SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ પ૮૪ શારદા દર્શન ગુરૂદેવની સમક્ષ જઈ રહ્યા હતાં, અને ઘડિયાળમાં ચારના ટકેર પડતાં અમારા તારણહાર પૂ. ગુરૂદેવને કાળ ગોઝારાએ ઝડપી લીધા. જે શહેરમાં સંયમી જીવનને સૂર્યોદય થયે હતા ત્યાં જ અસ્ત થયો. ત્યારે સૌને સમજાયું કે ગુરૂદેવ આપણને ચાર આંગળી બતાવીને આ ચેતવણી આપતાં હતાં. ખંભાત શહેરમાં હાહાકાર છવાયે. સંઘે બધાને સમાચાર આપ્યા. અમારા હૃદય કંપાવે તેવા કારમાં દુઃખદ સમાચાર મળતાં બધા મહાસતીજી રડી પડ્યા. અહા ! અમારા તારણહાર, સમાજના સ્થંભ, શાસનના શિરોમણું અમને ટળવળતા મૂકીને ચાલ્યા ગયા! (આટલું બોલતાં પૂ. મહાસતીજીનું હૈયું ભરાઈ ગયું અન્ય મહાસતીજીઓ તથા રોતાજનોની આંખમાં આંસુ ઉભરાઈ ગયા હતાં). આ પરમ ઉપકારી પૂ. ગુરૂદેવના જેટલાં ગુણ ગાઉં તેટલાં ઓછા છે. જગતને મંત્ર અપને દિવ્ય પંથે ગયા, તારણહાર બની અમદષ્ટિ કરી ગયા, પ્રેમ વરસાવીને હૃદય જીતી ગયા, હાકલ કરી અહિંસાની, મિત્રભાવ દેતા ગયા. જન્મી જગે તારક બની માર્ગ બતાવી ગયા, તિમિરને નાશ કરી પ્રકાશ પ્રગટાવી ગયા, આવા હતાં પૂજ્ય ગુરૂદેવ ! આજના દિવસે પૂ. ગુરૂદેવને એક જ પ્રાર્થના કરું છું કે આપના આદર્શોને જીવનમાં અપનાવીને આપની આજ્ઞાનું યથાત પાલન કરી આપના જણમાંથી મુક્ત બનીએ. એવી ભાવના સહિત શ્રદ્ધાંજલી અર્પણ કરું છું. ખંભાત સંઘના સદ્ભાગ્ય છે કે આવા મહાન સંતે આ સંપ્રદાયમાં થયા છે અને વર્તમાનમાં પણ મહાન વૈરાગી ૫. કાંતીઋષિજી મહારાજ સાહેબ આદિ મુનિવરે જૈનશાસનને દીપાવી રહ્યા છે વ્યાખ્યાન નં. ૭૪ ભાદરવા સુદ ૧૦ ને શનિવાર તા. ૨૪-૯-૭૭ અનંતજ્ઞાની ભગવંતે ફરમાન કરે છે કે હે ભવ્ય છે ! આત્મા અનંતજ્ઞાનમય અને અનંત જતિમય છે, પણ આઠ કર્મોના પડદા તમારા આત્મિક તેજને છૂપાવી રહ્યા છે. તેને દૂર કરવા માટે પુરુષાર્થ કરે. અનંત તેજ જેનામાં છુપાયેલું હોય તેને અંધકારમાં રહેવું કેમ ગમે? પાવર હાઉસની બાજુમાં ઝુંપડી હોય પણ જે તેણે પાવર હાઉસમાં કનેકશન જેવું ન હોય તે ઝુંપડીમાં અંધારું જ રહે ને ? તેમ અજ્ઞાનના તિમિર ટાળવા માટે ઉત્તમ માનવજન્મ અને વીતરાગ શાસન મળ્યું છે તે વીતરાગ પ્રભુના શાસન રૂપી પાવરહાઉસમાં વીરવાણીની શ્રદ્ધારૂપી કનેકશન જેડી દે, તે અંતરમાં અને પ્રકાશ થશે. અજ્ઞાનનાં તિમિર ક્યાંય ભાગી જશે ને આત્મા અનંત સુખને સ્વામી બનશે.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy