________________
શારદા સાગર
આત્મા જે ભાગે મેળવવા માટે ફાંફા મારે છે, તલસે છે તે ભેગે જ્ઞાની મહાત્મા પાસે આવે તે તેના સામું પણ ન જુએ. સ્થૂલિભદ્રની સામે કોણ હતું? ભલભલાના મન ચલાયમાન કરી દે તેવી કોશા ગણિકા હતી ને? છતાં સહેજ પણ તેમનું મન ડગ્યું નહિ.
તમે જમવા બેઠા હૈ, દૂધપાક આવે તેમાં કેસર, બદામ, પિસ્તા, ચારોલી બધું નાંખેલું હોય પણ ખબર પડે કે તે દૂધપાકમાં ગળીની લાળ પડેલી છે તો તેવા દૂધપાકને તમે ખશે ખરા? નહિ ખાવ ને? તે રીતે જીવને જ્યારે સમજાય કે ભેગો મને મારી નાંખનાર છે, ત્યારે એ ભેગોની લાલસા દૂર થશે પણ તે માટે દષ્ટિ કેળવવી પડશે. રથનેમી ગુફામાં બેઠા હતા. રાજેમતીને ત્યાં આવેલી જેને ધ્યાનથી ભ્રષ્ટ થયા. રાજેમતી પાસે ભોગની પ્રાર્થના કરી ત્યારે રાજેમતીએ રથનેમીને સમજાવ્યું કે અશુચિ ભરેલી કાયા, મળમૂત્રની કયારી એ તમને કેમ લાગી પ્યારી? એ રીતે સમજાવીને રાજેમતીએ થનમીને ભેદજ્ઞાન કરાવ્યું એટલે દષ્ટિ ફરી ગઈ. ઉપદેશને અંકુશ બરાબર લાગે ને આત્મસિદ્ધિ કરી ગયા.
બંધુઓ ! આપણને પણ આવું ભેદજ્ઞાન થાય તે માટે સાચા સદ્દગુરૂઓ ભરેગનું ઔષધ શું? તે બતાવતા કહે છે “વિચારણ”, તે તમે એવા વિચાર કરો કે આ ભવમાં કલ્યાણ થઈ જાય. જે આત્માને વિચાર નહિ કરો તે વિચાર વિનાનું અજ્ઞાન ઘેટું પિતાના ટોળામાંથી છૂટું પડી આમથી તેમ દડદડ કરે છે તે કસાઈના હાથમાં જઈને કપાઈ મરે છે તે રીતે કર્મરૂપી કસાઈના હાથમાં વારંવાર અજ્ઞાન જીને કપાવાને વખત આવે છે.
સાચા સદ્દગુરૂના શરણે જવાથી જીવને આવું ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે. શ્રેણીક રાજાએ જે મુનિને જોયા તે મુનિ પણ તત્ત્વજ્ઞ હતા અને સુસમાધિવંત હતા. જે આવા સમાધિવંત હોય તે બીજાને સમાધિ આપી શકે છે. ધ્યાન કરવાનું, કાઉસગ કરવાનું, અનુપ્રેક્ષા કરવાનું પ્રયોજન શું? આત્મસમાધિ પ્રાપ્ત કરવા માટે જ ને? જેના અંતરમાં સમાધિ રહેલી છે તેને મુખડા ઉપર પણ પવિત્ર ભા તરી આવે છે. આ પવિત્ર સંતની જેમ આપણે આત્મા સુસમાધિવંત બનશે ત્યારે એને બધા બહારના કચરા નહિ ગમે. અરે બાહ્ય વિચારોની ગંધ પણ તેને નહિ ગમે.
માખીઓ બે પ્રકારની બતાવી છે. એક માખી પુલ ઉપર બેસનારી અને બીજી તમારા ઘરમાં ફરનારી. જે માખી પુલ ઉપર જઈને બેસે છે તે માખી પુલને રસ ચૂસે છે ને તેનું મધ બનાવે છે અને તે મનુષ્યને ઉપયોગી બને છે. અને જે માખી ઘરમાં કરે છે તે બહાર જઈને ગંદા પદાર્થો લઈ આવે છે ને તેનાથી રોગ પેદા થાય છે. તેવી રીતે આપણું મન પણ બે પ્રકારનું છે. બાહામન અને આત્યંતર મન. બાહ્ય મન બહાર - ભમ્યા કરે છે ને બાહ્ય પદાર્થોના કચરા રૂપ ખરાબ વિચારોને ગ્રહણ કરીને જીવને તેમાં