SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન નહિ. નાટક સિનેમ કંઈ જવાનું નહિ તે ત્યાં જઈને શું કરવાનું? ધુણવાનું? (હસાહસ) અજ્ઞાની ઇવેને ભાન નથી હતું. તેથી તે આમ બોલે છે. બાકી તમારે નાટક સિનેમા જોવા માટે લાઈનમાં ઉભા રહીને પૈસા ખર્ચીને ટિકિટ લેવી પડે છે ત્યારે નાટક સિનેમા જોવા મળે છે, પણ સિધ્ધ ભગવંતે તે કઈ જાતની ટિકિટ વિના એમના અનંત જ્ઞાનમાં ત્રણે લેકનું નાટક જોયા કરે છે. સિદધ ભગવંતના સુખ આગળ સંસારના સુખે તુચ્છ છે. આવું જેને સમજાઈ જાય છે તેને એમ થાય છે કે હું ક્યારે આવું સુખ પ્રાપ્ત કરું? એ માટે તે સંયમ લઈને સાધના કરે છે. નેમનાથ ભગવાન કૃષ્ણ વાસુદેવને કહ્યું કે ગજસુકુમાલ અણગારે જે અર્થ સાધવા સંયમ લીધું હતું તે અર્થ સાધી લીધે, ત્યારે કૃષ્ણવાસુદેવે ફરીને ભગવંતને પૂછયું કે “Togo મજો ! =મુકુમાi સાં સાહિતે સઘળે ” હે ભગવંત! ગજસુકુમાલ અણગારે કેવી રીતે પિતાનો અર્થ સિધ્ધ કરી લીધે? “તા જ રહ્યાં રિક વાકુ વયની ? ત્યારે ધીર વીર અને ગંભીર એવા અરિહંત નેમનાથ मत वासुदेवने ४३ छे एवं खलु कण्हा । गजसुकुमालेण' अणगारे मम कल्लं पुवा થરાદૃ ત્રિ રમતિ નામના હે કૃષ્ણ! કાલે દીક્ષા લીધા પછી ચેથા પ્રહરે ગજસુકુમાલ અણગાર મારી પાસે આવ્યા હતા ને મને વંદન નમસ્કાર કરીને “ઝાર્મિi જાય ૩igiાતાજં જ્ઞાર વિદ ” તેમણે મારી સમક્ષ આ પ્રકારની ઈચ્છા પ્રગટ કરી હતી કે હે ભદંત ! જે આપની આજ્ઞા હોય તો હું મહાકાલ શમશાનમાં જઈને એક રાત્રીની ભિક્ષુ પ્રતિમાનું આરાધન કરવા ઈચ્છું છું. ગજસુકુમાલ અણુગારની વાણીમાં ખૂબ નમ્રતા હતી. ભારોભાર વિનય ભર્યો હતો. એટલે તેમણે કહ્યું- હે ભગવંત! આપની આજ્ઞા હેય, આપને મારામાં યોગ્યતા દેખાતી હોય તે મને આજ્ઞા આપે. આપની આજ્ઞા એ જ મારી ઈચ્છા છે. આપની આજ્ઞા એ જ મારા શ્વાસ અને પ્રાણ છે. આપની આજ્ઞા સિવાય મારે એક કદમ પણ આગળ જવું નથી. આ પ્રમાણે તેમણે મારી પાસે નમ્ર વિનંતી કરી. મને તેમનામાં પાત્રતા દેખાવાથી તેમની વિનંતીને સ્વીકાર કર્યો ને કહ્યું તમને જેમ સુખ ઉપજે તેમ કરે. એટલે મારી આજ્ઞા પ્રાપ્ત કરીને તે ગજસુકુમાલ અણગાર મહાકાલ નામના શમશાનમાં જઈને ધ્યાનારૂઢ થઈને ઉભા રહ્યા. - ભગવાનના મુખેથી આ શબ્દો સાંભળીને કૃષ્ણવાસુદેવ તે આશ્ચર્યચકિત થઈ ગયાં કે અહો ! મારે લધુ બંધ કેટલે સુકમળ છે ! તેની કાયા મખમલ જેવી કમળ છે. તે કદી એકલે બહાર ગયે નથી ને અત્યારે એક રાત્રીના સમયે મહાકાળ રમશાનમાં ગયો? મહાકાળ રમશાનનું નામ લેતા કંપારી છૂટે છે તેવી તે ભયાનક ભૂમિ છે. ત્યાં જઈને આખી રાત્રી થાનાવસ્થામાં કેવી રીતે પસાર કરી હશે ! એનામાં આટલું બધું સામર્થ્ય કયાંથી આવ્યું ? હજુ કૃષ્ણજી શું વિચારશે તેના ભાવ અવસરે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy