SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દઈન ૨૩ અંધુએ ! જ્યારે મહારાજાએ ભગવાન પધારવાની વધામણી આપવા આવનાર વનપાલકને આભૂષણા વિગેરે દ્રવ્ય આપી તેમનું દરિદ્ર ટાળી દેતાં હતાં ત્યારે એ વનપાલકે પણ વિચાર કરતાં હતાં કે અહા ! જે પ્રભુ પધાર્યાની વધામણી આપવા ગયા તે મહારાજાએ મને ન્યાલ કરી દીધે તા હું એ પ્રભુને અર્પણ થઈ જાઉં તો કેવા ન્યાલ થઈ જાઉં...! મારુ' ભવાભવતુ દરિદ્ર ટળી જાય. આમાંથી તે પામી જતાં હતાં. અહીયાં એક વાત યાદ આવે છે. કૌશ`ખી નામની એક નગરી હતી. તેમાં પુર'દરદત્ત રાજાના મહામંત્રી વાસવ ચાર બુદ્ધિના ધણી હતા. તેના આત્મા ખૂબ નિર્માંળ અને જાણે સમકિત પામેલા હોય તેવા પવિત્ર હતા. ખૂબ ન્યાયી, પરદુઃખભજન અને દેવ-ગુરૂ ધર્મ પ્રત્યે અનહદ શ્રદ્ધાવાળા પવિત્ર મંત્રી હાવાથી રાજાને તેના પ્રત્યે ખૂબ માન હતું. જેમ સંતાનને મા-ખાપ, ધી શ્ડ જીવાને દેવ-ગુરૂ અને ધમ પ્રિય હોય છે તેમ રાજાને મ`ત્રીપ્રિય હતા. રાજાને જ્યારે જ્યારે મૂઝવણને પ્રસંગ આવે ત્યારે એકાંત નિઃસ્વાર્થ હિતસ્વી બનીને સાચી સલાહ આપતા. ઘણી વાર કહેવામાં આવે છે કે રત્નાના ભંડાર કરતાં ગુણના ભંડાર, જ્ઞાનના ખજાના અને નિર્મળ તત્ત્વદૃષ્ટિવાળા આત્માઓ સાચા સહાયક છે. પ્રધાનનુ દિલ સદા પાપભીરૂ હતુ. ક્ષણે ક્ષણે એને આત્મા વિચાર કરતા હતા કે ૧૮ પાપો જન્માજન્મ અને અધોગતિમાં ડૂબાડનારા છે. માટે જેટલા અને તેટલા પાપને ભય રાખી સત્સંગ કરવા માટે તે સદાય તલસતા હતા. આવા મંત્રીને સદાય દિલમાં એક દુઃખ રહ્યા કરતું કે મારા મિત્ર કહું કે મારા પિતા કહું તેવા રાજા કયારે જિનવચનની શ્રદ્ધા કરશે ! હું એમને કેવી રીતે જૈન તત્ત્વને સમજાવું! મને એવા અવસર કયારે મળી જાય ? જ્યાં સુધી મારા રાજા ધર્મ ન સમજે ત્યાં સુધી માનવભવ પામ્યા એને કાંઈ અં નથી. તમને કેઈ દિવસ આવું દુઃખ થાય છે કે મારા દીકરાને યારે ધમ પમાડું ? જે આત્મા સમ્યક્ત્વી હોય તેને આવેા ખટકારો થયા કરે, હવે સમય જતાં એક વાર એને અવસર આવી મળ્યેા. બન્યું એમ કે પેાતે એક દિવસ સવારે આવશ્યક ક્રિયા કરીને સામાયિક કરવા માટે તૈયારી કરે છે. ત્યાં મત્રી પાસે એક માળી આવે છે. આવીને પ્રણામ કરીને કરડિયા ઉંઘાડીને આંખાની કેરી પ્રધાન પાસે ધરતાં કહે છે હે દેવ! હું આપનું સ્વાગત કરું છુ, વસતઋતુને સમય આવી ગયેાછે. એની નિશાની તરીકે આ મારી કેરી સ્વીકારો. એમ કહીને કેરી મત્રીના હાથમાં આપે છે અને પછી કહે છે સાહેબ ! બીજી પણ એક વાત લાવ્યેા છે. આપણા ઉદ્યાનમાં આત્મઉદ્ધારક પવિત્ર આચાય ગુરૂદેવ પધાર્યા છે. આ શબ્દો સાંભળતાં મંત્રીને રાષ આવી ગયા, અને હાથમાંથી કેરીને ફેંકતા એને કહે છે અરે અનાય ! દુર્ભાગી ! આચારહીન ! ખરેખર, તું તે સાવ ખરાખર પૃથ્વી જેવા જડ છું કે તું મને બહુ
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy