SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શારદા દન છવાનું ભલું કરવાની ભવ્ય ભાવના છે તે સદ્ભાવનાથી પાતે તપ ધ્યાન આદિ કઠોર સાધનાએ કરી ઘાતી કર્મોના ડૂંગરાને ભેદી કેવળજ્ઞાનના પ્રકાશ પ્રાપ્ત કરી જગતના ખૂણે ખૂણે વિચરી જગતના જીવાને એધ આપે છે. તેમના વચનામૃતા ઉપર આપણને અતૂટ શ્રદ્ધા થવી જાઈએ. આપણને અંતગડ સૂત્રને અધિકાર ચાલે છે, કેવળજ્ઞાન અને કેવળદર્શીનના પ્રકાશથી દ્વીપતા તેમનાથ ભગવાન દ્વારકા નગરીમાં પોતાના શિષ્ય પરિવાર સહિત પધાર્યા, તે વખતે સેાળ હજાર દેશના સમ્રાટ કૃષ્ણ વાસુદેવને વનપાલક સમાચાર આપે છે કે હે મહારાજા ! જેની આપ આતુરતાપૂર્વક પ્રતીક્ષા કરી રહ્યા છે તેવા ત્રિલેાકીનાથ દ્વારકા નગરીના ઉદ્યાનમાં પધાર્યા છે. આ સાભળતાં સમ્યગ્દૃષ્ટિ આત્મા એવા કૃષ્ણ વાસુદેવને જે હર્ષી થયા તે અવણનીય હતા. પ્રભુ પધાર્યાની વધામણી સાંભળીને કૃષ્ણ વાસુદેવ વિચાર કરવા લાગ્યા કે અહા! જેમણે કેવળજ્ઞાન અને કેવળદર્શીન પ્રગટ કરી આત્માના અનત સુખની પ્રાપ્તિ કરી છે તેવા પરમાત્મા નેમનાથ પ્રભુ મારા આંગણે પધાર્યા છે તે હું જલ્દી તેમના દન કરવા જાઉં.... તેમના હર્ષી સમાતા નથી. હર્ષોંમાં તેમણે વધામણી આપનાર વનપાલકને મૂલ્યવાન વસ્ત્રાભૂષણા આપી તેની ભૂખ ભાંગી નાંખી. એના હ` પણ એના હૃદય સાગરમાં સમાતા નથી. અહા ! પ્રભુ પર્યાયાની વધામણી આપવામાં આટલે ખધા લાભ ? તા એમની ઉપાસના કરવાથી કેટલેા લાભ થાય ? એમ વિચાર કરતા ચાલ્યા ગયા. કૃષ્ણ મહારાજાના ઉલ્લાસનું તો પૂછવું જ શું ? જેમ શરદ પૂર્ણિમાના ચંદ્ર આકાશમાં ઉંચે ચઢે તેમ સાગર ઉછાળા મારે છે તે રીતે કૃષ્ણના હૃદયરૂપી સાગર પ્રભુના આગમનના સમાચાર સાંભળીને ઉછાળા મારે છે. એમના હૃદયમાં હર્ષી સમાતા નથી. રામાંચાને ભેદીને ખહાર નીકળી જાય છે. મનમાં વિચાર કરે છે. અહે। પ્રભુ ! આપની વધામણીથી વનપાલકની જન્મની ભૂખ ભાંગી પણ મારે તે આપના દન કરી ભવાભવની ભૂખ ભાંગવાની છે. ભૌતિક સંપત્તિ ગમે તેટલી પ્રાપ્ત કરી પણ તેનાથી કંઈ મારી જન્મમરણની દરિદ્રતા ટળે ખરી ? ‘ના' આત્માને તૃપ્તિ થાય ખરી ? ના સાચી દરિદ્રતા ટાળનાર તમે છે. જેણે ખરા અંતઃકરણપૂર્વક આપના દર્શન કર્યા તેના માટે આ સંસારમાં એવી કઈ ચીજ છે કે તેના ઉપર મીટ માંડે ને આન' થાય ! અર્થાત્ આપના દનથી અધિક ખીજી કઈ ચીજ આ દુનિયામાં નથી. ભગવાન પધાર્યાના સમાચાર મળતાં સિ’હાસન ઉપરથી ઉતરી સાત આઠ પગલા આગળ જઈ વંદન કરીને સ્તુતિ કરવા લાગ્યા કે ધન્ય છે તે માનવીને કે જે મનુષ્ય જન્મ પામીને આપનાં દર્શન કરી નેત્ર પવિત્ર કરે છે. આપની વાણી સાંભળી પવિત્ર કરે છે અને આપની વાણી અંતરમાં ઉતારી ભવસાગર તરી જાય છે. આપના શરણે જે સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે તેવું સુખ ને શાંતિ ખીજે કયાંય પ્રાપ્ત થતા નથી. માટે શ્રદ્ધા કરવા જેવી છે, મને તારા ઉપર જેટલા વિશ્વાસ છે, તારા વચન શ્રદ્ધા છે તેટલી શ્રદ્ધા આ સ'સારમાં ખીજે કયાંય નથી, તારા વચનમાં જ ઉપર જેટલી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy