________________
શારદા દેશ દર્શન
૩૩
ચરિત્ર :-શ્રીકૃષ્ણ, પાંડવા, કુંતાજી, દ્રૌપદી ખધા ચાલતાં ચાલતાં ઘણાં દિવસે નાસિક શહેરમાં પહેોંચ્યા. નાસિકમાં પ્રવેશ કરતાં તેમને જૈન મુનિનાં દર્શીન થયા. સાધુના દર્શન થવા તે મહાન પુણ્યની નિશાની છે. સાધુને જોઈને બંધાને ખૂબ ખૂબ આનંદ થઈ ગયા. સૌએ ભાવપૂર્ણાંક ઉત્કૃષ્ટ ભાવે વંદન કર્યાં. સુખશાતા પૂછી અને સાધુ પાસે બેસી ગયા. સ ંતે તેમની જિજ્ઞાસા જોઈને ધર્મનો ઉપદેશ આપ્યા. તે સાંભળીને તેમણે જાણવા જેવું જાણુ, છાંડવા જેવુ છેાયુ' ને આદરવા જેવુ આદર્યું. સાધુનો ઉપદેશ સાંભળીને તેમણે કંઈક જીવનમાં અપનાવ્યેા. આપ પણ સાંભળીને જીવનમાં અપનાવા. પાંડવા સંતના દન કરી ઉપદેશ સાંભળી આનન્દ્વ પામતા નાસિક શહેરમાં ગયા.
નાસિક શહેરમાં પાંડવા અને કૃષ્ણ ખૂબ આનંદપૂર્વક રહેવા લાગ્યા. ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવને પાંડવાની સાથે એટલે બધે આનંદ આવતો હતા કે તેમને પેાતાની દ્વારકાનગરી પણ યાદ આવતી નથી. કૃષ્ણજી અને પાંડવાને સગા ભાઈ એ જેવા પ્રેમ હતા. કૃષ્ણના મનમાં એવા ભાવ છે કે પાંડવાને તેર વર્ષાં સુધી વનમાં રહેવાનુ છે તેા હું જેટલા સમય તેમની સાથે રહું તેટલેા સમય તા એમનો પસાર થાય ! પાંડવા તેમને અવારનવાર કહેતાં કે ભાઈ ! અમારા પાપે આપ શા માટે દુઃખ વેઠો છે ? આપ સુખેથી દ્વારકા પધારો, ત્યારે કૃષ્ણજી એમ જ કહેતાં કે મારે મન રાજ્ય કરતાં તમારી કિંમત વધારે છે. તમારા પ્રત્યે મારુ દિલ વિશેષ આકર્ષાય છે. તમને વનમાં મૂકીને જતાં મારું મન માનતું નથી, પણ તમે વચનથી ખંધાયા છે એટલે શુ થાય ? પછી તેા જવું જ પડશે પણ ઘેાડા દિવસ રહીને જાઉં. પાંડવાને પણ કૃષ્ણજી સાથે ખૂબ આનંદ આવે છે. સૌ સાથે બેસી આન વિનોદ કરતાં તેમનો સમય પસાર કરવા લાગ્યા.
એક દિવસ યુધિષ્ઠિર અને કૃષ્ણજી અને સાથે બેસીને વાતચીત કરતા હતા તે સમયે પુરેચન નામના એક પુરોહિત ત્યાં આવ્યો અને યુધિષ્ઠિરના ચરણમાં વંદન કરીને ઉભા રહ્યો. યુધિષ્ઠિરે તેમનો આદર સત્કાર કરીને પૂછ્યું. ભાઇ તમે કોણ છે ને કચાંથી આવ્યા છે ? ત્યારે પુરોચને કહ્યું કે હું પુરોચન નામના પુરોહિત છું ઈન્દ્રપ્રસ્થથી દુર્ગંધન રાજાએ આપને સમાચાર અપવા માટે મને મોકલ્યા છે. યુધિષ્ઠિરે આશ્ચય પૂર્વક પૂછ્યુ કે શું સમાચાર આપ્યા છે ?
માયાવી દુર્ગંધનના સંદેશા : પુરોહિતે કહ્યું-હૈ ધર્માંરાજા ! દુÜધન રાજાએ આદરપૂર્વક આપને કહેવડાવ્યુ` છે કે હું યુધિષ્ઠિર ! આપ તા ખરેખર મહાન પુરૂષ છે, સદ્ગુણના ભંડાર છે; અને હું તે દુČણુને દરિયો છું. તમે ઉત્તમ પુરૂષ છે ને હુ તા અધમ અને વિશ્વાસઘાતી છું. આપ આર્યાંમાં શ્રેષ્ઠ છે ને હું અનાર્યામાં શિરામણી છું, આપ સજ્જનોમાં મુગટમણી છે, ને હું દુનામાં અગ્રગણ્ય છું. આપ સુબુદ્ધિ છે ને હું. દુર્ભુદ્ધિ છુ'. આપ કૃતજ્ઞ છે ને હું... તે કુતની છું. તે મોટાભાઈ! મેં આપને પરાણે
211-49