SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શારદા દર્શન આદરપૂર્વક પહેલી વધામણી વસંત ઋતુની આપે છે. તને ભાન નથી કે હૃદયને ઠારનાર, અને આત્માને ભવબંધનથી છોડાવનાર આચાર્ય ભગવંતની પહેલી વધામણી હેય કે વસંતની? કયાં વસંત! ને કયાં આચાર્ય ભગવંત! વસંત ઋતુ તે કામવાસનાની આગને સળગાવનારી છે. જ્યારે આચાર્ય ભગવંત તે કામાગ્નિથી પીડાતા ભવ્યાત્માઓને જિનવચન રૂપી અમૃતથી ઠારનારી છે. મને ખરેખર દુઃખ થાય છે કે પહેલી વધામણી કેની આપવી જોઈએ? તેનું ભાન નથી? બેલે, તમારે આવું બને તે તમને આ વિચાર આવે ખરે? ખરેખર મંત્રીના દિલમાં સમ્યગદર્શનને ઝળકાટ ઝળહળી ઉઠે હતે. છેવટમાં માળીને ઠપકો આપ્યા પછી કહે છે તે મારા આચાર્ય ભગવંતની વધામણી આપી છે માટે તેને ખાલી હાથે પાછો નહિ જવા દઉં. એમ કહી મંત્રી કહે છે અરે! બહાર કેણ છે? જી સાહેબ કહી તરત માણસ દેડતે આવે. મંત્રીએ કહ્યું જુઓ આ માળીને દશહજાર સિક્કા આપી દે. માળી તે હદયથી નાચી ઉઠશે. અહાહાશું ફકત આચાર્ય ભગવંતની વધામણજી દેવાથી મારું જીવન દરિદ્ર ટળી ગયું તે ખરેખર આ સંતના ચરણોમાં જઈ આરાધના કરવાથી કયે લાભ ન મળે ? મારા શ્રાવકે! મારે તમને અહીં એ સમજાવવું છે કે જે તમને ધન કરતાં ધર્મ, પેઢી કરતાં પરમેશ્વર અને પરિવાર કરતાં ગુરૂ ભગવતે વહાલા હશે તે તમારો આત્મા પણ સંત પધાર્યાની વધામણી સાંભળતાં મંત્રીની જેમ થનથની ઉઠશે. તમને છેક દેડતે વધામણી આપવા આવે ત્યારે બોલે તમે શું આપશે ? તેને જવાબ તમે જ આપજે. આજ રીતે કૃષ્ણવાસુદેવને ભગવાન પધાર્યાની વધામણી સાંભળતાં અપૂર્વ આનંદ થા. જ્યાં તીર્થંકર પ્રભુ બિરાજમાન છે ત્યાંનું વાતાવરણ અલૈકિક બની જાય છે. સર્વત્ર આનંદ આનંદ છવાઈ જાય છે. દ્વારિકા નગરીમાં નેમનાથ ભગવાન પધાર્યા છે ત્યાં શું બનશે તેના ભાવ અવસરે. ચરિત્ર:-પદરાજાને દૂત હસ્તિનાપુરમાં પાંડુરાજાને દ્રપદીના સ્વંયવરમાં પધારવા માટે વિનંતી કરવા આવે છે. પાંડુરાજાએ તેની વિનંતીને સહર્ષ સ્વીકાર કર્યો. અને તનું બહુ મૂલ્યવાન વસ્ત્રાભૂષણથી સન્માન કરીને વિદાય કર્યો. પિષ સુદ ત્રીજના લગ્ન હતા એટલે જલ્દી સૈને જવાનું હતું. તેથી પાંડુરાજા સાથે યુધિષ્ઠિરાદિ પાંચ પાંડે અને ઘતરાષ્ટ્ર સાથે દુર્યોધન વિગેરે સે કૌર સારા વસ્ત્રાલંકાર સજી હાથી, ઘોડા, રથ, પાલખી વિગેરેથી યુક્ત ચતુરંગી સેના સાથે ઠાઠમાઠથી કાંપિલ્યપુર જવા માટે હસ્તિનાપુરથી નીકળ્યા. માર્ગમાં આવતાં મને હર નદીઓ, પર્વત, નગરે સરેવર વિગેરે વટાવી પાંડુરાજા સપરિવાર કાંપિત્યપુર પહોંચી ગયા. ત્યાં પદરાજાએ તે સૌનું ખૂબ ભાવભીનું સ્વાગત કર્યું.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy