SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન નં-૫ અષાડવદ ૭ ને ગુરૂવાર તા-૭-૭-૭૭ અનંત કરૂણાનીધિ, ટૌલેક્ય પ્રકાશક, તીર્થકર ભગવંતોએ જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંતની વાણી પ્રકાશી. ભગવાનના વચનામૃત ત્રણે કાળે સત્ય છે. તેમાં જીવને સર્વપ્રથમ શ્રદ્ધા થવી જોઈએ. શ્રદ્ધા વિના ગમે તેટલી કિયા કરો, તપ-જપ વાંચન, મનન બધું કરો પણ તેમાં જે ઉત્કૃષ્ટ રસ આવો જોઈએ તે નહિ આવે. શ્રદ્ધા વિનાની ક્રિયા વિગેરે ધર્માનુષ્ઠાનથી પુણ્ય બંધાશે પણ કર્મની નિર્જરા નહિ થાય. શ્રદ્ધામાં અજોડ શક્તિ રહેલી છે. શ્રદ્ધાસહિત ક્રિયા કરવાથી કર્મના ગંજના ગંજ તૂટી જાય છે. મોટા પહાડ જેવા પથ્થરેને તેડવા હોય તે વૈજ્ઞાનિકે દારૂગેળા મૂકે છે. તેનાથી મોટા અને મજબૂત પથ્થરના ચૂરેચૂરા થઈ જાય છે. તે રીતે વીતરાગ પ્રભુનું એક વચન પણ આપણાં હૃદય-મંદિરમાં જડાઈ જાય તે આત્મા ઉપર લાગેલા કઠોર કર્મોના ચૂરેચૂરા થઈ જાય. પણ જ્ઞાની કહે છે કે “સદ્વાં ડ્યા ” જીવને શ્રદ્ધા થવી પરમ દુર્લભ છે. જેમ દારૂગોળામાં મોટા મોટા પથ્થરોનાં ચૂરેચૂરા કરવાની શક્તિ છે તેનાથી અનંતગણી શક્તિ જિનેશ્વરદેવના વચનમાં છે. રેહણીયા ચેરના દિલમાં અનિચ્છાએ એક વચન જડાઈ ગયું તો કેદમાંથી છૂટકારે થઈ ગયે. તે જેના દિલમાં શ્રદ્ધાપૂર્વક જિનવાણુને રણકાર થાય તેની ભવભવની કેદમાંથી મુક્તિ થાય કે નહિ? એવા ઘણાં જીવે પ્રભુને વચન ઉપર શ્રદ્ધા કરીને તરી ગયા છે. બંધુઓ! શ્રદ્ધા એ અમોઘ સંજીવની છે. શ્રદ્ધા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે. તમારા સંસારના વ્યવહારમાં પણ શ્રદ્ધા વિના કામ ચાલતું નથી. વિશ્વાસ વિના ઘર કે દુકાન ચાલતાં નથી. જુઓ, તમે દુકાનમાં લાખેને માલ ભર્યો હોય છે પણ સાંજે તાળું લગાવીને ઘેર આવે છે ને? કે બધે માલ ઘેર લઈને આવે છે? “ના” રોજ કેટલે માલ ઘેર લવાય? ત્યાં શ્રદ્ધાથી તાળું લગાવે છે. મહિનો બહારગામ જવું હોય તે મુનિમના ભરોસે દુકાન મૂકીને જાય છે ને? કઈ વહેપારીને ઓળખતા નથી હતા પણ શ્રદ્ધાથી તેની સાથે લાખેને સેદા કરે છે ને? બહેનને બે ત્રણ કલાક બહાર જવું હોય તે તે ભર્યું ભાદર્યું ઘર ઘાટીના ભરોસે મૂકીને જાય છે ને? શરીરમાં દર્દ થાય ત્યારે ડોકટર પાસે જાય છે. ત્યારે ડોકટર ઉપર શ્રદ્ધા રાખે છે ને? કોર્ટમાં કેસ દાખલ કરે હોય તે અસીલ વકીલ પાસે જાય છે. વિદ્યાર્થીને એના શિક્ષક ઉપર વિશ્વાસ રાખ પડે છે. આ રીતે દુનિયામાં સર્વત્ર વિશ્વાસથી વ્યવહાર ચાલે છે. તે વિચાર કરે કે જે ભગવંતના વચનામૃતોમાં અજોડ શક્તિ છે તેમના ઉપર, તેમના વચન ઉપર, તેમના પ્રરૂપેલા ધર્મ ઉપર અને તેમના સંતો ઉપર આપણને કેટલી શ્રદ્ધા હેવી જોઈએ ! બીજા માણસ ઉપર વિશ્વાસ મૂકે છે પણ ક્યારેક તે ધનની લાલચમાં વિશ્વાસઘાત કરી બેસે છે. કારણ કે જગત સ્વાર્થી છે. પણ જેને કોઈના ઉપર રાગ નથી કે કેઈને પ્રત્યે દ્વેષ નથી કે કઈ જાતને સ્વાર્થ નથી, કેવળ પરમાર્થ દૃષ્ટિથી જગતના
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy