SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પ૨ શારદા દર્શન રત્નચંદ્રજી મહારાજ સાહેબને તેમને વિગ ખૂબ સાલવા લાગે. ગુરૂના વિરોગ જેવું બીજું કોઈ ભયંકર દુઃખ નથી. ગુરૂદેવ સ્વર્ગે સીધાવ્યા પછી ખંભાત સંઘે પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબને આચાર્ય પદવી પ્રદાન કરી એટલે ગાદી ભાર તેમના શીરે આવ્યો. પૂજ્ય પદવી મળ્યા બાદ તેઓશ્રીએ દેશદેશમાં વિચરી ખંભાત સંપ્રદાયની ખ્યાતિ ખૂબ વધારી. સંઘમાં એકતા, વિશાળતા અને પ્રેમ વધે તે માટે તેઓ ખૂબ પ્રયાસ કરતા અને પિતાને માથે આવેલી જવાબદારી અદા કરતા. આ રીતે વિચરતા વિચરતા પૂ. ગુરૂદેવ તેમના શિષે ફૂલચંદ્રજી મહારાજ સાહેબ, ખીમચંદજી મહારાજ સાહેબ આદિસંતો સાથે સંવત ૧૯૯૫ માં સાણંદ પધાર્યા. એ સમયનું પૂ. ગુરૂદેવનું સાણંદમાં થયેલું ચાતુર્માસ-આગમન અમારા માટે ખૂબ લાભદાયી નીવડ્યું. બાળપણથી માતાપિતાએ અમારા જીવનમાં ધર્મના સુંદર સંસ્કારોનું સિંચન કર્યું હતું. તેમાં પૂ. ગુરૂદેવના સદુપદેશથી અમારા જીવનમાં વૈરાગ્ય આવ્યો ને અમારા તારણહાર બની અમને સંયમ રત્ન આપ્યું. એટલું જ નહિ પણ સંયમ માર્ગની રીતભાત, સંયમ કેમ પાળ, જીવન કેમ જીવવું, વગેરે સંયમી જીવનની આખી સાધના સમજાવી. વધુ શું કહું? જેમ એક સદ્ગુણી માતા એના બાળકના જીવનમાં સુસંસ્કારોનું સિંચન કરે છે, તેમ અમારા સંયમી જીવનમાં પૂ. ગુરૂદેવે સુસંસ્કારોનું સિંચન કર્યું છે. સંયમી જીવનની પ્રત્યેક ક્રિયાઓ, પૂ. ગુરૂ આદિ વડીલેને કે વિનય વૈયાવચ્ચ કરે વિગેરેની સમજણ આપી છે, આવા તારણહારના ગુણ કેમ ભૂલાય પૂ. ગુરૂદેવ રામાનુગ્રામ વિહાર કરતાં કરતાં અનેક જૈન જૈનેતરોને પ્રતિબંધ આપતાં સુરત તરફ પધારેલા. સં. ૨૦૦૩નું ચાતુર્માસ સુરતમાં કર્યું. ત્યાં નવયુવાન મહાન વૈરાગી શ્રી ડુંગરશીભાઈની દીક્ષા થઈ. દીક્ષા પછી તેમનું નામ હર્ષદમુનિ પાડવામાં આવ્યું. એ પણ પૂ. ગુરૂદેવના વિનયવંત શિષ્ય હતા. તેમનું જીવન પણ જાણવા જેવું છે, તે અવસરે કહીશ. પૂ. ગુરૂદેવ સુરતથી વિહાર કરીને ખંભાત ચાતુર્માસ પધારતાં હતાં, વચમાં માણેકલાલ ભગવાનદાસ ઝવેરીએ પૂછ્યું કે ગુરૂદેવ ! આપનું આવતું ચાતુર્માસ ક્યાં છે ? ત્યારે કહ્યું કે આ છેલ્લું ચાતુર્માસ કરવા ખંભાત તરફ જાઉં છું. આવા તે ઘણાં સંકેત કરેલા છે. ખંભાત ચાતુર્માસ પ્રવેશના દિવસે ગુરુવાર હતે. શ્રી સંઘે વિનંતી કરી કે ગુરૂદેવ! શરૂવારે સામે કાળ આવે છે. માટે દિવસ બદલે. ત્યારે પૂજ્યશ્રીએ કહ્યું-સામે કાળ આવે. પડખે આવે કે પાછળ આવે તેમાં મને શું ? કાળ તે એક દિવસ આવવાને જ છે . ગુરૂવારે પ્રવેશ કર્યો. પૂ. ગુરૂદેવ વ્યાખ્યાનમાં કાયમ ભગવતી સૂત્રને અધિકાર લેતા, પણ એ ચાતુર્માસમાં સકામ મરણ અને અકામ મરણને અધિકાર લીધે. શ્રાવકેએ કહ્યું- ગરદેવ! આ વખતે આ અધિકાર કેમ લીધે ? તે કહે ભગવતીનું ઘણું વખત વાંચન
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy