SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૩ શા દર્શન કર્યું. આ વખતે મારે આ અધિકાર વાંચવે છે. વ્યાખ્યાનમાં શ્રાવકેને સકામ-અકામ મરણના ભેદ સમજાવતાં પિતાની આત્મસમાધિમાં લીન રહેતાં. પૂ. ગુરૂ ભગવંતના ચાતુર્માસથી ખંભાત સંઘમાં અનેરો આનંદ ને ઉત્સાહ હતે. ધમધોકાર ધર્મકરણ થતી હતી, પણ કુદરતની કળા જારી છે. જેમ પ્રકાશની પાછળ અંધકાર, હાસ્યની પાછળ રૂદન, સુખ પાછળ દુઃખ અને આનંદ પાછળ શેક સર્જાયેલાં છે, તેમ ખંભાત સંઘમાં છવાયેલે આનંદ ને ઉત્સાહ કુદરતને ન ગમે. પર્યુષણ પર્વના દિવસે આવતાં પૂ. ગુરૂદેવને ખૂબ શરદી થઈ છતાં આત્મબળે આઠે દિવસ વ્યાખ્યાનધારા ચાલુ રાખી. સંવત્સરીના દિવસે શરદી ખૂબ વધી ગઈ. છતાં એક રૂંવાડું ન ફરકે એવા અચલ ક્ષમાના સાગર હતા. પૂજ્ય ગુરૂદેવને કદી નાની મોટી કઈ બિમારી આવી ન હતી. કદી દવા લીધી ન હતી. પૂજ્ય ગુરૂદેવને શરદી થયાના સમાચાર અમદાવાદ પહોંચી ગયેલા. તેથી ઘણાં શ્રાવક શ્રાવિકાઓ દર્શનાર્થે આવેલા. પૂ. ગુરૂદેવના શિષ્ય તપસ્વી શ્રી ફૂલચંદ્રજી મહારાજ સાહેબને ૩૮ ઉપવાસ પૂરા થતાં હતા. તેમણે કહ્યું. સાહેબ ! મને ખૂબ શાતા છે. ત્રણ ઉમેરીને એક્તાલીસ ઉપવાસના પચ્ચખાણ કરો. ગુરૂદેવે કહ્યું. હું આજે તમને છેલ્લું પારણું કરાવું છું. હાલ ઉપવાસ નથી વધારવા. આખા સંઘમાં દરેકને ઘેર પગલાં કરી ગૌચરી વહેરીને આવ્યા બાદ શિષ્યને પારણું કરાવ્યું. ભાદરવા સુદ ૧૦ ના દિવસે માણેકલાલ ભગવાનદાસ ઝવેરી મુંબઈ આવવા માટે સ્ટેશને જતાં ગાડી લઈને ગુરૂદેવનાં દર્શન કરવા આવ્યાં. તે કહે છે માણેકલાલ! આજે રેકાઈ જાઓ. કાલે તમારું કામ પડવાનું છે. એટલે તેઓ રોકાઈ ગયા. પૂ. ગુરૂદેવની તબિયત સારી હતી એટલે અમદાવાદના મહેમાને રવાના થયા હતાં. પ્રતિક્રમણ પછી પિતાના શિષ્યને માથે હાથ ફેરવીને કહ્યું. હર્ષદ! તું ખૂબ ડાહ્યો થજે ને આગળ વધજે. બીજા શિષ્યોને પાસે બેસાડીને કહ્યું. જુઓ, આજે તમને પરિષહ આવશે. ખૂબ સમતા રાખજે, તે રીતે બધા સંકેતે ખૂબ કર્યા, ને કહ્યું કે આજે ગમે તેટલા દઈને ઉપસર્ગ આવે પણ તમારે મારા ચારિત્રમાં હેજ પણ દોષ નહિ લગાડવાને. તેમ ખૂબ ચેતવણી આપી. રાત્રીના નવ વાગે શરીર ઠંડુ પડવા લાગ્યું. શરદીનું જોર પણ વધી ગયું ને છાતીમાં અસહ્ય દુખાવો થવા લાગે. બધા શ્રાવક હાજર હતાં. ગુરૂદેવનું દઈ જેઈને હિંમત હારી ગયા ને તરત ડોટકોને બેલાવ્યા પણ કેઈ ઉપચાર કરવા ન દીધે. જેમ રાત્રી વીતતી ગઈ તેમ દર્દ વધતું ગયું. આખા સંઘમાં ખબર પડી ગઈ. શ્રાવકશ્રાવિકાઓ પૂ. ગુરૂદેવનાં દર્શન માટે ઉમટયા. ગુરૂદેવની પરિસ્થિતિ જોઈને હાહાકાર છવાઈ ગયે. રાત્રે બાર વાગતાં હાથ ઊંચા કરીને ચાર આંગળ બતાવ્યાં પણ કઈ સમજી શક્યું નહિ, પૂજ્યશ્રી તે પિતાની સમાધિમાં હતાં. પણ શિષ્યને અને શ્રાવકને ગંભીર સ્થિતિ જોઇને થયું કે કદી ગુરૂદેવ બિમાર થયાં નથી ને આ શું ? ખૂબ આઘાત લાગે. દુખિત દિલે સંથારે કરાવીને નમસ્થણું, લેગસ્સ અને નવકાર સંભળાવતાં હતાં. સૌ એકીટશે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy