SearchBrowseAboutContactDonate
Page Preview
Page 874
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ન, ૧૦૭ કારતક સુદ ૮ ને શુકવાર તા. ૧૮-૧૧-૭૭ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! અનંતજ્ઞાની, કરૂણાના સાગર, વિકીનાથ, શાસ્ત્રકાર ભગવંતે કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રાપ્ત થયા પછી જગતના જીવને અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર કાઢવા અને જ્ઞાનરૂપી પ્રકાશના પંથે લઈ જવા માટે સિધાંત રૂપ વાણીની પ્રરૂપણા કરી. જ્ઞાની કહે છે જ્યાં સુધી ચેતન નિજ ઘરમાં પ્રવેશ નહિ કરે ત્યાં સુધી ચારિત્ર માર્ગ શું છે, ચારિત્રમાં કે આનંદ છે તેનું ભાન નહિ થાય, અને જ્યાં સુધી ભાન નહિ થાય ત્યાં સુધી ચારિત્ર માર્ગ અંગીકાર નહિ કરી શકે. તમે ચારિત્ર માર્ગમાં આવી શક્તા ન હો તે ગૃહસ્થપણામાં પણ અનાસક્ત ભાવે રહે. આજે તે મેહમાયામાં મૂઢ બનેલા સંસારી જીવો માયાજાળમાં ફસાઈને રાગ વધારતા જાય છે. માની લે કે ચાર ડીગ્રી તાવ આવ્યો હોય પણ ધંધામાં કુલ સીઝન છે તે ચાર ડીગ્રી તાવને ગણકારે છે કે દુકાને જઈને કામમાં લાગી જાઓ છે? તે શું તે વખતે તાવ ઉતરી ગયે? ના”. અશાતાનો ઉદય ચાલુ છે ને વેદન પણ છે, પણ ઉપગ તાવમાંથી ધંધ માં જોડાઈ ગયે એટલે વેદના હેવા છતાં તેને ખ્યાલ આવતું નથી. આવી રીતે જે ઉપગ આત્મ ભાવમાં જોડાઈ જાય તે કર્મબંધન થતું ઓછું થઈ જાય. જે ક્ષણે ક્ષણે આત્મામાં ઉપગ હશે તે કમ ભેગવવાના સમયે વદન હોવા છતાં વેદનમાં રાગ-દ્વેષ નહિ થાય. જ્યારે દુઃખ આવશે ત્યારે આત્મલક્ષી જીવ એ વિચાર કરો કે શરીર છે તે ઘડપણ છે, રોગ છે. આ શરીર ક્ષણે ક્ષણે પલટાવાવાળું છે, નાશ થવાવાળું છે. અશુચિનું ભરેલું છે. આવા શરીરમાં જીવ મમત્વ કરીને બેસી ગયે છે, પણ તેણે વિચાર કરવાની જરૂર છે કે હું કર્મના સંયોગથી શરીરમાં રહેવાવાળો આત્મા છું પણ શરીર તે હું નથી, હું શરીરથી પર એ આત્મા છું. શરીર રોગી છે પણ આત્મા નિગી છે. આ રીતે શરીર પરથી ઉપયોગ છૂટી જશે તે અસહ્ય વેદનમાં પણ સમાધિ રહી શકશે. વેદન વેદવા સમયે જીવ એવો વિચાર કરશે કે મારા કરેલાં કર્મો મને ઉદયમાં આવ્યા છે. તેથી અસહ્ય વેદના હોવા છતાં આત્મામાં સ્થિરતા રહી શકશે. આપણે જેને અધિકાર ચાલે છે તે ગજસુકુમાલ અણગારના માથે અંગારા મૂક્યા છતાં આત્મામાં કેટલા સ્થિર રહી શક્યા! અંગારા મૂકનાર ઉપર સહેજ પણ ક્રોધ કર્યો ? “ના”, એને મેક્ષમાં જવા માટે સહાયક માનીને કેટલી અજબ ક્ષમા રાખી ! કેવી એ આ ત્મમસ્તી હશે ! ગજસુકુમાલ અણગાર તે દીક્ષા લીધી તે જ દિવસે મેક્ષમાં સીધાવ્યા પણ કૃષ્ણ વાસુદેવ તે દેડતા દર્શન કરવા માટે આવ્યા. તમને પણ સાધુના દર્શન કરવાની ચાહના હેય છે ને ? ભલે, ગમે તે સાધુ હોય, તમારા સગાવહાલાં ન હોય છતાં સાધુને જોઈને તમે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy