________________
શારદા દર્શન છે. આવું જાણીને પિતાની આમિક સંપત્તિને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરે જોઈએ. પુરૂષાર્થ આગળ કંઈ અશક્ય નથી. પુરૂષાર્થ કરનાર નહિ ધારેલાં મહાનમાં મહાન કાર્યો કરી શકે છે. જેમ સૂર્યનો ઉદય થતાં ગાઢ અંધકાર હટી જાય છે તેમ આત્મા ઉપરનાં કર્મો હટી જતાં અનંત જ્ઞાન, દર્શન અને વીર્ય પ્રકાશે છે. પછી બાદી સંપત્તિ તેની દાસી બનીને તેના ચરણ ચૂમે છે. આ આત્મા આત્મા મટીને પરમાત્મા બને છે, અને અંતે તે એક દિવસ અજર-અજર, અવિનાશી અને શાશ્વત એવા મેક્ષ સુખને જોક્તા બની જાય છે. બેલે, આવું સુખ મેળવવું છે ને? બધાના સામું જોતાં તે દેખાય છે કે સૌને મોક્ષમાં જવાની ઈચ્છા છે. તે હવે મોક્ષમાં જવું હોય તે પુરૂષાર્થ ઉપાડે, અને પરમાંથી ખસીને સ્વમાં વસે.
જે પરનો મેહ છોડીને રવમાં રમણતા કરવાના છે તેવા ગજસુકુમારને અધિકાર ચાલે છે. સોમિલ બ્રાહ્મણને ત્યાં પુત્રીનો જન્મ થયો છે. તેમને તે પુત્ર કે પુત્રી બંને સરખા જ છે. એ પુત્રીનું નામ સેમા પાડવામાં આવ્યું. તે સમા અતિ રૂપવંતી અને અતિ સુકમાલ હતી. જેમાં વીજળીને પ્રકાશ વેત હોય છે તેમ માના શરીરને રંગ વીજળી જે ત હતું. તેનું શરીર મખમલ જેવું કેમળ હતું. તેની વિશેષતા બતાવતા શાસ્ત્રકાર કહે છે કે “વેળે નાવ વન વિદ્યા, ત્િર સરા ચા
િથા !” ઉગતા સૂર્યના કિરણે તેના ઉપર પડે તે પણ તે લાલઘૂમ બની જતી હતી. તે સૌને વહાલી લાગતી હતી. આવી સેમા લાડકોડથી ઉછવા લાગી. છેવટે તે મોટી થતાં તેના માતાપિતાએ તેને ગુરૂકુળમાં ભણવા મૂકી. અત્યારની માફક એ જમાનામાં સ્કૂલે ને કેલે ન હતી પણ બાળકને ભણવા માટે ગુરૂકુળમાં મેકલવામાં આવતા હતા. સવારે જવાનું ને સાંજે પાછા આવવાનું નહિ. ત્યાં તે અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી હેવું પડતું હતું. મોટા મોટા રાજકુમારે પણ ગુરૂકુળમાં ભણવા માટે આવતા હતા. ગુરૂઓનું બધું કામકાજ કરતા હતાં. તે એ વિચાર નહતા કરતા કે અમે તે રાજાના કુમાર છીએ. અહીં ભણવા આવ્યા છીએ. કંઈ આવું કામ કરવા માટે નથી આવ્યા! પણ જ્ઞાન મેળવવા માટે ગુરૂ જે આજ્ઞા કરે તેને હસતા મુખે સ્વીકાર કરતા. સંસારનું જ્ઞાન મેળવવા માટે પણ કેટલે વિનય રાખવું પડે છે! તે આત્માનું જ્ઞાન મેળવવા માટે કેટલે વિનય રાખવો જોઈએ! આજે આ વિનય વિરલ વ્યક્તિઓમાં જોવામાં આવે છે.
સેસિલ બ્રાહ્મણ અને સમશ્રી બ્રાહ્મણને એમાં અત્યંત વહાલી હતી. તેને એક દિવસ પણ પિતાનાથી દૂર કરવા ઈચ્છતા ન હતા. થોડી વાર તેને ન દેખે તે તેમને અધીરાઈ આવી જતી હતી. તેવી વહાલી પુત્રીને ગુરૂકુળમાં ભણવા માટે મોકલી. હવે તે મા ભણીગણુને કેવી સેંશિયાર થશે ને શું બનશે તેના ભાવ અવસરે,