________________
શારદા દર્શન આપણે અંતગડદશાંગ સૂત્રને અધિકાર ચાલે છે. દ્વારિકાનગરીના અધિપતિ કૃષ્ણવાસુદેવ રાજ્ય કરતા હતા. તે નગરીમાં સમુદ્રવિજય આદિ દશ દર્શાહ તથા બલદેવ આદિ પાંચ મહાવીર હતા. પ્રદ્યુમ્ન આદિ સાડાત્રણ કકુમાર હતા. શત્રુઓથી કદી પરાજિત ન થાય એવા સાંબ આદિ ૬૦ હજાર શૂર હતા. મહાસેન આદિ સેનાપતિએના તાબામાં રહેવાવાળા છપ્પન હજાર બલવર્ગ સૈનિકદલ હતું. સંકેત કરતાં જ કાર્યરૂઢ થઈ જાય એવા દક્ષ એકવીસ હજાર વીરસેન આદિ વીર હતા. ઉગ્રસેન આદિ આધીનમાં રહેવાવાળા સોળહજાર નૃગણ, રુકિમણી આદિ સોળહજાર રાણુઓ હતી. ચોસઠ કળાઓમાં નિપુણ અનંગસેના આદિ ગણિકાઓ હતી. તથા હંમેશા આજ્ઞામાં રહેનારા અને બીજા ઘણાં ઐશ્વર્યશાલી નાગરિક, નગર રક્ષક તથા શેઠ સેનાપતિ, અને સાર્થવાહ આદિ હતા. એવા પરમ પ્રતાપી કૃષ્ણવાસુદેવ દ્વારકાથી માંડીને જેની સીમા વૈતાઢ્ય પર્વત સુધી છે તે અર્ધ ભરત સુધી અર્થાત્ ત્રણ ખંડનું સંપૂર્ણ રાજ્ય કરતા હતા. તે કૃષ્ણવાસુદેવ કેવા ગુણોથી યુકત હતા તે વાત આપણે ગઈ કાલે કરી ગયા. આવી પવિત્ર નગરીમાં શું બને છે?
તે નગરીમાં અરિહંત એવા અરિષ્ટનેમિ ભગવંત ગ્રામાનુગ્રામ વિચરતા ધર્મોપદેશ કરવા માટે દ્વારિકાનગરીને ઉઘાનમાં પધાર્યા. તે સમયમાં ભગવંત ઉદ્યાનમાં ઉતરતાં હતાં. ત્રણ લેકના નાથ નેમનાથ ભગવંત પરિવાર સહિત દ્વારિકા નગરીની બહાર ઉધાનમાં પધાર્યાને ખબર પડતાં વનપાલકે ભગવંતને ઉતરવાની આજ્ઞા આપતાં અને પાટ પાટલા આદિ આપીને તરત મહારાજાને ખબર આપતાં હતાં.
અહીં વનપાલક દેડતો ભગવંત નેમનાથ પધાર્યાની વધામણી આપવા આવ્યું. હે મહારાજા! અનાથના નાથ, જ્ઞાનના પ્રકાશથી ત્રણે લોકને પ્રકાશિત કરનાર, દ્રવ્ય અને ભાવ દારિદ્ર ટાળનાર, પતિતના પાવન અને અધમના ઉદ્ધારક એવા નેમનાથ પ્રભુ ઉદ્યાનમાં સમેસર્યા છે. આ સાંભળી કૃષ્ણ વાસુદેવના સાડાત્રણ કેડ રેમરાય ખડા થઈ ગયા. તરત સિંહાસનેથી ઉભા થઈને ભગવાન જે દિશામાં બિરાજમાન હતા તે દિશા તરફ મુખ રાખી બોલવા લાગ્યા.
પલપલ તને મારું હૈયું પુકારે, જીવન વીતે આશા ના સહારે, તારા દર્શનનાં નયણું અધીરા, પલભર ઝુકે ના પંથ નિહાળે દર્શન દેને
હે ભગવાન મારા હૃદયમાં આપના નામને પિકાર છે. મારા જીવનની બધી આશાઓ તારા સહારે છે. અરેરે ! તારા દર્શન વગર મારા નયને અધીરા બન્યા હતા. પેલે પલે મારી આંખડી આપના દર્શન માટે ઝંખી રહી હતી અને મારે અંતર આત્મા તલસાટ સાથે પિકારતે હતે. આજ મારું હૈયું હર્ષથી નાચી ઉઠયું. આમ બેલતાંની સાથે તિખુને પાઠ ભણુ વંદણા કરી અને વધામણ આપવા માટે આવેલ વનપાલકને એક મુગટ સિવાયના આભૂષણે આપી તેનું ચગ્ય સન્માન કરી રવાના કર્યો.