________________
ખંભાત સંપ્રદાયના સ્વ. આચાર્ય ગચ્છાધિપતિ પૂજ્ય ગુદેવ બા. બ.
શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબના
નવકાર મંત્રનું સ્મરણ કરી, વર્ધમાન સ્વામીને ચરણે પડી. સાર વિનાના સંસારથી તરવા, ગુરૂગુણગુંજને મુક્તિને વરવા સરસ્વતીદેવી જીભ પર બેસજે, શુદ્ધ અમારી મતિ રે કરજે સ્વીકારું શરણું તમારું આજ, અક૫ ગુણને કહેવાને કાજ. દેજો અક્ષરજ્ઞાન અનંતુ, ગુરૂદેવનું ચારિત્ર હતું બળવંતુ દિવ્ય પ્રસાદી આપજે મુજને, વંદન કરું છું ભાવથી તુજને. રિનગુરૂજીને કહું છું કે, એક ચિત્તે તમે સાંભળજો લેકે બુદ્ધિવંત પાસે મારી શી બુદ્ધિ, ઇન્દુ પાસે જેવી તારાની રિદ્ધિ. કેહીનૂર પાસે શું કાચની શક્તિ, આપની હું શું કરું ભક્તિ ભક્તિની શક્તિ આપજે અતિ, મારામાં છે જે અલ્પ બુદ્ધિ. સાબરકાંઠે ગલિયાણ ગામે, જમ્યા ગુરૂજી એહ જ ગામે સંવત ૧૯૨ સાલે, કારતક સુદ અગિયારસ દિને. ક્ષત્રિય કુળમાં કહીનૂર પ્રગટ, જેતાભાઈને ઘેર ચમ. માતા જ્યાબેનને હીરે, સંયમ લેવામાં બને છે શૂરે. સૂર્યના કિરણે ફેલાતા જાય, તેમ તેમ ગુરૂદેવ મટેરા થાય પુત્રના આવા લક્ષણે જેયા, તેથી રવાભાઈ નામ દેવ.ય. રૂના કાલા વીણાવા કાજે, વટામણ ગામમાં ગુરૂજી જાવે સતીજીનું સ્તવન સુણી, અંતરમાં વૈરાગ્યની વીણા વાગી. ગુરૂજી સ્વામીનારાયણ પંથના ગઢડા શહેરમાં આવીને રહ્યા તે પંથની મહંતે એમ રે કીધું, તમારો ભાગ લઈને આવે. લક્ષમી હોય ત્યાં સંયમ કેમ કહેવાય, ગુરૂજીના મનમાં વિચાર થાય. પરમ પ્રતાપી વિરલ વિભૂતિ, છગન ગુરૂજી ક્ષત્રીય જાતિ, ગુરૂજી પાસે આવીને મલ્યા, સંયમના તેજ સવાયા થયા, કુટુંબીજનોની આજ્ઞા લઈને, આવ્યા ગુરૂજી ખંભાત ગામે. મહા સુદ પાંચમ દિને, ખંભાત શહેરે ઓચ્છવ થાય. ગુરૂજીએ પાડયું ઉત્તમ નામ, રત્નચંદ્રજી શુભ છે નામ. દયા સરલતા ગુરૂજીને વર્યા, અભ્યાસ કરીને પંડિત બન્યા,