SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ છે; સારા દર્શને ગજસુકુમાલ ભગવાનની સામે ઉભા છે. માતા દેવકી, પિતા વસુદેવ અને વીરા કૃણવાસુદેવું બધા ગજસુકુમાલને અંતરથી આશીર્વાદ આપે છે કે, તમે જે ભાવથી ચારિત્ર સ્વીકારો છે તે ભાવ સદાને માટે ટકાવીને જલદી સંસાર સાગરને તરી જાઓ. હવે ગજસુકુમાલને તેમની માતા શું કહેશે તેના ભાવ અવસરે. ચરિત્ર-અર્જુનજી ચંદ્રશેખર વિદ્યાધરની સાથે ઝડપભેર તેઓ વૈતાઢય પર્વતની દક્ષિણ શ્રેણીમાં પહોંચ્યા. એટલે ચંદ્રશેખરે કહ્યું-અર્જુનજી! મારે મિત્ર ઈન્દ્ર આપના દર્શન માટે ઉત્સુક બનીને ઉભે છે તે રથનુપુર તરફ આ રસ્તે જાય છે. અને આ માગ જ્યાં તલતાળુ રાક્ષસ લડવા માટે તૈયાર થઈને ઉભે છે તે સુવર્ણપુર તરફ જાય છે, પણ આપણે તે હમણાં રથનુપુર જઈએ. તમે ઈન્દ્રને મળે પછી ત્યાંથી સૈન્ય લઈને સુવર્ણપુર જઈશું, ત્યારે અર્જુને કહ્યું, પહેલાં શત્રુનગર સુવર્ણપુર જઈએ. હું જે કામ માટે આ છું તે કામ પહેલાં કરીશ. શત્રુને માર્યા સિવાય ઈન્દ્રનું મુખ નહિ જોઉં. માટે શત્રુ છે તે તરફ તમે રથ ચલાવે. ચંદ્રશેખર કહે કે રાક્ષસ બહુ બળવાન છે. ત્યાં એકલાનું કામ નથી માટે સૈન્ય લઈને જઈ એ. અર્જુન કહે મારે સૈન્યની જરૂર નથી. અર્જુનનો કહેવાથી રથ સુવર્ણપુર તરફ વાળે અને થોડીવારમાં રથ સુવર્ણપુરના પાદરમાં પહોંચી ગયે * “ તલતાલ રાક્ષસને જાણ થતાં યુદ્ધની વગાડેલી ભેરી” -રાક્ષસે સેનાને સજજ કરીને કહ્યું કે આ પાંડુપુત્ર અર્જુન ઈન્દ્રની સહાયમાં આવ્યું છે. તે ખૂબ બળવાન છે પણ એકલે છે. તેની પાસે સૈન્ય નથી. માટે બધા એના ઉપર તૂટી પડે કે જેથી તે પલવારમાં મરી જાય. પછી આપણે ઈન્દ્રને બતાવી દઈએ કે દેખ, તારા મિત્રને અમે - મારી નાંખે. આમ વિચારી રાક્ષસનું સૈન્ય રણમેદાનમાં આવ્યું. જેમ ગરૂડ ઉપર સર્પો તૂટી પડે તેમ રાક્ષસે અર્જુન ઉપર તૂટી પડયા. ચારે તરફ યુદ્ધના રણશીંગા કુંકાવા લાગ્યા. રાક્ષસએ અર્જુન ઉપર બાણને વરસાદ વરસાવે, પણ અજુને કુશળતાથી રાક્ષસના બાણેને કાપી નાંખ્યા. રાક્ષસેએ જુદી જુદી જાતનાં શસ્ત્રોથી યુદ્ધ કર્યું પણ કોઈ રીતે અર્જુનને હરાવી શક્યા નહિ. અર્જુનની કુશળતા જોઈને ચંદ્રશેખર આશ્ચર્ય પામી ગયે કે શું અર્જુનનું પરાક્રમ છે! આકાશમાંથી વિદ્યારે પણ યુદ્ધ જોતાં હતાં. અજુનનું બળ જોઈને વિદ્યારે પણ ક્ષોભ પામી ગયા. ઘણીવાર સુધી યુદ્ધ ચાલ્યું પણ બંને પક્ષમાંથી કોઈની હાર કે જીત થતી નથી. છેવટે અર્જુને દ્રોણાચાર્ય ગુરૂએ આપેલા મંત્રનું સ્મરણ કરીને પ્રાણ લેનાર બાણે છેડ્યા. વજથી જેમ પર્વત તૂટી પડે તેમ અર્જુનના બાણથી બધા રાક્ષસે એક સાથે મરી ગયા. “શત્રુનાશથી દેવોએ અર્જુનને બોલાવેલ જયજયકાર” -જ્યાં શત્રુઓને વિનાશ થયે ત્યાં આકાશમાંથી દેવેએ અર્જુન ઉપર પુષ્પોની વૃષ્ટિ કરી અને અર્જુનને જયકાર બેલા. રથનુપુરમાં પણ દેને દિવ્ય ધ્વનિ સંભળાય એટલે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy