SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૭ પૂજ્ય શ્રી મહાન આત્માથી હતા. તેઓ એક મહાન વકતા હતા. તેમના અંતિમ સમયે તેમણે સૌને ચેતવી દીધા હતા. તે બધા શિષ્ય પરિવારની વચ્ચેથી વિદાય લેતા હસતા મુખડે સંથારાના પચ્ચખાણ કરી એક કલાકમાં સૌ પરિવારને રડતા મૂકી. આત્મસાધના સાધતા સાધતા નશ્વર દેહને ત્યાગી સંવત ૧૫ના વૈશાખ વદ દશમના આત્મસમાધિ સાધી ગયા. એ ગુરૂદેવના જેટલા ગુણ ગાઈએ તેટલા ઓછા છે. એવા ઉપકારી ગુરૂદેવના જીવનમાંથી કઈ પણ ગુણ અપનાવીએ તે તેમની પુણ્યતિથિ ઉજવી સાર્થક ગણશે. - વ્યાખ્યાન નં. ૧૦ અષાડ વદ ૧૧ ને શનિવાર તા. ૨-૮-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંત કરૂણાનિધિ શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણીની પ્રરૂપણા કરી. શ્રેણક મહારાજ શરીરના આનંદ માટે મંડિકુક્ષ ઉધાનમાં ગયા. ત્યાં તેમણે એક મહાન મુનિને જોયા. તેમનું મુખડું જોઈને ઠરી ગયા. ગઈ કાલે આપણે વિચાર્યું હતું ને કે ગુરૂ કેવા હોય ને શિષ્ય કેવા હોય? હવે શિષ્ય ગુરૂને વંદન કરી નમ્રતાપૂર્વક પૂછે છે કે હે ગુરુદેવ! મેટામાં મોટે રેગ કર્યો? ત્યારે ગુરૂ કહે છે “ભવરગ”. જેમ કેઈને ટી. બી, અગર કેન્સરને રેગ થયો હોય તે તરત વૈકટર પાસે જાય, ડકટરને બતાવે. ડોકટર કહે તમને ફલાણે રોગ છે. તમારે ખૂબ ધ્યાન રાખવું પડશે. તે એ ડોકટરના વચન ઉપર તમને કેટલે વિશ્વાસ છે! એટલો વિશ્વાસ તમને ગુરૂ ઉપર ખરે? તે કહે તે પ્રમાણે ટ્રીટમેન્ટ કરો અને અમે કહીએ તે પ્રમાણે કરે ખરા? આ બધા સંસારના પદાર્થોની આસક્તિ એ રોગ છે. તે વાત તમે જાણે છે. પણ તેને કાઢવાને પ્રયત્ન કરતા નથી. એક માણસ છે, તેને સોની નોટ જડે છે. તે ખિસ્સામાં મૂકે છે. પછી ખિસ્સ કપાઈ જાય છે તેથી તે રડે છે. ત્યારે તત્વચિંતક મુસાફિર કહે છે, ભાઈ કેમ રડે છે? ત્યારે તે બધી સત્ય હકીકત કહે છે. તેની વાત સાંભળી તત્વચિંતક કહે છે કે બહારથી આવી અને બહાર ગઈ. તેમાં રડે છે શા માટે? પેલા માણસને વાત મગજમાં ઠસી ગઈ ને અફસોસ છોડી દીધું. અહીં આપણે પણ એ જ વિચાર કરવાનો છે. હે આત્મન ! વિચાર કર, તારું શું છે? તું આ જગતમાં આવ્યું ત્યારે શું લઈને આવ્યું હતું ને અહીંથી જઈશ ત્યારે શું લઈને જવાનો છે? એક રાતી પાઈ પણ તારી સાથે આવનાર - નથી. પેલા સે રૂપિયાની નેટવાળાની ચિંતા કરતા પણે આપણી દશા બૂરી છે. આ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy