SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ શાહા દશન કરી, પણ દઢ વૈરાગી બદલાયે નહિ. તેથી છેવટે આજ્ઞા આપતાં માથે હાથ મૂકીને કહ્યું, બેટા ! તારું કલ્યાણ થાઓ. આજ્ઞા મળતાં રવાભાઈને ખૂબ આનંદ થયે. તે પિતાના કુટુંબીજનેને લઈને ખંભાત આવ્યા, ને તેમના સગાંઓની સાનિધ્યમાં તેમની આજ્ઞાથી દીક્ષાનું મુહુર્ત જોવામાં આવ્યું. ખંભાતના આંગણે ભાગવતી દીક્ષા મહેસવ” સંવત ૧૯૫૬ ના મહા સુદ પાંચમ (વસંતપંચમી) ને દિન દીક્ષા માટે નક્કી થયે. વસંતપંચમીનો દિવસ શ્રેષ્ઠ મનાય છે. વસંતઋતુના આગમનથી પ્રકૃતિનું સૌદર્ય ચારે તરફ ફૂલ્યું ફાલ્યું અને વિકસીત બને છે તેમ વસંતપંચમીને દિન નકકી થતાં બાલ વૈરાગી શ્રી રવાભાઈનું હૈયું વિકસીત થયું. હર્ષની હેલી વરસવા લાગી. રવાભાઈ દીક્ષા માટે ઘડીઓ ગણતા હતાં ખંભાત શહેરમાં આનંદ છવાયે હતે. છેવટે એ દિવસ આવી ગયો અને ખંભાત શહેરમાં પૂ. શ્રી છગનલાલજી મહારાજ સાહેબ પાસે રવાભાઈની ભાગવતી દીક્ષાને ભવ્ય મહોત્સવ ઉજવાયે. તેમને ઉચ્ચ વૈરાગ્ય અને તેમના જીવનમાં રહેલ ગુણે જોઈને પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજસાહેબે તેમનું સંયમી નામ બા. બ્ર. પૂ. શ્રી રત્નચંદ્રજી મહારાજસાહેબ આપ્યું. આખરે તે અમૂલ્ય રત્નરૂપે પ્રકાશ્ય. બંધુઓ! ક્ષત્રિયના બચ્ચા તે ક્ષત્રિય જ હોય ને! પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખૂબ તેજસ્વી, જ્ઞાની, ગુણીયલને ગંભીર હતા. તેમની વાણી સિંહ ગર્જના જેવી ગાજતી હતી. તેઓ પિતે વૈષ્ણવ ધમી હતાં ને શિષ્ય સ્વામીનારાયણ ધમી હતા. બંનેનું પરિવર્તન એકસરખું હતું ને જ્ઞાતિ પણ સમાન હતી. બંને બળીયા પુરૂષે ભેગા થયા પછી કર્મ શત્રુઓની સામે બાથ ભીડવામાં શું બાકી રહે? કહેવાય છે ને કે “હરિને મારગ છે શૂરાને, નહિ કાયરનું કામ જોને.” ધર્મ શૂરવીરને છે, કાયરને નહિ, તેમ રવાભાઈમાંથી રત્નચંદ્રજી મહારાજ સાહેબ બનેલા શૂરા ક્ષત્રિયે પિતાની શૂરવીરતા ઝળકાવવા માંડી. રવાભાઇનો અજોડ વિનય-પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં રહી તે જ્ઞાનાભ્યાસ કરવા લાગ્યા. તેમનામાં વિનયને અજોડ ગુણ હતું. જેથી સમુદાયમાં સર્વેને પ્રિય બન્યા. ગુરૂદેવની આજ્ઞા, ગુરૂદેવની સેવા અને તેમનો વિનય એ જ તેમના જીવનનો શ્વાસ હતે. તેઓ કદી ગુરૂદેવથી દૂર બેસતાં ન હતાં. જ્યાં ગુરૂદેવની દૃષ્ટિ પડે ત્યાં જ બેસતા હતાં. વિનયની મહત્તા અને અર્પણતાને મહિમા અજોડ છે. જીવનમાં સર્વ સિદ્ધિઓ હસ્તગત કરવાની અને ગુરૂ ભગવંતેના હૃદયખજાના ખેલી રત્નત્રય પ્રાપ્ત કરવાની ચાવી હોય તે તે વિનય છે. વિનય એ સમસ્ત ગુણેને શણગાર છે. સમસ્ત ગુણે વિનયને આધીન છે. સરળતા, નમ્રતા, નિરભિમાનતા અને ભક્તિભાવ વગેરે સર્વ ગુણ વિનયમાંથી ઉદ્ભવે છે. આવશ્યક નિર્યુક્તિમાં શ્રી હરિભદ્ર સૂરીશ્વરજીએ કહ્યું છે કે
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy