________________
અર્પણતાને અજબ નમૂને, જેથી મેળવ્ય જ્ઞાન ખજાને. ક્ષમાની અજોડ મૂર્તિ ગુરૂજી, દેશે દેશમાં પામ્યા રે ખ્યાતિ. શાસ્ત્રોનું અનુપમ જ્ઞાન મેળવી, લખ્યા સિદ્ધાંત આપે બહુભારી. અજમેર સાધુ સંમેલન થયું, જઈને ગુરૂજીએ પદ શોભાવ્યું, શાસનમાં આવા કોહીનૂર હીરા, જેના ન મળે, જગમાં જેટા. ૧૯લ્પ વૈશાખ વદ દશમે, છગન ગુરૂજી સ્વર્ગે સિધાવે, આચાર્ય પદવીએ ગુરૂજી આવે, સાણંદ શહેરમાં ગુરૂજી પધારે. અમીરસ વાણી ગુરૂજી વરસાવે, મને દીક્ષાના ભાવ રે જાગે રત્ન જેવા રત્નગુરૂજી મલ્યા, જીવન બાગના માળી બન્યા, આપ્યું છે અને સંયમ રત્ન, ગુરુજીને કરું કેટી વંદન. આપના શિષ્ય ખડાજી સ્વામી, ફૂલચંદ્રજી સ્વામીને હર્ષદમુનિ, પાર્વતીબાઈ સ્વામી, પરસનબાઈ સ્વામી, જસુભાઈ સ્વામીની શોભતી જોડી. ધ્યાન ગુરૂજી અનેરું ધરતાં, ધરતી ઉપર અદ્ધર થાતા. ચારિત્રનું નુર અનેરું હતું, મૃત્યુને આપે ભાખી રે લીધું. ચાતુર્માસ ગુરૂછ આવતા પહેલાં, આપને કેઈ પૂછવા આવતા, છેલ્લું ચાતુર્માસ ખંભાત ગામે, પધાર્યા ગુરૂજી ખંભાત ગામે, સકામ અકામ મરણના ભાવે, બતાવે ગુરૂજી વ્યાખ્યાન માંહે. ભાદરવા સુદ પાંચમ દિને, શરદીનું જોર ખૂબ જ થાયે, તપસ્વી ફૂલચંદ્રજી સ્વામીને આપે, ભાદરવા સુદ દશમ દિને, સંઘમાં ગુરૂજીએ લાભ આપીને, સુખરૂપ તેમનું પારણું કરાવે ભાદરવા સુદ દશમ દિને, મૃત્યુની તમે તૈયારી કરી. બારવાગે શરદીનું જોર થયું, ચાર આંગળા બતાવી કહી રે દીધું, ૪૮ વર્ષ સંયમ પાળી, આચાર્ય પદવી નવ વર્ષ દીપાવી. શાસન સેવા બજાવી આપે, જૈન ધર્મના ગૌરવ કાજે, અંતિમ સમાધિ અનેરી ઝળકે, પરમ શાંતિના શબ્દ ઉચ્ચરે, સ્વરૂપ દશાની મેજને લુંટે, સમાધિભાવે દેહ જ છૂટે. સંવત બે હજારને ચારની સાલે, ભાદરવા સુદ ૧૧ ને સોમવારે. શૂન્ય દિશાઓ ખંભાતની દિશે, દીપક બુઝાય ચાર જ વાગે. મૃત્યુ જીવન મહેસવતાની, પંડિત મરણને ગયા છે પામી, મુખની કાંતિ અનેરી ચમકે, આશ્ચર્ય સાથે આંસુએ વરસે. ખંભાત સંઘમાં હાહાકાર છવાયે, આઘાત સૌના દિલમાં વ્યાખ્યા, ધર્મ મિનારે ધરતીએ , સંપ્રદાયને મેલ તે પડયે,