SearchBrowseAboutContactDonate
Page Preview
Page 875
Loading...
Download File
Download File
Page Text
________________ યાદ છે ગાંડા ઘેલા થઈ જાઓ છો ને? કૃષ્ણવાસુદેવ કેઈપણ સાધુને જોતાં તે તેમનું હૈયું હરખાઈ જતું હતું તે પછી પિતાના સગાભાઈએ દીક્ષા લીધી હોય તે કેટલા ગાંડા ઘેલા થઈ જાય ! એક રાત્રી છ મહિના જેવી ભયંકર પસાર કરીને હર્ષભેર સવારમાં દર્શન કરવા આવ્યા. ભગવાનને વંદન કરીને બીજા બધા સંતના દર્શન કર્યા. બધા સંતોને જોયા પણ કયાંય પિતાના લઘુભાઈ નવદીક્ષિત ગજસુકુમાલ અણગારને જયા નહિ, એટલે પાછા ભગવાન પાસે આવીને ભગવાનને વંદન કરીને પૂછે છે કે હે ત્રિલેકીનાથ ! આપ મનમનની અને ઘટઘટની વાત જાણનારાં સર્વજ્ઞ છે. એટલે આપને હું શું પૂછવા આવ્યો છું તે આપે જાણી લીધું છે પણ મારા અંતરને ઉભરો શમાવી શકતે નથી તેથી લાગણીવશ થઈને પૂછું છું કે એક માતાના ઉદરમાં આળેટેલા ને એક જ માતાનું દૂધ પીધેલા એ મારે સદર નાનાભાઈ અને આપના નવદીક્ષિત શિષ્ય ગજસુકુમાલ અણગાર કેમ દેખાતા નથી? મારે તેમને વંદન નમસ્કાર કરવા છે. બંધુઓ ! જેમ ચાતક મેઘની રાહ જુએ છે તેમ ભગવાન શું કહેશે તે સાંભળવા માટે કૃષ્ણવાસુદેવ ભગવાનના સામું જોઈ રહ્યા છે, ત્યારે સર્વજ્ઞ પ્રભુ શું કહે છે. तए अरहा अरिट्टनेमि कण्ह वासुदेवं एवं वयासी साहिए ण कण्हा । गयसुकुमाले . મળri ago ગો હે કૃષ્ણ! તમારા ભાઈ ગજસુકુમાલ અણગારે જે અર્થની ‘ સિદ્ધિ કરવા સંયમ લીધે હતો તે અર્થ તેમણે સિદધ કરી લીધું છે. જુઓ, ભગવાન કેવી મર્મકારી ભાષા બેલ્યા ! તમે તે જયાં અર્થની વાત આવે ત્યાં શું સમજશો ? તમે તે અર્થ એટલે ધન જ સમજે ને? પણ વિચાર કરજે, જેણે સંસારની સમગ્ર ઋધિ તણખલા તુલ્ય સમજીને દીક્ષા લીધી હોય, પૈસાને પથ્થર સમજીને પરિગ્રહની મમતા છોડી હોય તેને શું અનર્થની ખાણ જેવા અર્થને મેહ હેય ખરે? જેને મોક્ષનું સ્વરૂપ સમજાઈ ગયું હોય તેને તે ઈન્દ્રની સમૃદ્ધિ પણ તણખલા તુલ્ય લાગે ને સંસારના સુખે અંગારાની ચાદર ઓઢી હોય તેવા લાગે. મેક્ષનાં સુખ આગળ સંસારના સુખે તુચ્છ છે. અત્યાર સુધી જીવે સંસારનું બધું સુખ ભોગવ્યું છે ને દુઃખ પણ ભેગવ્યું છે. તેમાં કંઈ સીમા રાખી નથી. માત્ર નથી મેળવ્યું મોક્ષનું સુખ. મોક્ષનું સુખ નિરૂપમ અને અદ્વિતીય છે. આચારાંગ સૂત્રમાં ભગવંત કહે છે કે યુવા જ્ઞ# વિકના મોક્ષના સુખને ઉપમા આપવા લાયક આ સંસારમાં કઈ ચીજ નથી. ઉપમા કેની આપી શકાય? જેની આપણે ઉપમા આપીએ તેના જેવી દુનિયામાં બીજી કઈ વસ્તુ લેવી જોઈએ. તમે ઘણીવાર છાશ પીતાં કહે છે ને કે આ છાશ દૂધ જેવી મીઠી છે. છાશ સામે દૂધ છે તે છાશને દૂધની ઉપમા આપી શકાય, પણ જેના જેવી બીજી કઈ ચીજ ન હોય તેને શેની ઉપમા અપાય? તેમ મેક્ષના સુખને ઉપમા આપવા લાયક આ સંસારમાં એક પણ સુખ નથી, એટલે મોક્ષનું સુખ નિરૂપમ છે. આજે ઘણું તર્કવાદીઓ એમ કહે છે કે મેક્ષમાં તે કંઈ જ પ્રવૃત્તિ કરવાની
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy