SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા દર્શન ૫૭૯ કે તારા ભાગની જેટલી મિલકત હોય તેટલી અમારી ગાદીના ભંડારમાં અર્પણ કરી દે છે. તમને અમારા પંથના બ્રહ્મચારી સાધુ બનાવવામાં આવશે. રવાભાઈ સાચા ગુરૂની શોધમાં” આ સાંભળીને રવાભાઈ વિચારમાં પડી ગયા કે આ શું ? જે પૈસા અનર્થની ખાણ જેવાં છે, જે પરિગ્રહની મમતા જીવને અને ગતિમાં લઈ જનાર છે તેને જે છોડે તે સાચે સાધુ બની શકે છે. પેલા જૈન સાધ્વીજી તે એમ કહેતાં હતાં કે સાધુ કંચન, કામિનીના ત્યાગી હોય, સાધુથી પિસાને સ્પર્શ પણ ન થાય ત્યારે આ સાધુઓમાં તે પૈસાને મેહ અને મમતા ભારેભાર ભરેલી છે. તે એ લક્ષ્મીના મેહરૂપી કીચડમાં ખૂંચેલા માનવી આત્મકલ્યાણ કેવી રીતે કરી શકે? આ પંથમાં સાધુ થવાથી આત્મકલ્યાણ થઈ શકે નહિ. જ્યાં ત્યાગ છે ત્યાં આત્મકલ્યાણ છે. માટે અહીં દીક્ષા ગ્રહણ કરવી વ્યર્થ છે. આમ વિચાર કરીને ત્યાંથી ચાલી નીકળ્યા, ને આવ્યા વટામણ મહાસતીજી પાસે. આપણે અહીં એ વિચારવાનું છે કે તેર વર્ષના બાલુડામાં કેવું આત્મમંથન હતું ! કેવી તીવ્ર તેમની બુદ્ધિ ! નહિતર આટલા નાના બાલુડામાં આવે વિવેક કયાંથી આવે ? તે વટામણ આવીને મહાસતીજીને કહે છે મને તમારે ચેલે બનાવે. મહાસતીજીએ કહ્યું, ભાઈ! અમે સાધ્વીજી છીએ, અમારી પાસે તમારાથી દીક્ષા ન લેવાય, પણ તમને તીવ્ર જિજ્ઞાસા છે તે અમારા પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતમાં બિરાજે છે તે તમે ત્યાં જાઓ. વટામણના એક શ્રાવક ભાઈ તેમને ખંભાત પૂ. ગુરૂદેવ છગનલાલજી મહારાજ સાહેબ પાસે લઈ આવ્યા. પૂ. છગનલાલજી મહારાજ સાહેબ પણ ક્ષત્રિય રાજપૂત હતા. તેઓ પણ તત્વજ્ઞ, બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી હતા. તેમનામાં પણ ક્ષાત્ર તેજ ચમકતું હતું. ક્ષત્રિયને ક્ષત્રિય મળે પછી શું બાકી રહે ? રવાભાઈના મુખ ઉપર પણ વૈરાગ્યના તેજ ચમકતા હતા. તેમણે ગુરૂદેવના ચરણમાં પડીને કહ્યું, ગુરૂદેવ ગુરૂદેવ! મારે જલ્દી આત્મકલ્યાણ કરવું છે. મને જલ્દી આ સંસાર-કૂપમાંથી બહાર કાઢે. છે રવાભાઈને અભ્યાસની લાગેલી લગની ગુરૂદેવે કહ્યું, ભાઈ! હજુ તું થડા દિવસ અહીં રહે, અભ્યાસ કર, પછી દીક્ષા અપાય, ત્યારે તેમણે નમ્ર ભાવે કહ્યું, મારે દીક્ષા લેવા માટે જે અભ્યાસ કરે પડશે તે કરવા હું તૈયાર છું. તેની જિજ્ઞાસા જોઈને ગુરૂદેવે સામાયિકનું સ્વરૂપ સમજાવ્યું એટલે રવાભાઈએ પ્રતિજ્ઞા કરી કે ત્યાં સુધી હું સામાયિક પૂરી ન શીખું ત્યાં સુધી જમવા સિવાય ભૂમિ ઉપર બેસવું નહિ. રવાભાઈને એવી લગની લાગી કે એક દિવસમાં સામાયિક શીખી ગયા, ને ૧૫ દિવસમાં પ્રતિક્રમણ શીખ્યા. કેવી અજબની લગની હશે ! પ્રતિક્રમણ પછી છકાયના બેલ, નવતત્વ વિગેરે શીખ્યા. જેમ જેમ ભણતા ગયા તેમ તેમ લગની વધતી ગઈ છેવટે તેમણે ગુરૂદેવના ચરણ પકડીને કહ્યું, ગુરૂદેવ ! હવે તે મારી એકેક ક્ષણ લાખેણું જાય છે. હવે મારામાં યેગ્યતા લાગે તે મને દીક્ષા આપે. ગુરૂદેવે કહ્યું. તારા કાકા કાકીની આજ્ઞા લઈ આવ. હર્ષભેર કાકા કાકી પાસે આવ્યા ને દીક્ષાની આ માંગી. કાકા કાકીએ તેમની ખૂબ સેટી
SR No.023369
Book TitleSharda Darshan
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages952
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy