________________
શારદા સાગર
વિચાર જે મનુષ્ય કરે તે કયારેય પણ તેને અફસોસ ન થાય. તેણે સોની નોટ પિતાની માની એટલે ગઈ તે અફસોસ થયો. આ રીતે જીવ જ્યાં પિતાનું માને છે ત્યાં દુઃખ થાય છે. પિતાનું ન માને તે તેને છોડવાનું જરા પણ દુઃખ નહિ થાય. આ સમજવા માટે મહાન પુરૂષે કહે છે, કે ભવરગ એ છે કે જેથી જીવને ચારે બાજુથી ભેગું કરવાનું મન થાય છે. માટે મોટામાં મોટો રોગ ભવરોગ છે. હવે શિષ્ય ગુરૂને પૂછે છે કે ભવનેગને નાબૂદ કરવા માટે દવા કઈ છે? કે જેનું સેવન કરવાથી જીવ આ ભવાગથી છૂટી શકે ?
ગુરૂ કહે છે, હે શિષ્ય! ભવરગ નાબૂદ કરવા માટેનું મોટામાં મોટું ઔષધ વિચારણા છે. હવે તે વિચારણા કઈ? આત્માની વિચારણા, તમે જ્યારે અહીં બેસીને વ્યાખ્યાન સાંભળતા હો ત્યારે આ બધે વિચાર આવે છે પણ ઘેર જઈને ભૂલી જાવ છો. ઘરે તે શિલિક સુખની પ્રાપ્તિને વિચાર કરો છો પણ ખરેખર જે વિચાર કરે હોય તો સવારમાં ઉઠતાવેંત એ વિચાર કરે જોઈએ કે હું કોણ છું? ક્યાંથી આવ્યો છું ? કયાં જવાને છું? ને મારું સ્વરૂપ શું? અત્યારે હું કેવી દશામાં છું? એ રીતે વિચાર આવશે તો અંદરથી જવાબ મળશે કે હું પૂર્ણ સ્વરૂપ છું, આનંદઘન છું. સ્વભાવદશામાં રમનારા એવા મારે પિગૅલિક પદાર્થો સાથે કાંઈ લાગતું વળતું નથી.
જેવી રીતે કપડાને ઘીમાં ઝબોળીને દિવાસળી ચાંપવામાં આવે તો ઘી અને કપડું બધું બળી જવાનું અને તેમાં ત મળી જવાની. તેમ શરીર પણ અંતે બળી જવાનું ને એક ચૈતન્ય તત્વ ત્રણે કાળમાં અખંડ રહેવાનું. આ જીવને દરેક ભવમાં જ્યાં ગમે ત્યાં ભેગની સામગ્રી મળી છે પણ હું ચેતન્યસ્વરૂપી છું તેની ઓળખાણ થઈ નથી માટે આ દેહ ધારણ કરવું પડે છે. આ વિચાર આવશે તે ફરીને અંતરમાં વિચાર આવશે કે આ દેહ છેડીને ક્યાં જવાનું? તો જવાબ મળશે કે જેવી કરણ કરી હશે તે પ્રમાણે જવાનું છે. જીવનનું સરવૈયું કાઢે તે ખબર પડે કે તમે કેવા પાપકર્મો કર્યા છે ને કેવા સારા કાર્યો કર્યા છે ! જમા ઉધારને સરવાળો કરીને જુઓ કે કયું પલ્લું નમતું છે. એ પ્રમાણે ગતિને વિચાર કરે.
સવારમાં ઉઠીને હું કે કયાંથી આવ્યું? ક્યાં જવાને એ ત્રણનો પાંચ મિનિટ વિચાર કરે. આત્માએ પિતાને વિચાર કરવાનું છે. ધરતીકંપ થાય ને જીવન નાશ પામે એવા જીવન માટે કાંઈ તૈયારી ન હોય તો આપણું જેવો બીજે મુખ કેશુ? આટલા માટે તમને કહું છું કે તમે જ વિચાર કરો કે હું કોણ? શરીરથી અને ઈન્દ્રિઓથી પર એ આત્મા. તલવાર અને મ્યાન જેમ જુદા છે તેમ શરીર અને આત્મા બંને ભિન્ન છે. આવું ભેદજ્ઞાન જેને થશે તે એમ સમજશે કે જેમ તલવાર મ્યાનમાં રહે છે તેમ આત્મા શરીરમાં રહે છે પણ તે શરીરથી જુદો છે. અજ્ઞાની