SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૨૧ ખિસ્સામાં મૂકી હરખાતે હરખાતો ઘેર આવ્યા. ત્યાં એને પાંચ વર્ષને એકનો એક બાબે તાવથી તરફડતે જે. એની દવામાં એ ૨૫ રૂપિયા વપરાઈ ગયા પછી જ એને તાવ ઉતર્યો. આ મેં પ્રત્યક્ષ જોયેલું છે. પિતાજી! અનીતિનું પાપ તરત ફળ આપે છે. માટે આપ અનીતિનો માર્ગ છેડી નીતિના માર્ગે આવે. અનીતિના ઘણાં ધન કરતાં નીતિનું અર્ધધન ઘણું સુખ આપશે. સુપાત્રમાં આપેલું નતિનું ધન મહાન ફળ આપે છે. અને અનીતિનું ધન પેટમાં પડે તે બુદ્ધિ બગડે છે. ધર્મકાર્યમાં ચિત્ત લાગવા દે નહિ. માટે આપ મારી વિનંતીનો સ્વીકાર કરી અનીતિ કરવાનું છેડી દે. નીતિથી ધન કમાઓ એક મહિને આ રીતે કરી જુઓ. પછી શું થાય છે તે જુઓ. વિનયવાન પુત્રવધુની વાત એને સસરાના હૃદયમાં ઉતરી. એમના દિલમાં સારી અસર થઈ. અને તેમણે ત્યારથી અસત્ય નહિ બોલવું, છેતરપિંડી, દગો નહિ કરે તેવી પુત્રવધુ પાસે પ્રતિજ્ઞા કરી બંધુઓ! તમને તે એક દિવસ અસત્ય નહિ બોલવાના પચ્ચખાણ ભારે પડી જાય. જેટલા છોડવા હેલ છે પણ એ કઠીન લાગે છે. અસત્ય નહિ બોલવાના પચ્ચખાણ ભેગા દુકાને નહિ જવાના પણ પચ્ચખાણ થઈ જાય. કેમ બરાબર છે ને? (હસાહસ) અહીં સુંદરલાલ શેઠે પિતાની લાઈન બદલી નાંખી. માલ સસ્તા ભાવે વેચવા લાગે એટલે ખૂબ ઘરાકી વધીને સારી કમાણી થવા લાગી. લેકેનો વિશ્વાસ વધવા લાગે. ગામમાં સુંદરલાલ શેઠની પ્રતિષ્ઠા વધવા લાગી ને વહેપાર ધમધોકાર ચાલવા લાગે. નીતિથી મેળવેલું ધન કદી જતું નથી તેની સસરાને ખાત્રી કરાવવા માટે પુત્રવધુએ શેઠના નામથી અંકિત કરાવી સેનાના બે મોટા સિક્કા કરાવ્યા. તેમાં એક અનીતિના ધનથી બનાવેલું હતું, ને બીજે નીતિના ધનથી બનાવેલું હતું. બંને સિક્કા ઉપર નામ લખી માર્ગમાં મૂકાવ્યા. તેમાં અનીતિના ધનથી બનાવેલે સિક્કો તરત ઉપડી ગયે ને નીતિના ધનમાંથી બનાવેલે સિક્કો ત્રણ દિવસ સુધી ત્યાં પડી રહ્યો પણ કોઈએ લીધે નહિ. છેવટે એક માણસે હાથમાં લીધું અને શેઠનું નામ જોઈ ને શેઠને આપી ગયા. ફરીથી નદી કિનારે મૂકાવ્યા તે ત્યાંથી પણ ચાર દિવસ પછી એક ગરીબ માણસના હાથમાં આવતાં શેઠને પાછો આપી ગયે. આ જોઈને શેઠને ખૂબ આશ્ચર્ય થયુંને એમને સમજાય ગયું કે અનીતિનું ધન ઘાસના પૂળા જેવું છે. ઘાસના પૂળામાં દિવાસળી ચાંપતા ડીવાર અજવાળું લાગે છે પણ પછી થોડીવારમાં પૂળે બળી જતાં ઘેર અંધકાર વ્યાપી જાય છે ને તેની રાખ પણ મળતી નથી. તેવી રીતે ભલે અનીતિના ધનથી કદાચ સુખ મળે પણ અંતે એ ધન મૂળ મૂડીને પણ સાફ કરી નાંખે છે ને પરભવમાં તેના કટુફળ જીવને ભેગવવા પડે છે. માટે અનીતિ, દગ, છેતરપિંડી મહાન અનર્થકારી છે. એમ સમજી સુંદરલાલ શેઠ ન્યાયમૂર્તિ બની ગયા. બસ તમે પણ આવા બને.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy