SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1007
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૯૬૮ પૂ. મહાસતીજીના વ્યાખ્યાન એવા પ્રભાવશાળી છે કે ગમે તેટલી નકલ બહાર પડે તે પણ આપણે બધાને પૂરી પાડી શકતા નથી. આ ઉપરથી સમજી શકીએ છીએ કે भू મહાસતીજીના વ્યાખ્યાન કેટલા બધા આકર્ષક ને ખાધદાયક અન્યા છે! આ બધા પ્રભાવ તેમની વાણીને છે. આપણે ત્યાં સાત હજાર નકલ બહાર પડે છે. તેના ગ્રાહકો લગભગ નોંધાઇ ગયા છે. આટલી બધી નકલ બહાર પાડવા છતાં લેાકેાની માંગને આપણે પહોંચી શકવાના નથી. આ પ્રસંગે ફરીને પૂ. મહાસતીજી ખથા ઠાણાના તેમજ વાલકેશ્વર સંઘના અને વીરાણી કુટુંબના આભાર માનુ છું. અને કોઈ પણ ભૂલ થઇ હાય તા ક્ષમા માંગું છું. વ્યાખ્યાન ન – ૧૦૯ કારતક વદ ૧ ને બુધવાર સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ ને બહેન! અનંત જ્ઞાની, પરમ તત્ત્વના પ્રણેતા વીતરાગ પરમાત્માએ આપણા જેવા માલ જીવાના ઉદ્ધારને માટે, અનાથતામાંથી સનાથતામાં, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં, આશ્રવમાંથી સવમાં અને પરભાવમાંથી સ્વભાવમાં આવવા માટે આગમ વાણી પ્રકાશી. આત્માને સ્વભાવમાં સ્થિર કરવા માટે આગમની વાણીના સહારો લેવા જોઇએ. કારણ કે આગમવાણી એવી પવિત્ર ને નિર્દોષ છે કે જે તેનું પાન કરીને આચરણ કરે તેના ભવના ભુક્કા થયા વિના રહે નહિ. તા. ૧૯-૧૧-૭૫ . વાણી તે ઘણેરી પણ વીતરાગ તુલ્ય નહિ, પ્યાલા ભર પીવે પ્રાણી, ચેારાશી કહાની હૈ દુનિયામાં વાણી તેા ઘણા પ્રકારની છે પણ કોઈ વાણી વીતરાગ પ્રભુની વાણી જેવી નથી. વીતરાગ વાણીના ઘૂંટડા ગમે તેટલા પીવાય તેા પણ જીવને તૃપ્તિ થતી નથી. જે આત્મા શ્રદ્ધાપૂર્વક વીતરાગ વાણીનુ પાન કરે છે તે અમર સ્થાન સિદ્ધતિને પ્રાપ્ત કરે છે. એ એક જ સ્થાન એવુ છે કે જ્યાં ગયા પછી જીવને પાછા આવવું પડતુ નથી. મનુષ્ય અને તિ ંચાને આયુષ્ય પૂર્ણ થાય એટલે મરવુ પડે છે. નારકી અને દેવની વધુમાં વધુ ૩૩ સાગરાપમની સ્થિતિ છે. તે પૂર્ણ થતાં ચવવુ' પડે છે. ફક્ત સિદ્ધ અવસ્થા એવી છે કે ત્યાંથી પાછા આવવાનું નથી. ભૂતકાળમાં અનંતા જીવા વીતરાગ વાણીનું પાન કરીને સિદ્ધ થયા છે. વર્તમાનકાળે અહીથી નહિ પણ મહાવિદેહ ક્ષેત્રમાંથી સિદ્ધ થાય છે ને ભૂતકાળમાં થશે. કંઇક જીવા એક વખત વીતરાગવાણી સાંભળીને કામ કાઢી ગયા છે. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૦સુ અધ્યયન જેમાં શ્રેણીક રાજાને અનાથી મુનિના સમાગમ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy