SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન પ “વિળયો નિજ સીસને મૂર્ણ, વિળી સંબો મા विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो को तवा ॥" વિનય એ જિનશાસનનું મૂળ છે. વિનયવંત આત્મ સાધુ બની શકે છે. જે વિનય રહિત છે તેના માટે સંયમ શું ને તપ શું ? અર્થાત્ વિનય રહિત આત્મા ગમે તે ઉગ્ર સંયમ પાળે કે અઘોર તપ કરે તેને જેટલું લાભ થવે જોઈએ તેટલે લાભ થતું નથી. વિનયથી જ્ઞાન, તપ વિગેરે સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે. વિનય જે અદ્ભૂત બીજે ગુણ અર્પણતા છે. હૃદયપૂર્વકની અર્પણતા ગુરૂ હૃદયમાં અભેદતાનું અનેરું શાસન જમાવે છે. જ્યારે અર્પણતા આવે છે ત્યારે ગુરૂ શિષ્યને ભેદ ભૂલાઈ જાય છે. પૂ. ગુરૂદેવનું જીવન આવી અર્પણતાના અત્તરની સૌરભથી મહેંકતું હતું ને વિનયની અદ્દભૂત પ્રભાથી પ્રકાશિત હતું. ગુરૂ આજ્ઞામાં સદા અનુરક્ત રહી “ફુનિયા II સંપત્તિ” એટલે કે ગુરૂની ઇગિત ચેષ્ટાથી ગુરૂના મને ગત ભાવને જાણીને ગુરૂનું સમસ્ત કાર્ય કરતા હતા. આ રીતે પૂ. ગુરૂદેવના ચરણમાં રહી વિનયમાં તરબોળ રહી અપ્રમત્તપણે ગુરૂ આજ્ઞાનું પાલન કરતાં સંયમ ભાવમાં વફાદાર રહેતાં હતાં. ગુરૂદેવના ચરણમાં સમર્પિત થયેલા પૂ. રત્ન ગુરૂદેવ પિતાના સ્વાનુભવથી ઘણીવાર કહેતા કે સાધ્વીજી ! “વિનયના આસન વિના જ્ઞાનના બેસણું ન હોય.” વિનય એ જ્ઞાનાવરણીય કર્મને તેડવાનું અમેઘ શસ્ત્ર છે. માટે તમે પણ ગુરૂ આજ્ઞામાં સમાઈ જાઓ ને વિનયની વેલને વિકસાવે. વિનય એટલે મન-વચન-કાયાના ગે અનંત જ્ઞાની સદ્ગુરૂની આજ્ઞામાં સર્વથા અર્પણ થઈ જવું તે. અમારા પૂજ્ય ગુરૂદેવ આવા વિનયવંત હતા. પૂ. ગુરૂદેવની સાન્નિધ્યમાં રહી તેમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય અને શાસ્ત્રોનું અજોડ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જેમ જેમ શાસ્ત્રજ્ઞાન અને બીજું જ્ઞાન પ્રાપ્ત કરતા ગયા તેમ તેમ તેમનામાં વિનય નમ્રતા આદિ ગુણો વધતા ગયા. તેમણે જીવનમાં કદી ગુરૂ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી. પૂ. ગુરૂદેવની વ્યાખ્યાન શૈલી એવી હતી કે જેના પ્રભાવે જૈનેતરે પણ તેમના સંસર્ગમાં આવવા લાગ્યા. પૂજ્ય છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબે ઘણે પુરૂષાર્થ કરી ઘણું જૈનેતરોને જૈન બનાવ્યા છે. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ અને પૂ. રત્નચંદ્રજી મહારાજ સાહેબને જોઈને સૌ એમજ કહેતા કે મહાવીર અને ગૌતમની જોડલી જોઈ લો. પૂ. ગુરૂદેવ શ્રી છગનલાલજી મહારાજ સાહેબનું ચાતુર્માસ સં. ૧૯૯૪ માં અમદાવાદ હતું. તે ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂ. આચાર્ય શ્રી છગનલાલજી મહારાજ સાહેબની તબિયત બગડી તેથી ત્યાં જ રોકાવું પડયું. પૂ. ગુરૂદેવની બિમારીમાં શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબ ખડે પગે સેવા કરતા હતા. એવી સેવા અત્યારે ભાગ્યે જ કેઈ સંત કરી શકે. મારા ગુરૂદેવ બિમારીમાંથી કેમ મુક્ત થાય તે માટે ઘણું ઉપાયે કર્યા પણ બધા વ્યર્થ ગયા અને છેવટે ૧૯૯૫ ના વૈશાખ વદ ૧૦ ના દિવસે પૂ. છગનલાલજી મહારાજ સાહેબ કાળધર્મ પામ્યા. પૂ. ગુરૂદેવનું શિરછત્ર ચાલ્યું જતાં પૂ.
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy