SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ શારદા દર્શન તેના ઉપર કેઈકચવાટ કરશે કે તેફાન કરશે તે આ મારી ગદાથી એનું માથું ફાડી નાખીશ. આ પ્રમાણે ભીમે કહ્યા પછી અર્જુન જિનેશ્વર પ્રભુનું ધ્યાન ધરીને કમળની નાળની માફક ધનુષ્ય હાથમાં લીધું ને બાણ ચઢવી ટંકાર કર્યો. ત્યારે આકાશમાં એ અવાજ થયે કે ધરતી ધ્રુજી ઉઠી, પર્વતના શિખરે તૂટી ગયા. હાથીએ પિતાના સ્થાન છોડીને ભાગવા લાગ્યા. અને નીચે તેલથી ભરેલા કુંડમાં રાધાનું પ્રતિબિંબ જે લક્ષબિન્દુ તાકી જોતજોતામાં રાધાની જમણી આંખ વીંધી નાંખી. પુપમાલ સુખમાલ હાથસે, અર્જુન કે પહનાઈ વરમાલા નિદાન ગ, પચે કે ગલે દિખાઈ હો....શ્રોતા અજુનને જયજયકાર અને રાધાવેધ કર્યો તે વખતે સ્વયંવરમંડપમાં બેઠેલા રાજાઓએ અર્જુનને યજયકાર બોલાવ્ય, અને આકાશમાંથી દેવોએ પુષવૃષ્ટિ કરી. વાજિં વાગવા લાગ્યા, અને દ્રૌપદી પણ ઘૂંઘટમાંથી અર્જુનને જોઈને ખૂબ આનંદ પામી અને સુકેમળ હાથથી ખૂબ પ્રેમપૂર્વક તેણે અર્જુનના ગળામાં વરમાળા પહેરાવી. જો કે દ્રૌપદીને તો પાંચે પાંડને વરમાળા પહેરાવવાની ઈચ્છા થઈ હતી પણ લેક વ્યવહાર સારો ન દેખાય એટલે અર્જુનને પહેરાવી. પણ પૂર્વભવના નિયાણને કારણે પાંચે પાંડવના ગળામાં વરમાળા પહેરાવેલી સર્વેએ જોઈ. આ સમયે આકાશવાણી થઈ કે હે દ્રૌપદી ! તે જે કંઈ કર્યું છે તે યોગ્ય કર્યું છે. તારે ડરવાની જરૂર નથી. આ તરફ બીજા રાજાઓ અને પ્રજાજને સૌને આશ્ચર્ય થયું કે આ શું? કન્યા તે એકજ છે ને પાંચ પાંડવોના ગળામાં વરમાળા પહેરાવી છે. એક પતિને પાંચ પત્ની હેય પણ પાંચ પતિને એક પત્ની ન હોય. દ્રુપદરાજા પણ મૂંઝવણમાં પડયા કે મારી દીકરી તે એક છે ને પાંચને કેવી રીતે પરણાવું? બહું બેટુ થયું. આમ ચિંતાતુર બન્યા છે. બરાબર તે સમયે એક જંઘાચરણ મુનિ આકાશમાંથી ઉતર્યા એમને જોઈ કૃષ્ણ આદિ બધા રાજાએ ઉભા થઈ ગયા ને મુનિને તિખુને પાઠ ભણી વંદન કર્યા ને બોલ્યા. આજે અમારા ધન્ય ભાગ્ય કે છકાયના રક્ષક એવા આપના અમને દર્શન થયા. એમ કહીને મુનિને બેસાડી સુખશાતા પૂછીને વિનયપૂર્વક પ્રશ્ન પૂછે કે આ દ્રૌપદીએ પાંચને વરમાળા પહેરાવી છે તે શું તેને પાંચ પતિ થશે ? હવે મુનિ તેમને શું કહેશે તેના ભાવ અવસરે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy