાવના ભાવે કે હે પ્રભુ! હું આના જે ક્યારે થઈશ? હું કયારે સ્વરૂપમાં કરીશ! અને આ રૂચી વધતાં ઈચ્છાઓ આપમેળે શાંત થવા માંડે છે. કદાચ અંદર ઊંડે ઊંડે ઈચ્છાઓ પડી હોય તો પણ જેર કરી શકતી નથી. અંદરની રૂચી પ્રગટયા વિના માત્ર પૈસા ખર્ચવાથી ધર્મ થાય છે એમ માનવું તે જમણુ છે. જે પૈપાથી ધર્મ થઈ શકતે હેત તે ચક ર્તિ એ પણ ધન ખચીને ધર્મ કરી લેત. જેના ચરણમાં ઈ િનમતા હતા, જેની સેવામાં દેવે હાજર રહેતા હતા, એવા ચક્રવર્તિઓ ધામ સહ્યબી છેડીને પગપાળા વિહાર કરવા, ઘરઘરમાં બૈચરી લેવા ચાલી ની ળ્યા. કારણ કે અંદરથી આત્માની રૂચી પ્રગટ થઈ હતી. તેમને સમજાયું હતું કે આ સંસારના સુખે ક્ષણિક છે. ઉછીના લાવેલા દાગીના જેવા છે. જે પૈકામાં સુખ હત તે ચક્રવર્તિઓને ત્યાગ કરવાની જરૂર ન પડત. પણ સમ્યગદર્શન પ્રગટ થયા પછી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy