SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર જીવન બરબાદ થતું હોય તે થવા દેવું. મિત્ર કહે ના ભાઈ! એમ જરાય નહિ. જે મને તારું ભાવિ જીવન બરબાદ થતું લાગતું હેત તે હું તને જરાય આગ્રહ ન કરત. હું વડીલને સમજાવત. પરંતુ અંજના સાથે તારું ભાવિ જીવન ઉજજવળ લાગે છે. માટે હું તને આટલું કહું છું. તને એમ લાગે છે કે અંજનાને છોડીને તું બીજી કઈ કન્યા સાથે લગ્ન કરીશ તે શું સારું ભાવિ જીવન ઉજજવળ બની જશે! અરે, જે તારું પ્રારબ્ધ વાંકું હશે તે સારી માનેલી કન્યા પણ પરણ્યા પછી બગડી જતાં વાર નહિ લાગે. આ કે હિતસ્વી મિત્રી કે પવનકુમાર રાજપુત્ર હોવા છતાં સત્ય વાત કહેતા અચકાતો નથી. છેવટે પવનકુમારે મિત્રની વાતનું ઉલંઘન ન કરી શકવાથી અંજના સાથે લગ્ન કરવા માટે તેણે સંમતિ આપી. પરંતુ અંતરમાંથી અંજના પ્રત્યે દુર્ભાવ તે ન ગયે. કયાંથી જાય? કારણ કે પૂર્વે એવા કર્મો કર્યા છે કે પતિના હૈયામાં પોતાના પ્રત્યે સદ્દભાવ જાગવા જ ન દે. એમ કરતાં લગ્નને દિવસ આવી ગયે. પ્રહલાદ રાજા તથા કેતુમતી રાણીને આનંદને પાર નથી. કારણ કે પ્રાણુ કરતાં અધિક પ્રિય પુત્રનો લગ્નમહોત્સવ જ્યારે મંડાયે હોય ત્યારે માતા કેતુમતીના આનંદનું પૂછવું જ શું? આખા નગરમાં ઠેર ઠેર ધજાઓ બાંધી દીધી. તેણે કમાનેથી નગરને શણગારી દીધું. સતી અંજના પણ પોતાના ભાવિ જીવનના મધુર સ્વપ્નને જોતી હર્ષના સાગરમાં ઝીલવા લાગી. સના દિલમાં આનંદ છે પણ પવનકુમારને ગુસ્સાને પાર નથી. મટી જાન જોડી પવનકુમાર પરણવા જાય છે. જાનૈયાને પણ હર્ષને પાર નથી. પણ પવનજીનું મુખડું મલકાતું નથી. જાન મહેન્દ્રપુરી આવી. મહેન્દ્રરાજાએ ખૂબ ધામધૂમથી સામૈયું કર્યું. શુભ દિવસે અંજના અને પવનજીના લગ્ન થયા. અંજનાએ અંતરથી પવનકુમારને પતિ તરીકે સ્વીકાર કર્યો. પરંતુ પવનકુમારે તે માત્ર બાહ્ય વ્યવહારથી અંજનાને પત્ની તરીકે સ્વીકાર કર્યો. એના હૃદયમાંથી તે અંજનાને કયારનો ય દેશવટે મળી ચૂકયો હતો. મહેન્દ્રરાજાએ પિતાની લાડીલી પુત્રીને અતિ મમતાથી અપૂર્વ પહેરાણી કરી. હાથી-ઘડાહીરા-મોતી આદિ ખૂબ કરિયાવરમાં આપ્યું. માતા મનોવેગાની આંખમાંથી તો આંસુની ધારા વહી રહી હતી. પિતાની એકની એક વહાલસોયી પ્યારી પુત્રીને વિયેગ સહન કરવાનું ગજું એનામાં કયાંથી હોય? હવે માતા-પિતા પિતાની વહાલી પુત્રીને રડતી આંખે કેવી કેવી હિત શિખ મણ આપી સાસરે વળાવશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૧ અષાડ વદ ૧૫ ને રવિવાર - તા. ૩-૯-૭૫ ૨૪ અંકું, આ સ્તર ને કહેજે રાગ-દ્વેષના વિજેતા અને મેક્ષ માર્ગના પ્રણેતા પરમ પિતા પ્રભુ મહાવીરસ્વામીએ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy