SearchBrowseAboutContactDonate
Page Preview
Page 936
Loading...
Download File
Download File
Page Text
________________ શાહ શન પૂર્ણ કરી. તા. ૨૭મીને રવીવારે પૂ મહાસતીજી વિહાર કરશે. પૂ. મહાસતીજી પધાયાં ત્યારે સૌના દિલમાં ખૂબ આનંદની ઉર્મિઓ ઉછળતી હતી. અને આજે આપણે સૌના દિલમાં ખૂબ દુઃખ થાય છે. પૂ. મહાસતીજીએ પાંચ મહિના સુધી વીતરાગ વાણને અખલિત પ્રવાહ વહાવ્ય છે અને આપણને અમૂલ્ય વાનગી પીરસી છે. તેમજ અથાગ પરિશ્રમ કરી આપણું ક્ષેત્રમાં જથાબંધ વહેપાર કર્યો છે. તેઓ હોલસેલ વહેપારી છે. વહેપારીને કમાણુ થતી હોય ત્યારે ગમે તેટલું કામ કરે તે પણ થાક લાગે નહિ તેમ આપણું પૂ, મહાસતીજીને વહેપાર ધમધોકાર ચાલતું હતું એટલે તેમને થાક લાગે નથી. પૂ મહાસતીજીની તબિયત ઘણીવાર બરાબર ન હોય છતાં તેને નહિ ગણકારતા આપણને વિતરાગ વાણને લાભ આપે છે. - પૂ. મહાસતીજીનું આત્મબળ અદૂભૂત છે. પરોપકારી આત્માઓ બીજાના હિત માટે પિતાના દેહની દરકાર કરતા નથી, તે જ રીતે પૂ. મહાસતીજીએ પિતાના શરીરની પરવા ર્યા વિના આપણને ધર્મ પમાડવા માટે અથાગ પરિશ્રમ કર્યો છે. જૈનેતરેએ પણ પૂ. મહાસતીજીને ખૂબ લાભ લીધું છે. પર્યુષણ પછી પણ ઉપાશ્રય માનવમેદનીથી ભરચક રહ્યો છે, તે પૂ. મહાસતીજીની વાણીને પ્રભાવ છે. પૂ. મહાસતીજીની વાણીમાં અલૌકિક જાદુ છે. તેમના વ્યાખ્યાનના પુસ્તકો પરદેશમાં પણ ખૂબ પ્રસિદ્ધિ પામ્યા છે, અને જૈન-જૈનેતર સહુ તે જ્ઞાનનો લાભ લે છે. આવા સંતે નૌકા સમાન છે. તે પિતે તરે છે બીજાને તારે છે. આ ચાતુર્માસમાં તપશ્ચર્યાઓ ખૂબ થઈ છે. નવા નવા વ્રત નિયમો થયા છે. પ્રભાવનાઓ પણ ખૂબ સારી થઈ છે જે આટલા વર્ષોમાં રેકોર્ડ તેડ્યો છે. આવું ચાતુર્માસ આપણું સદભાગ્યે જ સાંપડ્યું છે. સમય ઘણે થઈ ગયો છે. મારા પહેલા બંને રસીક માઈ ઘણું કહી ગયા છે, એટલે હું મહાસતીજીની ક્ષમા માંગી ફરીને બેરીવલી ક્ષેત્રને પાવન કરવા વહેલા વહેલા પધારશે અને ચાતુર્માસને લાભ અાપશે. શાસનદેવ આપને ખૂબ શક્તિ આપે, આપ વિહારમાં ખૂબ શાતા પામે. એવી પ્રાર્થના સહિત વિરમું છું. છે. શારદા દર્શન ભા ૧-ર-૩ સમાપ્ત તા. ક. પૂ. મહાસતીજીએ વ્યાખ્યાન પાંચ મહિના દરરોજ ફરમાવ્યા છે પણ પુસ્તક ઘણું મોટું થઈ જવાથી કાંઈક બબ્બે વ્યાખ્યાનને સાર ભેગા કરી એ કેક વ્યાખ્યાનમાં લખે છે. શારદા દર્શન પુસ્તકમાં કઈ પણ પ્રકારની ભૂલ રહી હોય તે વ્યાખ્યાનકારકની કે લખવારની નર્થી પણ મુદ્રણ દેશ છે. તે આ માટે વાંચકે ને વિનંતી કરવામાં આવે છે કે આપને વ્યાખ્યાન છાપવામાં પ્રેસની કોઈ ભૂલ દેખાય તે શુદ્ધિપત્રકમાં જેશે, છતાં કઈ ભૂલ દેખાય તે વાંચકોને સુધારીને વાંચવા નમ્ર વિનંતી છે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy