________________
શારદા સાગર થયે તે મિથ્યાત્વી મટીને સમક્તિી બન્યા. બંધુઓ! મિથ્યાત્વ એ મહાન રેગ છે. જેમ રોગી માણસને કયાંય ચેન પડતું નથી તેમ મિથ્યાત્વી છેને કે ગમે તેટલી સાચી વાત સમજાવે તે પણ તેને સાચી દિશા સૂઝતી નથી. આપણું શરીર ઉપર સાડા ત્રણ કેડ રોમરાય છે. અને એકેક રોમે પણ બબ્બે રોગ રહેલા છે. તેમાં સોળ રે મોટા છે. કોઈ માણસને એકસામટા સેળ રોગો થાય ને તેની જે વેદના થાય છે તેના કરતાં પણ મિથ્યાત્વ રૂપી મહારોગની અનંતી વેદના થાય છે. જેમ ટયૂબલાઈટના પ્રકાશમાં નાના બની લાઈટનો પ્રકાશ સમાઈ જાય છે તેમ મિથ્યાત્વના મહારોગ આગળ બીજા રોગો તે કેડિયા જેવા છે. મિથ્યાત્વના રોગમાં બીજા રેગે સમાઈ જાય છે. સોળ રેગે એ દ્રવ્ય રોગ છે ને મિથ્યાત્વ એ ભાવરોગ છે. મિથ્યાત્વના કારણે જીવને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જે સંસારમાં ભમવું ન હોય તે સર્વ પ્રથમ મિથ્યાત્વના મૂળીયાને ઉખાડી નાંખે. કેઈ વૃક્ષને કાઢી નાંખવું હોય તે ઉપરના ડાળા-પાંખડા કાપે કામ નહિ આવે. એના મૂળીયા કાઢવા પડશે આપણું આત્માએ અનાદિકાળથી ડાળા પાંખડા કાપવાની મહેનત કરી છે પણ સંસારનું મૂળ ઉખાડવા મહેનત કરી નથી. અનાથી મુનિ મળતાં શ્રેણીક રાજાએ મિથ્યાત્વના મૂળ ઉખાડી નાંખ્યા.
સનાથ અને અનાથની વ્યાખ્યા સાંભળીને શ્રેણીક રાજાના અંતરમાં અપૂર્વ ઉલ્લાસ થયે ને અનાથી મુનિના ચરણમાં પડી બે હાથ જોડીને કહ્યું કે હે ગુરૂદેવ! આપે તે મને ન્યાલ કરી દીધું. મારું ભવોભવનું દારિદ્ર ટાળી દીધું. આપે મને સનાથ અને અનાથને ભેદ સારી રીતે સમજાવીને મારો મનુષ્ય જન્મ સફળ બનાવ્યું. હવે એક રાજા અનાથી મુનિને શું કહે છે. (પાખી અને એકમ અસજઝાયના દિવસ છે એટલે ગાથા બોલાય નહિ પણ તેને ભાવ કહું છું)
સુન્ન સુદઉં હુ માથુ નમે હે મહામુનિ! આપને ઉપદેશ સાંભળીને મને ખાત્રી થઈ છે કે સુંદર મનુષ્ય જન્મ તે આપને મળ્યો છે ને આપે મનુષ્ય જન્મને લાભ ઉઠાવ્યો છે. આપ જ સાચા સનાથ છો ને સાચા બાંધવ છો. જુઓ, શ્રેણીક રાજા અનાથી મુનિ પાસેથી સદ્દબંધ રૂપી ભેટ મેળવીને તે પણ મુનિને કેવી ભેટ આપે છે તેનું આ ગાથામાં વર્ણન કરેલું છે. જેમ કેઈ રાજાએ કઈ માણસને એક બાગ ભેટ આપે. રાજા દ્વારા ભેટ પામનાર માણસ જે કૃતજ્ઞ હશે તે બાગમાં ઉત્પન્ન થતાં ફળફૂલ રાજાને ભેટ આપ્યા વિના રહેશે નહિ. આ પ્રમાણે ઉપદેશને પાત્ર જે કૃતજ્ઞ હશે તો તે બોધરૂપી બગીચાના ફળફેલ રૂપી બંધ આપનાર ગુરૂને જે પ્રમાણે શ્રેણીક રાજા અનાથી મુનિને રસ્તુતિ દ્વારા ભેટ ધરે છે તેમ ભેટ આપ્યા વિના રહેશે નહિ. આ રીતે કરવું તે સુપાત્રનું લક્ષણ છે. ભગવાને જમાલિને તથા ગોશાલકને પણ બંધ આપે હત ને રેજ સાત સાત જીવની ઘાત કરનાર અર્જુન માળીને પણ બોધ આપે હતે.